તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Supreme Court Has Said That The One Nation One Ration Card Scheme Will Be Implemented Till July 31. By This Date, The Registration Portal For Workers Will Be Set Up.

મજૂરોને રાહત આપવાની ડેડલાઈન નક્કી:સુપ્રીમ કોર્ટે કહ્યું- 31 જુલાઈ સુધી વન નેશન-વન રેશન કાર્ડની સ્કીમ લાગુ કરો, આ તારીખ સુધીમાં રજિસ્ટ્રેશન પોર્ટલ પણ તૈયાર કરવામાં આવે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • ગત સુનાવણીમાં કોર્ટ સમક્ષ બંગાળે કહ્યું હતું કે આધારના સીડિંગ ઈશ્યુને લઈને અમે હાલ સ્કીમને પોતાના રાજ્યમાં લાગુ નહી કરી શકીએ

સુપ્રીમ કોર્ટે મંગળવારે અસંગઠિત વિસ્તારના મજૂરોને રાહત આપવા માટેની ડેડલાઈન નક્કી કરી દીધી છે. કોર્ટે રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોને કહ્યું છે કે, તેઓ 31 જુલાઈ સુધી વન નેશન વન રેશન કાર્ડની સ્કીમ લાગુ કરી દેશે. કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, NIC સાથે મળીને અસંગઠિત રજિસ્ટ્રેશન મટે પોર્ટલ ડેવલપ કરે જેથી સ્કીમનો ફાયદો લઈ શકાય. સુપ્રીમ કોર્ટે તે માટે 31 જુલાઈ સુધીની ડેડલાઈન આપી છે.

તે ઉપરાંત કોર્ટે રાજ્યોને કહ્યું છે કે, ત્યાં સુધી કોમ્યુનિટી કિચન ચલાવવા જોઈએ. હજી સુધી દેશમાં મહામારીની સ્થિતિ ખતમ નથી થઈ. ગઈ સુનાવણી પણ કોર્ટે ચિંતા જાહેર કરતા કહ્યું હતું કે, કોઈ મજૂર અને તેનો પરિવાર ભૂખ્યો ના રહે.

ગત સુનાવણીમાં બે મુદ્દાઓ પર નારાજ થઈ હતી કોર્ટ
વન નેશન-વન રેશન કાર્ડ
ગત સુનાવણીમાં કોર્ટ સમક્ષ બંગાળે કહ્યું હતું કે આધારના સીડિંગ ઈશ્યુને લઈને અમે હાલ સ્કીમને પોતાના રાજ્યમાં લાગુ નહી કરી શકીએ. આ મામલે કોર્ટે નારાજગી જાહેર કરી હતી અને કહ્યું હતું- આ અંગે કોઈ પણ બાનુ ન બનવું જોઈએ. બંગાળે આ સ્કીમને લાગુ કરવી જોઈએ, કારણ કે તે મજૂરોની ભલાઈ માટે છે. તમામ રાજ્યોએ આ સ્કીમને આવશ્યક રીતે લાગુ કરવી જોઈએ.

રજિસ્ટ્રેશન સોફ્ટવેર
મજૂરોના રજિસ્ટ્રેશન માટે સોફ્ટવેર બનાવવામાં મોડુ કરવા પર કોર્ટે નારાજગી જાહેર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે તેનાથી સમગ્ર દેશમાં ડેટાબેઝ તૈયાર થઈ શકશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સવાલ કર્યો હતો કે સોફ્ટવેર ન હોવા પર કેન્દ્ર નવેમ્બર સુધી તે મજૂરો સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ફ્રી રેશન કઈ રીતે પહોંચાડશે, જેમનુ રેશન કાર્ડ જ નથી? હજી સુધી સોફ્ટવેર બની શક્યું નથી? હજી પણ તમને 3-4 મહિના શાં માટે જોઈએ?

મજૂરોને રાહત આપવા પર કરી હતી મોટી ટિપ્પણી
પ્રવાસી મજૂરોના રોજગાર અને રેશનને લઈને સુપ્રીમ કોર્ટે પ્રથમ સુનાવણીમાં મોટી ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશની સરકારો રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર(NCR)માં આવનારા જિલ્લાઓમાં સામુહિક રસોઈ ખોલે, જેથી મજૂર અને તેમના પરિવારને બે ટાઈમનું ખાવાનું મળી શકે. પ્રવાસી મજૂર પૈસા અને રોજગાર વગર કઈ રીતે ગુજરાન ચલાવશે? હાલ કઈક તો સહારો આપવો જોઈએ. તમારે કઠોર સત્યને સમજવું પડશે. તાત્કાલિક રાહતને તાત્કાલિક આપવી જોઈએ.