સુપ્રીમકોર્ટે NEET PG-2021ની ખાલી બેઠકો ભરવા માટે વિશેષ કાઉન્સેલિંગની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કાઉન્સેલિંગ બાદ પણ નીટ-પીજી 2021ની 1,456 બેઠકો ખાલી છે. એવામાં એક સ્પેશિયલ સ્ટ્રે રાઉન્ડ કાઉન્સેલિંગ થવું જોઇએ. તેનો મેડિકલ કાઉન્સેલિંગ કમિટીએ વિરોધ કર્યો હતો.
જસ્ટિસ એમ.આર.શાહની બેન્ચે કહ્યું હતું કે, કેન્દ્ર અને મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ કાઉન્સેલિંગ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને મનસ્વી ના ગણી શકાય. અભ્યાસની ગુણવત્તા સાથે કોઇ સમાધાન ના કરી શકાય, કારણ કે તેની સમાજમાં વ્યાપકપણે અસર જોવા મળી શકે છે. આ પહેલાં MCCએ એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે જે સોફ્ટવેરનો કાઉન્સેલિંગ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો તે બંધ થઇ ચૂક્યું છે તેવામાં કાઉન્સેલિંગ સંભવ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.