• Gujarati News
  • National
  • Suspended MPs End Sit in; Prahlad Joshi Said MPs Were Eating Chicken While Sitting Near The Statue Of Gandhiji

રાષ્ટ્રપત્ની વિવાદ મુદ્દે બંને ગૃહ સોમવાર સુધી સ્થગિત:સસ્પેન્ડેડ સાંસદોના ધરણા સમાપ્ત; પ્રહલાદ જોશીએ કહ્યું- ગાંધીજીની પ્રતિમા પાસે બેસીને સાંસદો ચિકન ખાઈ રહ્યા હતા

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • જોશીએ કહ્યું- સાંસદો ધરણાના નામે પાર્ટી કરી રહ્યા છે.
  • સસ્પેન્ડેડ સાંસદોએ મચ્છરદાનીમાં સૂઈને રાત વીતાવી હતી.

શુક્રવારે ભાજપે રાષ્ટ્રપત્નીના નિવેદન પર સંસદના બંને ગૃહોમાં ભાજપે હોબાળો મચાવ્યો હતો. ભાજપના સાંસદો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયાની માફી માંગવા પર મક્કમ રહ્યા હતા. તે પછી બંને ગૃહની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત કરી હતી.

પ્રહલાદ જોશીએ કહ્યું- સાંસદો ધરણાના નામે પાર્ટી કરી રહ્યા છે
સંસદમાં હોબાળાને લઈને સસ્પેન્ડ કરાયેલા 27 સાંસદોની ધરણાનો પણ શુક્રવારે અંત આવ્યો હતો. આ સાંસદો બુધવારથી ગાંધી પ્રતિમા સામે ધરણા કરી રહ્યા હતા. ધરણાના અંતે સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું- સાંસદો ધરણાના નામે પાર્ટી કરી રહ્યા હતા. તેઓ ગાંધીજીની પ્રતિમા પાસે બેસીને ચિકન ખાઈ રહ્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 'રાષ્ટ્રપત્ની' કહેતા નિવેદનને લઈને કોંગ્રેસ ઘેરાઈ ગઈ છે. પાર્ટીના નેતા અધીર રંજન ભલે પોતાના આ નિવેદનને ભૂલ ગણાવતા હોય, પરંતુ ભાજપ આ તક છોડવાના મૂડમાં નથી. તે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની માફી માંગવા બાબતે મક્કમ છે. શુક્રવારે સંસદની શરૂઆતમાં આને લઈને હોબાળો થયો હતો. બંને ગૃહની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

બીજી તરફ, સંસદ ભવન સંકુલમાં સસ્પેન્ડ કરાયેલા 23 રાજ્યસભા અને 4 લોકસભા સાંસદો ગુરુવારે રાત્રે પણ બેસી રહ્યા હતા. તમામ સાંસદો ગાંધી પ્રતિમાની સામે મચ્છરદાની લગાવીને રાતભર સૂતા હતા. 50 કલાક લાંબા ધરણા શુક્રવારે બપોરે 1 વાગ્યે સમાપ્ત થયા હતા.

રાષ્ટ્રપતિ સાથે સ્મૃતિ ઈરાનીની મુલાકાત, અધીરને હજુ સમય મળ્યો નથી
રાષ્ટ્રપતિ પરના વિવાદાસ્પદ નિવેદનને લઈને થયેલા હોબાળા વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, તેમના કેબિનેટ સહયોગી ડૉ.મુંજપારા અને જોન બારલા સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. સ્મૃતિએ તેને સૌહાર્દપૂર્ણ ભેટ ગણાવી છે. જ્યારે, વિવાદાસ્પદ નિવેદન આપનાર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ પણ ગુરુવારે રાષ્ટ્રપતિ સાથે મુલાકાતની માંગ કરી હતી. અધીરે કહ્યું- હું રાષ્ટ્રપતિની માફી માંગીશ, ઢોંગીઓની નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને હજુ સુધી સમય આપવામાં આવ્યો નથી.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાષ્ટ્રપતિને આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને સંસદમાં કોંગ્રેસને ઘેરી હતી. આ અંગે તેમનો સોનિયા ગાંધી સાથે પણ વિવાદ થયો હતો.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાષ્ટ્રપતિને આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને સંસદમાં કોંગ્રેસને ઘેરી હતી. આ અંગે તેમનો સોનિયા ગાંધી સાથે પણ વિવાદ થયો હતો.

સાંસદોએ મચ્છરદાનીમાં સૂઈને રાત વિતાવી
બુધવારથી ધરણા પર બેઠેલા સાંસદોએ મચ્છરને મુદ્દો બનાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે ટ્વીટ કર્યું- સંસદ સંકુલમાં મચ્છરો છે, પરંતુ વિપક્ષના સાંસદો ડરતા નથી. સંસદમાં ભારતીયોનું લોહી બચાવો. મચ્છરથી પરેશાન સાંસદોએ મચ્છરદાનીમાં સૂઈને રાત વિતાવી હતી.

AAP સાંસદ સંજય સિંહ મચ્છરદાનીમાં સૂઈને રાત વીતાવી હતી.
AAP સાંસદ સંજય સિંહ મચ્છરદાનીમાં સૂઈને રાત વીતાવી હતી.
સંસદ પરિસરમાં ધરણા દરમિયાન ભોજન લેતા સસ્પેન્ડેડ સાંસદો.
સંસદ પરિસરમાં ધરણા દરમિયાન ભોજન લેતા સસ્પેન્ડેડ સાંસદો.
રાજ્યસભાના સાંસદ પી ચિદમ્બરમ પણ વિરોધ કરી રહેલા સાંસદોને મળવા પહોંચ્યા હતા.
રાજ્યસભાના સાંસદ પી ચિદમ્બરમ પણ વિરોધ કરી રહેલા સાંસદોને મળવા પહોંચ્યા હતા.

ફૂડ મેનુમાં ચિકન પર ભાજપે ઉઠાવ્યો સવાલ
ભાજપે ધરણા પર બેઠેલા સાંસદોના ફૂડ મેનુ પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનેવાલાએ કહ્યું- 'ગાંધીની પ્રતિમા પાસે ધરણા કરી રહેલા સાંસદો ચિકન તંદૂરી અને માછલી ખાઈ રહ્યા છે. શું આ વિરોધ છે? મને લાગે છે કે સાંસદો પિકનિક મનાવી રહ્યા છે.

આજે સવારે DMKનો નાસ્તો હતો અને TRSની​​​​​​​ લંચની વ્યવસ્થા​​​​​​​
સંસદ ભવન સંકુલમાં ધરણા પર બેઠેલા સાંસદો માટે વિપક્ષી દળોએ ભોજન અને અન્ય આવશ્યક સુવિધાઓની વ્યવસ્થા કરી હતી. ડીએમકે શુક્રવારે સવારે નાસ્તાની વ્યવસ્થા કરી હતી. જ્યારે, TRSએ લંચની વ્યવસ્થા કરવાની જવાબદારી લીધી છે.

ફૂડ મેનુને લઈને સંસદ સંકુલમાં હંગામો થયો છે. ભાજપનો આરોપ છે કે ચિકન તંદૂરી પણ ભોજનના મેનુમાં હતુ.
ફૂડ મેનુને લઈને સંસદ સંકુલમાં હંગામો થયો છે. ભાજપનો આરોપ છે કે ચિકન તંદૂરી પણ ભોજનના મેનુમાં હતુ.

રાજ્યસભાના 23 અને લોકસભાના 4 સાંસદો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
ચર્ચાની માંગ સાથે હંગામો મચાવનારા 27 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાંથી 23 રાજ્યસભામાંથી અને 4 લોકસભાના સાંસદ છે. રાજ્યસભાના સાંસદો પર ઉપાધ્યક્ષ પર પેપર ફેંકવાનો આરોપ છે. વિરોધ કરી રહેલા સાંસદો અંગે સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું- જો તેઓ માફી માંગે તો તેમનું સસ્પેન્શન દુર થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...