ઉત્તરપ્રદેશનાં બલિયામાં ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે સપા સાંસદ જયાને નૃત્યાંગના કહ્યા છે. સુરેન્દ્ર સિંહે કહ્યું કે પહેલા માત્ર તપસ્વીઓ, સાધુ-સંતો અને ઋષિઓ જ આશીર્વાદ કે શ્રાપ આપતા હતા, પરંતુ હવે તો નૃત્યાંગનાં પણ શ્રાપ આપવા લાગી છે. આ કળિયુગનું સાચું સ્વરૂપ છે.
રાજ્યસભામાં જયાએ ભાજપના સાંસદોને શ્રાપ આપ્યો હતો
મંગળવારે રાજ્યસભામાં સાંસદોના સસ્પેન્શન અને અંગત ટિપ્પણીથી નારાજ થઈને સપા સાંસદ જયા બચ્ચને કહ્યું હતું- હું તમને શ્રાપ આપું છું, તમારા ખરાબ દિવસો આવશે. જયાએ કહ્યું હતું કે અમારા સાંસદો બહાર બેઠા છે. તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવી રહ્યું નથી. આ ન્યાય નથી, પરંતુ આ સરકાર પાસેથી આ અપેક્ષા રાખવી વ્યર્થ છે.
જયા બચ્ચને કહ્યું હતું કે આ લોકોએ ખેડૂતની માફી માંગી છે. હવે તેએ આ સાંસદોની પણ માફી માંગશે. આ સરકાર જે રીતે કામ કરી રહી છે તે નિંદનીય છે. ત્યારથી જયા ભાજપના નેતાઓનાં નિશાના પર છે.
સુરેન્દ્ર સિંહના 4 વિવાદાસ્પદ નિવેદનો
1. સુરેન્દ્ર સિંહે દેશના વિભાજન માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવતા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર નિશાન સાધ્યું હતું. દાવો કર્યો કે પંડિત નેહરુ 'ડરપોક' હતા. અન્યથા સ્વતંત્રતા મળ્યા બાદ જ ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું હોત.
2. હાથરસ કેસ પર કહેવામાં આવ્યું હતું કે, નકલી મહિલા અત્યાચાર અને દલિત અત્યાચારના નામે કોઈનો પણ જીવ જોખમમાં આવી શકે છે. લેબના રિપોર્ટ પરથી એ વાત સામે આવી છે કે પીડિતા પર બળાત્કાર થયો નથી. યુવતી સાથે મારપીટ કરીને તેની હત્યા કરવામાં આવી છે.
3. સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું હતું કે અખિલેશ ઔરંગઝેબના પગલે ચાલી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં એક રાજકીય ખળભળાટ ઉભો થયો છે, જે ગુંડાઓ અને સરકારી તંત્રની મદદથી ફરી એક વખત સત્તા કબજે કરવામાં સફળ રહ્યા છે.
4. તાજમહેલથી પહેલાં ત્યાં શિવજીનું મંદિર હતું અને ટૂંક સમયમાં જ ત્યાં રામનો મહેલ હશે. રાજ્યમાં શિવાજીમાં વંશજો આવી ચુક્યા છે અને હવે તાજમહેલમાં રામ મહેલ બનાવવાનો સમય આવી ગયો છે.
દિગ્વિજય સિંહ અંગે કહ્યુ હતુ- 50 વર્ષ બાદ પુરુષોએ લગ્ન ન કરવા જોઈએ
કોંગ્રેસનાં સિનીયર નેતાં દિગ્વિજય સિંહનાં 70 વર્ષની ઉંમરે લગ્ન કરવા અંગે સુરેન્દ્ર સિેંહે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યુ કે છોકરીઓની લગ્નની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ, પરંતુ તેની સાથે-સાથે અન્ય એક કાયદો પણ બનવો જાઈએ કે 50 વર્ષ બાદ પુરુષોએ પણ લગ્ન ન કરવા જોઈએ. આ પણ એક સામાજીક કુપ્રથા છે અને એક ગુનો પણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.