લખીમપુર કેસમાં સુનાવણી:સુપ્રીમ કોર્ટે યુપી સરકારની ઝાટકણી કાઢીઃ જો તમે છેલ્લી ઘડીએ રિપોર્ટ આપશો તો એને કેવી રીતે વાંચી શકીશું, રાત્રે 1 વાગ્યા સુધી રાહ જોઈ હતી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કોર્ટે યુપી સરકારને કહ્યું, આ કેસમાં અન્ય સાક્ષીઓનાં નિવેદન કેમ નથી લીધાં

યુપીના લખીમપુર હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી કરવામાં આવી છે. કોર્ટે આ મામલે મોડેથી અહેવાલ દાખલ કરવા બદલ યુપી સરકારને ઠપકો આપ્યો છે. ચીફ જસ્ટિસ એનવી રમણાએ યુપી સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ હરીશ સાલ્વેને જણાવ્યું હતું કે અમે ગઈકાલે રાત્રે 1 વાગ્યા સુધી તમારા જવાબની રાહ જોઈ હતી.

સાલ્વેએ કહ્યું હતું કે અમે ગઈકાલે સીલબંધ કવરમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. આના પર ચીફ જસ્ટિસે કહ્યું હતું કે જો તમે છેલ્લી ઘડીએ રિપોર્ટ આપો તો અમે એને કેવી રીતે વાંચી શકીશું? ઓછામાં ઓછો એક દિવસ પહેલાં રિપોર્ટ આપવો જોઈએ. કોર્ટે એ પણ પૂછ્યું છે કે યુપી સરકારે આ કેસમાં અન્ય સાક્ષીઓનાં નિવેદન કેમ નથી લીધાં. કોર્ટે કહ્યું હતું કે તમે અત્યારસુધીમાં 164માંથી 44 સાક્ષીની જ પૂછપરછ કરી છે, આવું કેમ?

કોર્ટે પૂછ્યું છે કે આ કેસમાં કેટલા આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને કેટલા ન્યાયિક કસ્ટડીમાં છે? કારણ કે જ્યાં સુધી પોલીસ તેમની પૂછપરછ નહીં કરે ત્યાં સુધી અમને આ મુદ્દે વધારે માહિતી મળી શકશે નહીં, સાથે જ કોર્ટે સલાહ પણ આપી છે કે એ એક અનંત કહાની ન હોવી જોઈએ. તેમને સાક્ષીઓનાં નિવેદન નોંધવા માટે કહો, આ સાથે કોર્ટે જણાવ્યું હતું કે સાક્ષીઓની સુરક્ષાનો મુદ્દો પણ મહત્ત્વનો છે.

છેલ્લી સુનાવણીમાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી
લખીમપુર કેસની છેલ્લી સુનાવણી દરમિયાન પણ સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને તપાસ અંગે નારાજગી વ્યક્ત કરીને સખત ઠપકો આપ્યો હતો. કોર્ટે યુપી સરકારના વકીલ હરીશ સાલ્વેને પૂછ્યું હતું કે હત્યાનો કેસ નોંધાયા પછી પણ આરોપીની ધરપકડ કેમ કરવામાં આવી નથી. આમ કરીને તમે કયો સંદેશ આપવા માગો છો?

બીજી તરફ, SITને લખીમપુર હિંસા દરમિયાન ફાયરિંગ થવાના પુરાવા મળ્યા છે. હજી એ સ્પષ્ટ થવાનુ બાકી છે કે ગોળી કોની-કોની બંદૂકમાંથી ચાલી છે? એના માટે પોલીસ બેલિસ્ટિક રિપોર્ટની રાહ જોઈ રહી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના આરોપી પુત્ર આશિષને બાદ કરતાં તમામે એ વાત કબૂલી છે કે તેઓ એ સમયે ઘટનાસ્થળે હતા. તેમણે એ પણ કહ્યું છે કે તેઓ ડેપ્યુટી સીએમ કેશવ મૌર્યની આગેવાની માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને ભીડે ઘેરી લીધા અને ભીડથી બચવા માટે તેમણે ફાયરિંગ કર્યું હતું.

હવે સવાલ એ છે કે ડેપ્યુટી સીએમની આગેવાની માટે જતી વખતે હથિયાર લઈ જવાની શી જરૂર હતી? આ એ સવાલ છે જે સમગ્ર મામલામાં મંત્રીના પુત્ર અને તેના સાથીઓની દાનત પર પ્રશ્નાર્થ કરે છે.

અન્ય સમાચારો પણ છે...