• Gujarati News
  • National
  • Supreme Court Seeks Reply From Center Delhi Government By Tomorrow; The Supreme Court Has Said That Strict Action Should Be Taken Against Vehicles And Power Plants

દિલ્હીમાં પ્રદૂષણ:સુપ્રીમકોર્ટે આવતીકાલ સુધીમાં કેન્દ્ર-દિલ્હી સરકાર પાસેથી જવાબ માગ્યો; સુપ્રીમે કહ્યું- વાહનો અને પાવર પ્લાન્ટ સામે કડક કાર્યવાહી કરો

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કેજરીવાલ સરકારે સુપ્રીમકોર્ટમાં કહ્યું- અમે સંપૂર્ણ લોકડાઉન માટે તૈયાર છીએ

પ્રદૂષણની સમસ્યા પર સુપ્રીમકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારની ઝાટકણી કાઢી છે. પ્રદૂષણ મુદ્દે સુનાવણી દરમિયાન કોર્ટે બંને સરકારોને કહ્યું હતું કે તેઓ વહેલી તકે પ્રદૂષણ રોકવા માટે કડક પગલાં ઉઠાવે. કોર્ટે દિલ્હી સરકાર પાસેથી આવતીકાલ સુધીમાં જવાબ માગ્યો છે, જ્યારે કેન્દ્ર સરકારને ઈમર્જન્સી બેઠક બોલાવીને દિલ્હી, પંજાબ અને હરિયાણાની સરકારે એકસાથે બેસીને પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટને જણાવ્યું હતું કે દિલ્હી અને ઉત્તરીય રાજ્યોમાં હાલમાં પરાલી સળગાવવામાં આવે છે એ પ્રદૂષણનું મુખ્ય કારણ નથી, કારણ કે એ પ્રદૂષણમાં માત્ર 10%નો જ ભાગ છે.

સુપ્રીમકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી આવતીકાલ સાંજ સુધીમાં જવાબ માગ્યો છે કે કયા ઉદ્યોગોને રોકી શકાય છે, કયાં વાહનોને ચાલતાં અટકાવી શકાય છે અને કયા પાવર પ્લાન્ટને રોકી શકાય છે અને ત્યાં સુધી તમે વૈકલ્પિક વીજળી કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકો છો, સાથે જ વર્ક ફ્રોમ હોમનો અમલ કરવાનું પણ ધ્યાનમાં લો. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે વાયુ પ્રદૂષણ માટે સૌથી વધુ જવાબદાર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગો અને પરિવહનનાં સાધનો છે. કેટલાક વિસ્તારોમાં વાયુ પ્રદૂષણમાં પરાલી સળગાવવાનો પણ ફાળો છે.

દિલ્હી સરકારે કોર્ટમાં કહ્યું- લોકડાઉન માટે અમે તૈયાર છીએ
દિલ્હી સરકારે સુપ્રીમકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું છે કે તેઓ પ્રદૂષણને રોકવા માટે સંપૂર્ણ લોકડાઉન જેવાં પગલાં લેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સાથે સરકારે એમ પણ કહ્યું છે કે આવાં પગલાં થોડા સમય માટે જ અસર કરશે. કેજરીવાલ સરકારે કહ્યું હતું કે દિલ્હીની સાથે સાથે NCR ક્ષેત્રમાં પણ લોકડાઉન લાગુ કરવાની જરૂર છે, તો જ આવાં પગલાંની અસર થશે. દિલ્હી સરકારે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે તેઓ દિલ્હીને NCRનો જ ભાગ માની લે અને આખા NCRમાં લોકડાઉન લગાવી દે.

દિલ્હીમાં રવિવારે થોડો સુધારો થયો હતો હવાની ગુણવત્તામાં
રવિવારે દિલ્હીની હવાની ગુણવત્તામાં થોડો સુધારો જોવા મળ્યો હતો. શનિવારનો AQI 437 હતો, જ્યારે રવિવારનો 24-કલાકનો સરેરાશ AQI 330 હતો. હવાની ગુણવત્તા ટ્રેકિંગ વેબસાઇટ સફરનો દાવો છે કે હવાની ગુણવત્તામાં આ સુધારો હરિયાણા અને પંજાબમાં પરાલી સળગાવવાની પ્રવૃતિઓમાં ઘટાડો થયા બાદ આવ્યો છે. શુક્રવારે AQI 471 હતો, જે આ સીઝનમાં અત્યારસુધીનો સૌથી ખરાબ હતો. SAFAR એ પણ માહિતી આપી હતી કે 16 નવેમ્બરની રાતથી પ્રદૂષણ વધવાની સંભાવના છે.

દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે કહ્યું હતું કે તેઓ આજે સુપ્રીમકોર્ટમાં પ્રદૂષણને વધુ ઘટાડવા માટે લોકડાઉનનો પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહ્યા છે. નવી દિલ્હી નજીકનાં શહેરો ગાઝિયાબાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 331, ગુરુગ્રામમાં 287, નોઈડામાં 321, ફરીદાબાદમાં 298 અને ગ્રેટર નોઈડામાં 310 છે.

16-17 નવેમ્બર દરમિયાન હવાની ગુણવત્તા બગડી શકે છે
જો આગામી બે દિવસમાં પરાલી સળગાવવાની પ્રવૃત્તિઓ નહીં વધે તો દિલ્હીની હવાની ગુણવત્તા સારી થઈ જશે. 16 નવેમ્બરની રાતથી હવાની ગુણવત્તા બગડવાની શક્યતા છે. આ એટલા માટે છે, કારણ કે હવાનો પ્રવાહ બંધ થઈ શકે છે. 17 નવેમ્બરે હવાની ગુણવત્તા અત્યંત નબળી શ્રેણીમાં રહેવાની ધારણા છે.

ગાઝિયાબાદના સિદ્ધાર્થ વિહારમાં સવારે પ્રદૂષણને કારણે ધુમ્મસ છવાયું છે.
ગાઝિયાબાદના સિદ્ધાર્થ વિહારમાં સવારે પ્રદૂષણને કારણે ધુમ્મસ છવાયું છે.

હરિયાણા સરકારે ચાર જિલ્લામાં શાળાઓ બંધ કરી
દિલ્હી-એનસીઆરમાં બગડતી પ્રદૂષણની સ્થિતિને કારણે હરિયાણા સરકારે રાજ્યના ચાર જિલ્લા- ગુરુગ્રામ, સોનીપત, ફરીદાબાદ અને ઝજ્જરમાં શાળાઓને બંધ કરી દીધી છે. આ ચાર જિલ્લા NCR હેઠળ આવે છે. આ સાથે તમામ સરકારી અને ખાનગી ઓફિસોને પણ કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.

હરિયાણા સરકારે વધતા પ્રદૂષણને કારણે આ નિર્ણય લીધો છે. દિલ્હી સરકાર પહેલેથી જ આ નિર્ણય લઈ ચૂકી છે. હરિયાણા સરકારે તાત્કાલિક અસરથી નવા નિર્દેશો લાગુ કર્યા છે. આ સૂચનાઓ 17 નવેમ્બર સુધી અમલમાં રહેશે.

પર્વતીય પ્રદેશોમાં ફરવા જઇ રહ્યા છે લોકો

દિલ્હી સહિત ઘણાં રાજ્યોમાં વધી રહેલા પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે પ્રવાસીઓ શિમલાની મુલાકાતે પહોંચ્યા છે.
દિલ્હી સહિત ઘણાં રાજ્યોમાં વધી રહેલા પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે પ્રવાસીઓ શિમલાની મુલાકાતે પહોંચ્યા છે.

દેશના ઘણા ભાગોમાં ખરાબ હવાને કારણે મોટી સંખ્યામાં લોકો પર્વતીય પ્રદેશોમાં ફરવા જઇ રહ્યા છે. શિમલાના હોટલ-ડ્રાઈવરે કહ્યું હતું કે હાલમાં હોટલો દરરોજ 70-80% સુધી ફુલ છે. દિવાળી પછી હોટલોનું બુકિંગ વધ્યું છે. હિમાચલનો AQI પડોશી રાજ્યો કરતાં ઘણો સારો છે. આવી સ્થિતિમાં પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે પ્રવાસીઓ અહીં સારી હવા લેવા માટે આવી રહ્યા છે.

આ રીતે હવાની ગુણવત્તા ઓળખવામાં આવે છે

  • 0થી 50 ની વચ્ચેનો AQI સારો માનવામાં આવે છે
  • 51થી 100ની વચ્ચેનો AQI સંતોષજનક માનવામાં આવે છે
  • 101થી 200ની વચ્ચેનો AQI સામાન્ય માનવામાં આવે છે
  • 201થી 300ની વચ્ચેનો AQI ખરાબ માનવામાં આવે છે
  • 301થી 400ની વચ્ચેનો AQI ખૂબ જ ખરાબ માનવામાં આવે છે
  • 401થી 500ની વચ્ચેનો AQI ગંભીર સ્થિતિ માનવામાં આવે છે
અન્ય સમાચારો પણ છે...