તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Suspected Deaths Of Dalit Girls In UP; 3 Teenagers Found Unconscious In A Farm In Unnao, Two Killed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPમાં દલિત છોકરીઓનાં શંકાસ્પદ મોત:પરિવારના નિવેદનમાં વિરોધાભાસ, ભાઈએ કહ્યું- છોકરીઓ દુપટ્ટાથી બંધાયેલી હતી, માતાએ કહ્યું-આવું નથી

ઉન્નાવ9 દિવસ પહેલા
ઘટનાના વિરોધમાં ગામમા સપા કાર્યકર્તા ધરણા પર બેસી ગયા. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પીડિત પરિવારને નોકરી, વળતર ન મળે અને હત્યારાઓની શોધ ન થાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવા જોઈએ - Divya Bhaskar
ઘટનાના વિરોધમાં ગામમા સપા કાર્યકર્તા ધરણા પર બેસી ગયા. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પીડિત પરિવારને નોકરી, વળતર ન મળે અને હત્યારાઓની શોધ ન થાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવા જોઈએ

ઉત્તરપ્રદેશમાં ઉન્નાવ જિલ્લામાં શંકાસ્પદ સ્થિતિમાં બે કિશોરીઓના મોતનું કોકડું ગુંચવાતું જઈ રહ્યું છે. જેમાં પરિવારમાંથી અલગ અલગ નિવેદનો આવી રહ્યાં છે. છોકરીના ભાઈએ કહ્યું કે, જ્યારે તે ઘટનાસ્થળે પહોંચ્યો તો મૃતક દુપટ્ટા વડે બંધાયેલી હતી. જો કે, ત્રીજી છોકરી જેની સ્થિતિ ગંભીર છે તેની માતાએ કહ્યું કે, તેને ઘટનાસ્થળે કોઈ પણ છોકરીને બંધાયેલી નથી જોઈ.

નિવેદનોમાં વિરોધાભાસને જોતા પોલીસ પરિવારના અમુક સભ્યોને પૂછપરછ માટે સાથે લઈ ગઈ છે. મામલો દલિત સમાજનો હોવાના કારણે આ અંગે રાજકીય નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે.પાસી સમુદાયની આ છોકરીઓની ઉંમર 13,16 અને 17 વર્ષ છે. તેમના ભાઈએ કહ્યું હતું કે અમારા પરિવારની કોઈની સાથે કોઈ દુશ્મની ન હતી. ત્રણેય બહેન પહેલા શાળામાં જતી હતી, પણ થોડાક દિવસ પહેલાં તેમનું શાળામાં જવાનું છોડાવી દીધું હતું. પીડિત પરિવારે આ ઘટના પાછળ કોઈ કાવતરાની આશંકા વ્યક્ત કરી છે. જોકે ઉન્નાવના SP આનંદ કુલકર્ણીનું કહેવું છે કે પોસ્ટમાર્ટમ પછી જ મોતનું કારણ જાણી શકાશે. તપાસ માટે છ ટીમ બનાવવામાં આવી છે.

ધરણા પર બેસ્યા વિસ્તારના લોકો
આ બધાની વચ્ચે વિસ્તારના લોકો ગામમાં ધરણા પર બેસી ગયા છે. તેમની માંગ છે કે પરિવારજનોને પોલીસસ્ટેશનમાં ન બેસાડવામાં આવે, પરિવારને ન્યાય આપવામાં આવે. લોકોનો આરોપ છે કે પરિવારને કોઈને મળવા દેવાતા નથી. જો કે, ઉન્નાવ પોલીસે ટ્વીટ કરીને આ તમામ આરોપોને ફગાવી દીધા છે.

લોકોનો આરોપ છે કે પરિવારને કોઈને મળવા દેવાતા નથી. જો કે, ઉન્નાવ પોલીસે ટ્વીટ કરીને આ તમામ આરોપોને ફગાવી દીધા છે.
લોકોનો આરોપ છે કે પરિવારને કોઈને મળવા દેવાતા નથી. જો કે, ઉન્નાવ પોલીસે ટ્વીટ કરીને આ તમામ આરોપોને ફગાવી દીધા છે.

પરિવારના લોકોના નિવેદનમાં વિરોધાભાસ
પરિવારના લોકોના નિવેદનમાં વિરોધાભાસ છે, એટલા માટે પોલીસ એ પ્રમાણે પણ જોઈ રહી છે કે શું અલગ અલગ સમય પર લોકોના પહોંચવાના કારણે નિવેદનમાં ફેર છે કે પછી પરિવારજનો જ સામેલ છે. પોલીસે આખા ખેતરને ઘેરી લીધું છે. ફોરેન્સિકની ટીમ પુરાવા ભેગા કરીને લઈ ગઈ છે. જેનાથી ઘટના વિશે જાણી શકાય.

ઉન્નાવના એસપીના જણાવ્યા પ્રમાણે, આ મામલામાં તપાસ ચાલી રહી છે. હાલ એક છોકરીની માતાએ જણાવ્યું કે, તેમની દીકરીઓના હાથ પગ નહોતા બાંધેલા, જ્યારે એક છોકરીના કાકાએ કહ્યું કે, છોકરીઓના હાથ પગ બાંધેલા હતા. અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યાં છીએ.

