તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Supreme Court Rejects Petition Filed On January 26 Violence In Delhi, CJI Says Government Is Doing Its Job

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેક્ટર રેલીમાં ઉપદ્રવનો મામલો:26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસા પર સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી ફગાવાઈ, CJIએ કહ્યું-સરકાર પોતાનું કામ કરી રહી છે

નવી દિલ્હીએક મહિનો પહેલા
26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન કેટલાક ઉપદ્રવી લાલ કિલ્લામાં ઘૂસી ગયા હતા. તેમણે અહીં ધાર્મિક ઝંડો લગાવી દીધો હતો. - Divya Bhaskar
26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન કેટલાક ઉપદ્રવી લાલ કિલ્લામાં ઘૂસી ગયા હતા. તેમણે અહીં ધાર્મિક ઝંડો લગાવી દીધો હતો.

ગણતંત્ર દિવસે કિસાન ટ્રેક્ટર રેલી દરમિયાન દિલ્હીમાં થયેલી હિંસાની તપાસની માગને સુપ્રીમ કોર્ટે બુધવારે ફગાવી દીધી. અરજીઓમાં મામલાની તપાસ રિટાયર્ડ જજો પાસે કરાવવા કહેવાયું હતું. ચીફ જસ્ટિસ (CJI) એસ એ બોબડેએ કહ્યું કે સરકાર આ મામલે પોતાનું કામ કરી રહી છે. તપાસમાં કોઈ ખામી નથી. CJIએ આગળ કહ્યું, ‘સરકારે આને ખૂબ ગંભીરતાથી લીધું છે. આપણે વડાપ્રધાનનું નિવેદન પણ સાંભળ્યું છે. તેમણે કહ્યું છે કે કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. આથી સરકારને તેની તપાસ કરવા દો.’

કમિટી બનાવીને તપાસ કરાવવાની માગ કરી હતી
વકીલ વિશાલ તિવારીએ દિલ્હીમાં હિંસાના મામલે તપાસ માટે ત્રણ સભ્યોનું પંચ બનાવવા માગ કરી હતી. તિવારી કહે છે કે આ પંચની આગેવાની સુપ્રીમ કોર્ટના રિટાયર જજ કરે. આ ઉપરાંત તેમાં હાઈકોર્ટના બે રિટાયર જજ હોવા જોઈએ. પંચ પુરાવા મેળવે અને નક્કી સમયમાં સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ આપે. તિવારીની અરજીમાં હિંસા અને રાષ્ટ્રધ્વજના અપમાનના જવાબદાર વ્યક્તિઓ અને સંગઠનો વિરુદ્ધ FIR નોંધવાની પણ માગ કરી હતી.

ખેડૂતોને આતંકી કહેવા અંગેની અરજી પણ ફગાવાઈ
સુપ્રીમ કોર્ટમાં દાખલ એક અરજીમાં મીડિયાને નિર્દેશ આપવાની માગ પણ કરાઈ હતી. પિટિશનરે કહ્યું હતું કે મીડિયાને પુરાવા વિના ખેડૂતોને આતંકી કહેવાથી રોકવું જોઈએ. પરંતુ, કોર્ટે આ અરજી પણ નકારી દીધી. વકીલ મનોહરલાલ શર્માએ અરજીમાં માગ કરી હતી કે જો કોઈ પુરાવા વિના ખેડૂત સંગઠનો અને આંદોલનકારીઓને આતંકી કહે છે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ખેડૂતોના દેખાવો દરમિયાન હિંસાનું ષડયંત્ર રચાયું હતું.

FIR વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યા થરૂર, રાજદીપ અને મૃણાલ
ફેક ન્યૂઝ ફેલાવવા અને 26 જાન્યુઆરીએ તોફાન ભડકાવવાના આરોપો સાથે નોંધાયેલી FIR વિરુદ્ધ કોંગ્રેસ સાંસદ શશી થરૂર, જર્નાલિસ્ટ રાજદીપ સરદેસાઈ અને મૃણાલ પાંડેએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ ત્રણેયની વિરુદ્ધ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં અનેક FIR નોંધાઈ છે.

હિંસામાં 400થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા હતા
ત્રણ કૃષિ બિલ પરત લેવાની માગણી સાથે ગણતંત્ર દિવસે હજારોની સંખ્યામાં ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી. અનેક સ્થળે તેમને પોલીસ સાથે અથડામણ થઈ. તોડફોડ કરવામાં આવી હતી. લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો લગાવી દેવાયો હતો. આ હિંસામાં લગભગ 400 પોલીસકર્મી ઘાયલ થયા હતા. ખેડૂત સંગઠન સાથે સંકળાયેલા નેતાઓનો દાવો છે કે આ હિંસામાં આંદોલનકારી ખેડૂતો સામેલ નહોતા. આ તેમને બદનામ કરવાનું ષડયંત્ર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો