• Gujarati News
  • National
  • Supreme Court Says Issue Notification Of Cancellation Of Board Exam; Both The Boards Said That The Result Of Std. 10 And 12 Will Come By July 15

ICSE-CBSE પરીક્ષા અંગે ચુકાદો:સુપ્રીમ કોર્ટે કહ્યું- બોર્ડ એક્ઝામ રદ્દ થવાનું નોટિફિકેશન બહાર પાડો; બન્ને બોર્ડે કહ્યું- ધો.10 અને 12નું રિઝલ્ટ 15 જુલાઈ સુધીમાં આવશે

નવી દિલ્હી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુરુવારે CBSEએ કોરોનાના વધતા કેસના કારણે ધો.10 અને ધો.12ના બાકી પેપર રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો
  • ICSEએ પણ ધો.10 અને ધો.12 બોર્ડની એક્ઝામ રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે વિદ્યાર્થીઓને પાછળથી પેપર આપવાનો વિકલ્પ આપવા નથી ઈચ્છતું

ICSE અને CBSE બોર્ડની ધો.10 અને ધો.12ની બાકી રહેલી પરીક્ષાને લઈને  શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જસ્ટિસ એએમ ખાનવિલકરની આગેવાનીવાળી 3 જજની બેંચે કેન્દ્ર અને CBSEને કહ્યું કે પરીક્ષા રદ્દ કરવાનું નોટિફિકેશન બહાર પાડો. સાથે એમ પણ કહ્યું કે એસેસમેન્ટના આધારે વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાની દિશામાં આગળ વધો.

આ સાથે જસ્ટિસ એએમ ખાનવિલકર, દિનેશ માહેશ્વરી અને સંજીવ ખન્નાની ત્રણ જજની બેંચે અન્ય કોર્ટમાં આ વિષય પર વિચારાધીન દરેક કેસને ડિસ્પોઝ-ઓફ કરી દીધા છે.

પરીણામ 15 જૂલાઈ સુધીમાં, વૈકલ્પિક પરીક્ષા બાળકો ઉપર નિર્ભર
ICSE અને CBSEએ કોર્ટને કહ્યું કે ધો.10 અને ધો.12ના પરીણામ 15 જુલાઈ સુધીમાં બહાર પડાશે. CBSE અને કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે એસેસમેન્ટ સ્કીમમાં વિદ્યાર્થીની પાછળની ત્રણ પરીક્ષાના માર્ક્સને આધાર મનાશે.

CBSE બોર્ડ તરફથી સુપ્રીમ કોર્ટમાં જણાવાયું કે જો વિદ્યાર્થીઓ ઈચ્છે તો તેમના પ્રદર્શનને સારું બનાવવા માટે CBSE દ્વારા વૈકલ્પિક પરીક્ષા યોજાશે. એ વિદ્યાર્થીઓના પરીણામને પણ બીજા વિદ્યાર્થીઓના પરીણામ સાથે જાહેર કરાશે.

ICSEએ કહ્યું- અમારું અને CBSEનું સોગંદનામું એક જેવું
ICSEની બાકીની પરીક્ષાને લઈને બોર્ડે કોર્ટમાં કહ્યું કે ધો.10ના વિદ્યાર્થીઓને પણ પાછળથી પરીક્ષા આપવાનો વિકલ્પ આપી શકીએ છીએ. બોર્ડે એમ પણ કહ્યું 'એવરેજિંગ માર્ક' ફોર્મ્યુલા CBSEથી અલગ છે. બોર્ડના વકીલ જયદીપ ગુપ્તાએ કહ્યું કે મેં CBSEનું સોગંદનામુ વાંચ્યું છે અને અમારું પણ તેના જેવું જ છે.

