તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sending Notices To The Center, Asking For A National Plan On 4 Issues, Asked What Have You Prepared So Far For The Fight Against Corona?

ઓક્સિજન પર હાહાકાર:સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે પ્લાન માંગ્યો, કહ્યું-સ્થિતિ ભયંકર છે, દિલ્હી HCએ કહ્યું- સરકાર ધરતી-આકાશ એક કરી શકે છે

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કોર્ટે સમગ્ર દેશની હોસ્પિટલોમાં ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ અને જરૂરી દવાઓની સર્જાઈ રહેલી તંગી બાબતે નોંધ લીધી, વધુ સુનાવણી કાલે હાથ ધરાશે

કોરોનાનું વધતું જતું સંક્રમણ અને હોસ્પિટલમાં ઓક્સિજનની સાથે દવાઓની અછતને પગલે સુપ્રીમ કોર્ટ સખત થઈ છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ અંગે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટે કેન્દ્રને પૂછ્યું છે કે તેમની પાસે કોવિડ-19થી ઉગારવા માટે શું નેશનલ પ્લાન છે. કોર્ટે હરીશ સાલ્વેની અમિકસ ક્યૂરી તરીકે નિમણૂક કરી છે.

સુપ્રીમ કોર્ટે ચાર મહત્ત્વના મુદ્દા પર કેન્દ્ર સરકાર પાસે નેશનલ પ્લાન માગ્યો છે. તેમાં પ્રથમ- ઓક્સિજનનો સપ્લાઈ, બીજો- દવાઓનો સપ્લાઈ, ત્રીજો- વેક્સિન આપવાની રીત અને પ્રક્રિયા અને ચોથો- લોકડાઉન કરવાનો અધિકાર માત્ર રાજ્ય સરકારને જ હોય, કોર્ટને નહિ. હવે આ મામલાની આગામી સુનાવણી શુક્રવારે હાથ ધરાશે.

ઉધાર લો કે ચોરી કરો, જોકે ઓક્સિજન લઈને આવો
આ પહેલાં દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ઉધાર લો કે પછી ચોરી કરો, પરંતુ ઓક્સિજન લઈને આવો, અમે દર્દીઓને મરતા નહિ જોઈ શકીએ. બુધવારે દિલ્હીની કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનની તાત્કાલિક જરૂરિયાત સંબંધમાં સુનાવણી કરતાં દિલ્હી હાઈકોર્ટે આ ટિપ્પણી કરી હતી.

લોકડાઉનનો અધિકારો રાજ્યોની પાસે જ રહે
દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો કે કોવિડ-19ના દર્દીઓની સારવાર કરી રહેલી દિલ્હીની હોસ્પિટલોને કોઈપણ રીતે ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવે. આ અંગે કોર્ટે એ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે કેન્દ્ર સ્થિતિની ગંભીરતાને શા માટે સમજી રહી નથી. કોર્ટે નાસિકમાં પૂરતો ઓક્સિજન ન મળવાને કારણે થયેલા મોતનો પણ ઉલ્લેખ કર્યો.

ઉદ્યોગો ઓક્સિજન માટે ઘણા દિવસો સુધી રાહ જોઈ શકે છેઃ દિલ્હી હાઈકોર્ટ ​​​​
દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે ઉદ્યોગો ઓક્સિજન માટે ઘણા દિવસો સુધી રાહ જોઈ શકે છે, જોકે અહીં હાલની સ્થિતિ ખૂબ જ નાજુક અને સંવેદનશીલ છે. જો ટાટા કંપની તેના ઓક્સિજન ક્વોટાને ડાઇવર્ટ કરી શકે છે તો બીજા શા માટે આવું ન કરી શકે. શું માનવતાને કોઈ સ્થાન જ નથી. આ હાસ્યાસ્પદ છે.

કોર્ટે દિલ્હીની મેક્સ હોસ્પિટલની અરજી પર સુનાવણી કરી, જેણે 1400 કોવિડ દર્દીને બચાવવા માટે કોર્ટનો સહારો લીધો હતો. હોસ્પિટલે દાવો કર્યો કે તેની પાસે પર્યાપ્ત ઓક્સિજ નથી. આ અંગે કોર્ટે અચરજ વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેના આદેશ પર હોસ્પિટલોને ઓક્સિજન અપાઈ રહ્યો નથી.