• Gujarati News
  • National
  • Supreme Court Verdict Updates; Sc Dismissed Plea Alleging Bias In Listing Of Cases By Its Registry Officials

કેસના લિસ્ટિંગમાં પક્ષપાતનો આરોપ:SCએ અરજી ફગાવી, વકીલને 100 રૂપિયાનો દંડ ફટકાર્યો, કહ્યું- આવી અરજીઓનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે

નવી દિલ્હી2 વર્ષ પહેલા
સુપ્રીમ કોર્ટે 19 જૂને પણ આ અંગે સુનાવણી કરી હતી ત્યારે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો
  • વકીલ રીપલ કંસલે અરજી કરી કહ્યું હતું કે, રજિસ્ટ્રી અધિકારી પ્રભાવશાળી વકીલોને પ્રાથમિકતા આપે છે
  • સુપ્રીમ કોર્ટે અરજી અંગે નારાજગી વ્યક્ત કરી, કહ્યું-રજિસ્ટ્રી અધિકારી અરજદારના ભલા માટે દિવસ રાત કામ કરે છે

સુપ્રીમ કોર્ટે સોમવારે કેસના લિસ્ટિંગમાં પક્ષપાતનો આરોપ લગાવનારી અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ એસએ નજીરની બેંચે આવી અરજી દાખલ કરવા માટે રીપલ કંસલને 100 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. બેંચે કહ્યું હતું કે, આ પ્રકારની અરજીઓનો ટ્રેન્ડ બની ગયો છે. રજિસ્ટ્રી વિભાગના અધિકારી અરજદારો અને વકીલોના ફાયદા માટે દિવસ રાત કામ કરે છે.

બેંચે કહ્યું- આરોપમાં કોઈ આધાર નથી 
કંસલે કહ્યું હતું કે, ટેકનીકલ ખામીના કારણે બેંચે વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમનો નિર્ણય નથી સંભળાવ્યો. બેંચે ફોન પર આ અંગેની માહિતી આપી હતી. કોર્ટે કહ્યું કે, આ આરોપોમાં કોઈ આધાર નથી. કંસલે તેની અરજીમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રી અધિકારી કેસના લિસ્ટિંગ દરમિયાન પ્રભાવશાળી વકીલો અને અરજદારોને પ્રાથમિકતા આપે છે.

રજિસ્ટ્રીને આદેશ આપવાની અપીલ કરાઈ હતી 
અરજીમાં માંગ કરાઈ હતી કે સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી વિભાગના અધિકારીઓને આદેશ આપે કે આવા મુશ્કેલ સમયમાં જ્યારે વર્ચુઅલ કોર્ટ ચલાવવી પડી રહી છે, ત્યારે પ્રભાવશાળી વકીલો અને અરજદારોના કેસના લિસ્ટિંગને પ્રાથમિકતા ન આપવામાં આવે. આ ઉપરાંત સેક્રેટરી અને અન્ય અધિકારીઓને પણ આદેશ આપવામાં આવે કે ઓછા પ્રભાવશાળી વકીલો અને અરજદારો સાથે ભેદભાવ કરવાનું બંધ કરવામાં આવે. 

પક્ષપાત કરનારા અધિકારીઓ પર કાર્યવાહી કરવાની કોઈ વ્યવસ્થા નથીઃ અરજદાર
અરજીમાં કહેવાયું હતું કે, એવા રજિસ્ટ્રી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની કોઈ વ્યવસ્થા નથી, જે લો ફર્મ, વકીલોના પક્ષમાં કામ કરે છે અને તેનું કારણ એવા અધિકારી જ જણાવી શકે છે.આવા અધિકારીઓને કહેવામાં આવે કે સામાન્ય વકીલો અને અરજદારોના મામલામાં કારણ વગર ખામીઓ ન કાઢે. આ ઉપરાંત વધારાની કોર્ટ ફી અને અન્ય રકમ પરત આપવામાં આવે. બેંચે 19 જૂને પણ આ અંગે સુનાવણી કરી હતી. પરંતુ ત્યારે નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...