• Gujarati News
  • National
  • Supreme Court Sentences Vijay Mallya To 4 Months In Jail And Fines Him Rs 2,000 In Defamation Case

માલ્યાને 2 હજાર રૂપિયાનો દંડ:સુપ્રીમ કોર્ટે અવમાનના કેસમાં 4 મહિનાની સજા કરી; કહ્યું- સજા જરૂરી, કારણ કે માલ્યાને પસ્તાવો નથી

નવી દિલ્હી3 મહિનો પહેલા

સુપ્રીમ કોર્ટે સોમવારે શરાબ કારોબારી વિજય માલ્યાને અવમાનનાના આરોપમાં ચાર મહિનાની જેલ અને 2000 રૂપિયાની સજા સંભળાવી છે. બેન્ચે કહ્યું- સજા જરૂરી છે કારણ કે માલ્યાને કોઈ પસ્તાવો નથી. જો દંડ ચુકવવામાં આવશે નહિ તો વધુ 2 મહિનાની સજા થશે.

માલ્યાને 4 સપ્તાહની અંદર વ્યાજની સાથે 40 મિલિયન ડોલર(લગભગ 317 કરોડ રૂપિયા) પરત કરવાનું કહેવામાં આવ્યું છે, જે તેણે પોતાના છોકરાના વિદેશી એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. આમા ન કરવા પર તેની સંપત્તિને જપ્ત કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટેમાં જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાવાળી 3 જજની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો છે.

માલ્યાએ પૈસાની ખોટી માહિતી આપી
કેન્દ્રએ કહ્યું હતું કે માલ્યાએ વિદેશી ખાતાંમાં પૈસા ટ્રાન્સફર કરવાને લઈને કોર્ટને ખોટી માહિતી આપી હતી. આ સિવાય તેણે 5 વર્ષથી કોર્ટમાં હાજર ન થઈને અવમાનને વધુ આગળ વધારી છે. માલ્યાને 9 મે 2017ના રોજ સુપ્રીમ કોર્ટે અવમાનના દોષિત ઠેરવીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. કોર્ટે 10 માર્ચે માલ્યાની સજા પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. તેને ડીએગો ડીલના 40 મિલિયન ડોલરને તેમના પોતાનાં બાળકોના વિદેશી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા અને સંપત્તિની યોગ્ય માહિતી ન આપવા બદલ કોર્ટની અવગણનાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

માલ્યાએ 9,000 કરોડ રૂપિયા ચૂકવ્યા નહોતા
ભારતીય સ્ટેટ બેન્કના નેતૃત્વમાં બેન્કના એક કન્સોર્ટિયમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે માલ્યા 9,000 કરોડ રૂપિયાથી વધુની લોનના રિપેમેન્ટ પર કોર્ટના આદેશનું પાલન કરતા નથી. માલ્યા માર્ચ 2016થી યુકેમાં છે. તેઓ હાલ જામીન પર છે.

કોર્ટે 10 માર્ચે માલ્યાની સજા સામે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે 5 વર્ષ પહેલાં 9 મે 2017ના રોજ વિજય માલ્યાને કોર્ટના આદેશની અવમાનના દોષિત ગણાવીને તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. હકીકતમાં વિજય માલ્યાએ તેમની સંપત્તિની સંપૂર્ણ માહિતી એ બેન્કો અને સંબંધિત અધિકારીઓને આપી નહોતી, જેમાં તેમણે કરોડો અબજોનું ધિરાણ લીધું હતું.

SBI સહિત 13 બેન્કે કરી હતી અરજી
માલ્યા વિરુદ્ધ SBIના નેતૃત્વમાં 13 બેન્કે લંડનની કોર્ટમાં અરજી કરી હતી. એમાં બેન્ક ઓફ બરોડા, કોર્પોરેશન બેન્ક, ફેડરલ બેન્ક લિમિટેડ, આઈડીબીઆઈ બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, જમ્મુ અને કાશ્મીર બેન્ક, પંજાબ એન્ડ સિંધ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, યુકો બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને જેએમ ફાઈનાન્શિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની પ્રાઈવેટ લિમિટેડની સાથે-સાથે વધુ એક લેન્ડર આ કેસમાં મુખ્ય અરજદાર તરીકે હતા.

અન્ય સમાચારો પણ છે...