ગુરુવારે પરીક્ષા રદ્દ કરવાનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો
CBSEએ કોરોના સંક્રમણના કેસ વધતા ધો.10 અને ધો.12ની પરીક્ષામાં બાકીના પેપર રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો.આ બન્ને ધોરણમાં 29 વિષયના પેપર 1થી 15 જુલાઈ વચ્ચે લેવાના હતા. સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી દરમિયાન બોર્ડ તરફથી સરકારને જણાવાયું કે હવે ધો. 12ના વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ તેમની ત્રણ એક્ઝામના આધારે થશે. પાછળથી તેઓ પેપર પણ આપી શકશે.

CBSE બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપાયેલા ડ્રાફ્ટના મુખ્ય 7 પોઈન્ટ
1. ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓની 1થી 15 જુલાઈ વચ્ચે યોજાનાર તમામ પરીક્ષા રદ્દ કરાઈ છે.
2. પરીક્ષા રદ્દ થયા પછી ધો.10 અને ધો.12નું પરીણામ CBSEની કમ્પીટેંટ કમિટી દ્વારા બતાવવામાં આવેલી એસેસમેન્ટ સ્કીમના આધારે બહાર પડાશે.
3.એસેસમેન્ટ સ્કીમ દ્વારા તૈયાર કરાયેલું પરીણામ 15 જુલાઈ 2020 સુધીમાં જાહેર કરાશે.,જેના આધારે વિદ્યાર્થીઓ દેશ-વિદેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં એડમિશન માટે આવેદન કરી શકશે.
4. વિદ્યાર્થીઓ માટે 1થી 15 જુલાઈ વચ્ચે લેવાનાર પેપર માટે સ્થિતિ સામાન્ય થયા પછી ઓપ્શનલ એક્ઝામિનેશનનું પણ આયોજન કરાશે. આ પરીક્ષામાં એ વિદ્યાર્થીઓ સામેલ થઈ શકે છે જેઓ એસેસમેન્ટ સ્કીમના પરીણામથી ખુશ ન હોય.આવામાં ઓપ્શનલ એક્ઝામિનેશનમાં મળેલા માર્ક્સને ફાઈનલ ગણવામાં આવશે.
5.ધો.10 વિદ્યાર્થીઓ માટે બીજી કોઈ પરીક્ષા યોજાશે નહીં. તેમની પરીણામ CBSEની એસેસમેન્ટ સ્કીમના આધારે નક્કી કરાશે.
6. ધો. 12ના વિદ્યાર્થી વૈકલ્પિક પરીક્ષામાં હાજર નથી રહેતા તો તેમનું પરીણામ પણ CBSEની માર્કિંગ સ્કીમના આધારે નક્રી કરાશે.
7. CBSEની નવી એસેસમેન્ટ સ્કીમ:
(a)ધો.10 અને ધો.12ના એ વિદ્યાર્થીઓ કે જેમણે પોતાની તમામ પરીક્ષા પૂર્ણ કરી લીધી છે, તેમનું પરીણામ તેમના પ્રદર્શનના આધારે જાહેર કરાશે.
(b)એ બધા વિદ્યાર્થીઓ કે જેમણે પરીક્ષામાં ત્રણથી વધારે વિષયના પેપર આપ્યા છે, તેમાંથી ત્રણ વિષયમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિષયોના માર્ક્સની એવરેજ એ વિષયમાં અપાશે જેમની પરીક્ષા બાકી છે.
(c)એ વિદ્યાર્થીઓ માટે કે જેઓ માત્ર ત્રણ પેપરમાં હાજર રહ્યા છે, તેમાં બે વિષયના સારા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને બાકી રહેલા વિષયમાં માર્ક્સ અપાશે.
(d)દિલ્હીમાં ધો. 12માં એવા વિદ્યાર્થીઓ ઘણા ઓછા છે જેઓએ માત્ર એક કે બે વિષયની પરીક્ષા આપી હોય.તેમનું પરીણામ ઈન્ટરનલ, પ્રક્ટિકલ, પ્રોજેક્ટ એસેસમેન્ટના પ્રદર્શનના આધારે જાહેર કરાશે.