બચી ગયેલી છોકરીને એરલિફ્ટ કરવાની માંગ
બચી ગયેલી છોકરીનું નિવેદન મહત્વનું છે, તેના દ્વારા જ ઘટનાની ભાળ મળી શકે એમ છે. ગંભીર સ્થિતિમાં છોકરી કાનપુરમાં દાખલ છે, તેણે સવારે એક જ વાર આંખ કોલી છે. કંઈ પણ કહેવાની સ્થિતિમાં નથી. ઘટનાસ્થળે પોલીસના ઉચ્ચ અધિકારી હાજર છે. વિપક્ષ તરફથી છોકરીને એઈમ્સમાં દાખલ કરાવવાની માંગ કરાઈ રહી છે.

મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા, પરંતુ સપા કાર્યકર્તા ધરણા પર બેઠા
પોસ્ટમાર્ટન પછી છોકરીઓના મૃતદેહ પરિવારજનોને સોંપી દેવાયા છે. તેમને દફનાવવા માટે તંત્રએ જેસીબી મશીન પણ બોલાવી લીધું છે, પણ સપા કાર્યકર્તા અંતિમ સંસ્કારનો વિરોધ કરી રહ્યાં છે. તે ગામના લોકો સાથે ધરણા પર બેસી ગયા છે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી પીડિત પરિવારને નોકરી, વળતર નહીં મળી જાય અને હત્યારાઓની શોધ નહીં થાય, અંતિમ સંસ્કાર નહીં કરાય. અહીં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ આવે તેવી અટકળો ચાલી રહી છે.

ઘટના પછી ગ્રામજનોમાં ગુસ્સો
ઘટના પછી ગ્રામજનોમાં ગુસ્સો

ત્રીજી છોકરીને કાનપુર રિફર કરાઈ છે
પરિવારજનોએ જણાવ્યું હતું કે ત્રણ છોકરીઓ બપોરે લગભગ ત્રણ વાગ્યે તેના જ ખેતરમાં ચારો લેવા માટે ગઈ હતી. સાંજ સુધી પાછી ન આવી તો શોધખોળ શરૂ કરાઈ. હોસ્પિટલ લઈ જતાં બેને મૃત જાહેર કરાઈ. ત્રીજી છોકરીને કાનપુર રિફર કરી દેવાઈ છે.

સપાનો આરોપ- મામલાને દબાવાઈ રહ્યો છે
સપાનેતા સુનીલ સાજને પોલીસ પર આ મામલાને દબાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે પોલીસ જે રીતે આ મામલાને હેન્ડલ કરી રહી છે એનાથી સ્પષ્ટ છે કે તે વાસ્તવિકતા છુપાવવા માગે છે. ઉત્તરપ્રદેશમાં દલિત દીકરીઓ સુરક્ષિત નથી.

ગામના પ્રધાન પતિએ કહ્યું- બળજબરીની શંકા નથી
પાઠકપુરના ગ્રામ પ્રધાન સીમા પાઠકના પતિ ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે તેમણે હોસ્પિટલમાં બન્ને છોકરીઓના મૃતદેહ જોયા છે. તેમની પર કોઈપણ પ્રકારના ઘાના નિશાન નથી. શરીર પર કપડાં પૂરાં હતાં, એવામાં બળજબરીની આશંકા પણ નથી. બબુરાહાની વસતિ લગભગ 300 છે, જેમાં મોટા ભાગના બ્રાહ્મણ અને ગોસ્વામી સમુદાયના છે. પાસી સમુદાયનાં અમુક જ ઘર છે.

વિપક્ષે યોગી સરકાર પર સવાલ ઉઠાવ્યા
1. પરિવારને નજરબંધ કરીને સરકારને શું મળશેઃ પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ
‘ઉન્નાવની ઘટના ચોંકાવનારી છે. સમાચારો પ્રમાણે પીડિત પરિવારને નજરબંધ કરી દેવાયો છે. જે ન્યાયમાં અડચણ ઊભું કરવાનું કામ છે. અંતે પરિવારને નજરબંધ કરીને સરકારને શું મળી જશે. યૂપી સરકારને અપીલ છે કે પરિવારની આખી વાત સાંભળો અને ત્રીજી છોકરીને સારવાર માટે તાત્કાલિક દિલ્હી શિફ્ટ કરો’

2. યૂપી સરકાર માનવાધિકારોને કચેડી રહી છેઃ રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા
યૂપી સરકાર દલિત સમાજને જ નહીં પણ મહિલા સન્માન અને માનવાધિકારોને પણ કચેડી રહી છે. પણ તે યાદ રાખે કે હું અને મારી આખી કોંગ્રેસ પાર્ટી પીડિતોનો અવાજ બનીને ઊભા છે અને તેમને ન્યાય અપાવીને જ રહીશું.

3. પરિવાર ન્યાય માટે દબાણ કરેઃ જિગ્નેશ મેવાણી, ગુજરાતના દલિત નેતા
ઉત્તરપ્રદેશના તમામ લોકોને મારી અપીલ છે કે જ્યાં સુધી ઉન્નાવની ઘટનામાં આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતકોના મૃતદેહને સ્વીકારશો નહીં. ન્યાય માટે દબાણ કરો.

4. ક્યાં સુધી ચુપ રહેશો, આ કાયરતા છેઃસંજય સિંહ, આપ નેતા
‘ક્યાં સુધી ચુપ રહેશો? આજે ઉન્નાવ છે, કાલે તમારો જિલ્લો હશે, આજે તેમનું ગામ છે, કાલે તમારું ગામ હશે, આજે દલિત દીકરીઓ બંધાયેલી મળી રહી છે કાલે તમે બંધાયેલા મળશો. યાદ રાખો, મૂકદર્શક બનીને બરબાદીનો તમાશો જોનારને ઈતિહાસ કાયર કહે છે. ડરાવો, ધમકાવો, કેસ કરો, હું દીકરીઓ સાથે છું’

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો