જ્ઞાનવાપી મસ્જિદ અંગે કોર્ટનો મોટો આદેશ:સર્વે કરો, ભલે તાળા તોડવા પડે: કોર્ટ

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ અંગે નીચલી કોર્ટે ગુરુવારે મોટો આદેશ કર્યો. કોર્ટે કહ્યું કે મસ્જિદ પરિસરમાં ભોંયરાથી માંડીને દરેક જગ્યાનો સર્વે અને વીડિયોગ્રાફી કરાવી 17 મે પહેલાં તેનો રિપોર્ટ કોર્ટને સોંપો. સર્વે માટે તાળું તોડવું પડે તો પણ તોડી નાખશો. જો કોઈ રોકે તો જિલ્લા તંત્ર તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી શકે છે. સાથે જ આ સર્વે માટે કમિશનર નહીં બદલવામાં આવે પણ બે સહાયક કમિશનરોની નિમણૂક કરાશે. મસ્જિદનું મેનેજમેન્ટ સંભાળતા અંજુમન ઈન્તજામિયા કમિટીના સભ્યોએ મોડી સાંજે કહ્યું કે અમે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારીશું.

ઈતિહાસકારોનો દાવો- ઔરંગઝૈબે મંદિર તોડી મસ્જિદ બનાવી
ઈતિહાસકાર આંદ્રે ટસ્કીએ તેના પુસ્તક ઔરંગઝૈબ : “ધ મેન એન્ડ મિથ’માં લખ્યું છે - જ્ઞાનવાપી મસ્જિદ ઔરંગઝૈબના સમયથી પહેલા બની છે. એ ખબર નથી કે કોણે બનાવી. પણ આૈરંગઝૈબે જ્યારે મંદિરો તોડવાનો આદેશ આપ્યો હતો ત્યારે જૂના વિશ્વનાથ મંદિરના માળખાને મસ્જિદ સાથે મિલાવી દેવાયું હતું.

કેથરીન અસરે તેના પુસ્તક “આર્કિટેક્ચર ઓફ મુઘલ ઈન્ડિયા’માં લખ્યું - મુઘલોએ કાશીમાં રાજા માનસિંહ દ્વારા બનાવાયેલા પ્રસિદ્ધ વિશ્વનાથ મંદિરને વેરવિખેર કરી નાખ્યું હતું, જેથી હિન્દુઓને સજા આપી શકે. ખાસ કરીને મંદિરના સંરક્ષકોને કેમ કે મુઘલોને શંકા હતી કે આ લોકો મરાઠા શિવાજીનું સમર્થન કરી રહ્યા છે. 21 વર્ષથી કેસ કોર્ટમાં : 1991માં અનેક સ્થાનિક પૂજારી વારાણસી કોર્ટ પહોંચ્યા અને દાવો કર્યો કે 1669માં મુઘલ સમ્રાટ ઔરંગઝૈબના આદેશ પર કાશી વિશ્વનાથ મંદિરને તોડી પાડી જ્ઞાનવાપી મસ્જિદ બનાવડાવી હતી. તેના પછી મામલો ભુલાઈ ગયો. પછી રામ મંદિર પર ચુકાદા બાદ 2019માં ફરી તે ગરમાયો.

1937ના આદેશને પડકારીશું...
મુસ્લિમ પક્ષનો દાવો છે કે કોર્ટનો 1937નો એક આદેશ કહે છે કે વક્ફની જમીન પર સર્વે અને વીડિયોગ્રાફી ન કરાવી શકાય. જ્યારે સામા પક્ષના વકીલ અભયનાથ યાદવે કહ્યું કે જે સર્વે નંબરની વાત થઈ રહી છે તે એ સ્થળે ઉપલબ્ધ જ નથી.

તાજમહેલ: અરજી કરનારને હાઈકોર્ટેનો ઠપકો, પહેલાં વાંચો કે કોણે બંધાવ્યો?
તાજમહેલના 22 બંધ રૂમના દરવાજા ખોલવાની માગ પર કોર્ટે અરજદારનો ઉધડો લેતા કહ્યું કે પહેલાં વાંચો કે કોણે બંધાવ્યો? પીઆઇએલનો દુરુપયોગ ન કરો. તમે તો એમ કહેશો કે જજની ચેમ્બરમાં જવા દો. ​​​​​​​

શ્રીકૃષ્ણ જન્મભૂમિ: 4 મહિનામાં બધી અરજીઓનો નિકાલ લાવો: હાઈકોર્ટ
અલ્હાબાદ હાઇકોર્ટમાં કૃષ્ણ જન્મભૂમિ-ઇદગાહ મામલે સુનાવણી થઇ. હાઇકોર્ટે નીચલી કોર્ટને અરજીનો 4 મહિનામાં નિકાલ લાવવા આદેશ કર્યો. હિન્દુ પક્ષકારે દૈનિક ધોરણે સુનાવણીની માગ કરી હતી.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...