• Gujarati News
  • National
  • Suspected Of Theft Hangs Young Man In 20 feet Deep Well, Begs For Mercy But The Accused Does Not Budge

ક્રૂરતાની હદ પાર...VIDEO:ચોરીની શંકાએ તરુણને 20 ફૂટ ઊંડા કૂવામાં લટકાવ્યો, દયાની ભીખ માગી, પણ આરોપી એકનો બે ન થયો

2 મહિનો પહેલા

મોબાઈલ ચોરીની શંકાએ એક તરુણને કૂવામાં લટકાવવામાં આવ્યો. તે દયાની ભીખ માગતો રહ્યો, આજીજી કરતો રહ્યો, પણ આરોપીએ સાંભળ્યું નહીં. 20 ફૂટ ઊંડા કૂવામાં એક હાથ પકડી 5 મિનિટ સુધી લટકાવી રાખ્યો. એટલું જ નહીં, પરંતુ જેણે વીડિયો બનાવ્યો તે છોકરાને પોલીસ-ઈન્સ્પેક્ટરે માર માર્યો. વીડિયો બનાવનારે આ આરોપ લગાવ્યો છે.

તરુણ આઘાતમાં છે
કૂવામાં લટકાવવાની ઘટના છત્તરપુરના અક્ટોહાની છે. રવિવારે 12 વર્ષના તરુણને આરોપી અજિત રાજપૂતે ચોરીની શંકાએ ખરાબ રીતે માર માર્યો. ત્યાર પછી કૂવામાં તેને લટકાવ્યો હતો. કૂવામાં 14 ફૂટ સુધી પાણી ભરેલું છે. આ ઘટના પછી તરુણને આઘાત લાગ્યો છે.

આ ઘટના દરમિયાન ત્યાંથી એક કિશોર પસાર થઈ રહ્યો હતો. તેણે વીડિયો બનાવ્યો અને પીડિત તરુણનાં માતા-પિતાને બતાવ્યો. ત્યાર પછી માતા-પિતા પોલીસ સ્ટેશન પહોંચે છે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ હેમંત નાયકે આરોપી અજિત રાજપૂત વિરુદ્ધ હત્યા નહીં, પણ દોષિત હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.

જે કિશોરે વીડિયો બનાવ્યો તેનો આરોપ છે કે સ્ટેશન પ્રભારી પ્રથા દુબેએ તેની સાથે મારપીટ કરી અને જાતિ સૂચક શબ્દો કહ્યા. પ્રભારીએ કહ્યું, તેં વીડિયો ન બનાવ્યો હોત તો કોઈને જાણ ન થાત. પ્રભારીના કહેવા પર જ અજિતે તરુણને કૂવામાં લટકાવ્યો હતો.

ઘટનાનો વીડિયો બનાવનાર કિશોરે આરોપ લગાવ્યો છે કે ચોકીના ઈન્ચાર્જ પ્રથા દુબેએ તેની સાથે મારપીટ કરી અને જાતિગત શબ્દોનો ઉપયોગ કરીને કહ્યું- જો તેં VIDEO ન બનાવ્યો હોત તો કોઈને ખબર ના પડત.
ઘટનાનો વીડિયો બનાવનાર કિશોરે આરોપ લગાવ્યો છે કે ચોકીના ઈન્ચાર્જ પ્રથા દુબેએ તેની સાથે મારપીટ કરી અને જાતિગત શબ્દોનો ઉપયોગ કરીને કહ્યું- જો તેં VIDEO ન બનાવ્યો હોત તો કોઈને ખબર ના પડત.

માતાએ કહ્યું- વીડિયો જોઈ હું ડરી ગઈ
12 વર્ષના તરુણની માતાએ કહ્યું, કૂવો પાણીથી ભરાયેલો હતો. મેં વીડિયોમાં જોયું તો હું ડરી ગઈ. મારા દીકરાને કંઈ થયું નથી, પરંતુ જો આરોપી અજિત તેનો હાથ છોડી દેત અથવા ભૂલથી હાથ છૂટી જાત તો મારો દીકરો પાણીમાં પડીને મરી ગયો હોત.

સ્ટેશન ઈન્ચાર્જે આક્ષેપોને નકારી કાઢ્યા
અક્તોહન ચોકીના ઈન્ચાર્જ પ્રથા દુબેનું કહેવું છે કે તેણે બાળકને મારવા અને કૂવામાં લટકાવવા માટે ઉશ્કેર્યો નહોતો. આ આરોપ ખોટા છે. કિશોરને માર પણ માર્યો નહોતો.

ASPએ કહ્યું- યોગ્ય કાર્યવાહી કરીશ
એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ વિક્રમ સિંહનું કહેવું છે કે કૂવામાં લટકાવનારી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ચોકીના ઈન્ચાર્જ પ્રથા દુબેએ મારપીટ કરી છે કે નહીં એ જાણી શકાયું નથી. વીડિયો મોકલો, હું કાર્યવાહી કરીશ.

અન્ય સમાચારો પણ છે...