તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Surat Became A Smart City By Making Money From Water, Purifying Contaminated Water And Selling It To Industries To Get Revenue; Among The States, Uttar Pradesh Won

સ્માર્ટ સિટી અવૉર્ડ કોન્ટેસ્ટ, 2020:પાણીમાંથી પૈસા બનાવી સુરત બન્યું સ્માર્ટ સિટી, દૂષિત પાણી શુદ્ધ કરી ઉદ્યોગોને વેચીને મેળવી રેવેન્યુ; રાજ્યોમાં ઉત્તરપ્રદેશે બાજી મારી

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્માર્ટ સિટી મિશન, અમૃત યોજના તથા પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાનાં 6 વર્ષ પૂરાં થયાં
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 જૂન, 2015ના રોજ આ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો હતો

કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી અવૉર્ડ કોન્ટેસ્ટ, 2020 અંગે ખાસ જાહેરાત કરી છે. દેશમાં સ્માર્ટ સિટી યોજના હેઠળ કામગીરીને લઈ રાજ્યોની યાદીમાં ઉત્તરપ્રદેશ પ્રથમ સ્થાન પર છે. મધ્યપ્રદેશને પહેલો અને તામિલનાડુને બીજું રનર અપ પસંદ કરવામાં આવ્યાં છે. સ્માર્ટ સિટીની શહેરોની યાદીમાં ગુજરાતનું સુરત શહેર અને મધ્યપ્રદેશનું ઈંદોર સંયુક્ત રીતે પ્રથમ સ્થાન પર છે.

વર્ષ 2019માં સુરત સ્માર્ટ સિટીમાં એકમાત્ર વિજેતા હતું. કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંડીગઢ પ્રથમ સ્થાન પર રહ્યું છે. સ્માર્ટ સિટી મિશન, અમૃત યોજના તથા પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાનાં 6 વર્ષ પૂરાં થયાં એ પ્રસંગે શુક્રવારે આ અવૉર્ડ્સની જાહેરાત થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 જૂન,2015ના રોજ આ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો હતો.

પર્યાવરણથી લઈ અનેક સુવિધાને આવરવામાં આવે છે સ્માર્ટ સિટીમાં
આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ એસ.પુરીએ આ અવૉર્ડની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે અમે વર્ષ 2018માં એની શરૂઆત કરી હતી. ઈન્ડિયા સિટીઝ અવૉર્ડ કોન્ટેસ્ટ મારફત શહેરોને એવી માહિતી આપવાની તક મળે છે કે તેમના તરફથી વ્યવસ્થાને સુધારવા માટે કયા નવા ઉપાયો કરવામાં આવ્યા છે. એના મારફત ઓળખ મળે છે અને અન્ય શહેરો તથા રાજ્યોને પણ પરસ્પર અનુભવ હાંસલ થાય છે કે તેઓ પોતાના લેવલ પર શું કરી શકે છે.

હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે આ વર્ષે કોરોનાનો સામનો કરવા માટે કન્ટ્રોલ સેન્ટર પણ આ માટે એક આધાર રહ્યો છે. આ ઉપરાંત ઈન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ, અર્બન એન્વાયર્નમેન્ટ, સ્માર્ટ વોટર મેનેજમેન્ટ, વેસ્ટ ટુ એનર્જી જનરેશન તથા અન્ય માપદંડોનો પણ સમાવેશ થાય છે.

સુરતને સ્માર્ટ સિટી અવૉર્ડ સન્માન અપાવનારની ખાસ વાત

  • સ્માર્ટ સિટી અવૉર્ડ, 2020 માટે 5 કેટેગરી નક્કી કરવામાં આવી છે. સુરત અને ઈંદોરને ફરી એક વખત સ્માર્ટ સિટી રેન્કિંગમાં સંયુક્ત રીતે મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે. આ અગાઉ વર્ષ 2018માં સુરતે આ અવૉર્ડ મેળવ્યો હતો. જોકે એ સમયે એ યાદીમાં પાછળ હતું. સુરતે રૂપિયા 2597 કરોડના પ્રોજેક્ટ પર કામ ચાલુ રાખ્યું છે.
  • સુરત સ્માર્ટ સિટીએ દૂષિત પાણીને પીવાલાયક બનાવ્યું છે અને એ ઔદ્યોગિક એકમોને વેચીને એમાંથી આવકનું સર્જન કર્યું છે. સુરતમાં ગટરના પાણીને ત્રીજા લેવલ સુધી શુદ્ધ કરીને શહેરની ડાઈંગ ફેક્ટરીને વેચવામાં આવી રહ્યું છે. જે આવકનું સર્જન થાયું છે એનાથી લોકોને કરવેરામાં લાભ થઈ રહ્યો છે.
  • શહેરમાં સ્માર્ટ કાર્ડ સિસ્ટમ મારફત સમગ્ર શહેરમાં બસોમાં યાત્રા કરી શકાય છે. ઈન્ટેલિજન્સ મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવ્યા છે, સોલર અને વિંડ પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યા છે, જેમાંથી વીજળીનું સર્જન કરવામાં આવી રહ્યું છે. શહેરના પર્યાવરણને શુદ્ધ રાખી શકાય છે. લોકોનાં ઘરોમાં ડ્યુઅલ વોટર સપ્લાય સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જેના મારફત પાણીની બચત થાય છે.

ઉત્તરપ્રદેશ મોખરાના સ્થાન પર

  • સ્માર્ટ સિટી મિશન હેઠળ સમગ્ર દેશમાં અત્યારે 100 સ્માર્ટ સિટી પર કામ કરવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશ તમામ રાજ્યોમાં પ્રથમ સ્થાન પર એટલા માટે આવ્યું છે, કારણ કે રાજ્યએ 10 સ્માર્ટ સિટી સાથે વધુ સાત સ્માર્ટ સિટી વિકસિત કરવાની દિશામાં કામ કરવાની શરૂઆત કરી દીધી છે.
  • અન્ય કોઈ રાજ્યોમાં આ કામ ઝડપથી થયું નથી. સ્માર્ટ સિટી બનારસ, કાનપુર, આગ્રા અને લખનઉ જેવાં શહેરોએ નિયત માપદંડો કરતાં વધારે સારું કામ કર્યું છે, જ્યારે નવા સાત સ્માર્ટ સિટી શહેરોમાં મેરઠ, ગાઝિયાબાદ, અયોધ્યા, ફિરોજાબાદ, મથુરા,વૃદાવન અને શાહજહાપુરનો સમાવેશ થાય છે.

9 શહેરને 4 સ્ટાર રેટિંગ
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, 70 સ્માર્ટ સિટીને પોતાનું ઈન્ટિગ્રેડેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર્સ ડેવલપ કર્યા છે. મિશન હેઠળ તૈયાર પાયાગત માળખા સાથે કોવિડ મેનેજમેન્ટ માટે પણ વોર રૂમ હેઠળ કામ કરી રહ્યા છે. આ સંજોગોમાં સેન્ટર તમામ 100 શહેરમાં ડેવલપ કરવામાં આવી રહ્યાં છે.

મિનિસ્ટ્રીએ ક્લાઈમેન્ટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક (CSCAF) 2.0 અંગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. એમાં 126 શહેરોએ ભાગ લીધો છે. 9 સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા શહેરને 4 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. એમાં સુરત, ઈંદોર, અમદાવાદ, પુણે, રાજકોટ, વિશાખાપટ્ટનમ, પિંપરી-ચિંચવાડ અને વડોદરાનો સમાવેશ થાય છે.