• Gujarati News
  • National
  • Supreme Court Quashes Skin To Skin Judgement Of Bombay High Court Pocso Act, Says Purpose Of Law Cannot Be To Allow Offender To Escape

સગીરાને બદઈરાદાથી કરાયેલો સ્પર્શ ગુનો છે:બોમ્બે હાઈકોર્ટના વિવાદિત આદેશને સુપ્રીમ કોર્ટે ફગાવ્યો; કહ્યું- ગ્લોઝ પહેરીને બ્રેસ્ટને સ્પર્શે તો કોઈ નિર્દોષ ના ગણાય

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટે આજે સ્કીન-ટુ-સ્કીન કોન્ટેક્ટ વગર પોક્સો એકટ વિશે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય રદ કરીને કહ્યું છે કે, યૌન શોષણ કેસમાં સ્કીન-ટુ-સ્કીન કોન્ટેક્ટ વગર પણ પોક્સો લાગુ થઈ શકે છે.

હકીકતમાં બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે યૌન શોષણના એક આરોપીને એવુ કહીને નિર્દોષ છોડી દીધો હતો કે, સગીરાને સ્કીન-ટુ-સ્કીન કોન્ટેક્ટ વગર તેના છાતીના ભાગને અડવું યૌન શોષણ ના કહી શકાય. જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ખરાબ ઈરાદાથી શરીરના સેક્સ્યુલ ભાગને સ્પર્શ કરવો પોક્સો એક્ટ અંતર્ગત જ માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એવું ના કહી શકાય કે , કપડા ઉપરથી સગીરાનો સ્પર્શ કરવો યૌન શોષણ ના કહેવાય. આવી વ્યાખ્યા બાળકોને શોષણમાંથી બચાવવા માટે બનાવવામાં આવેલા પોક્સો એક્ટનો હેતુ જ ખતમ કરી દે છે. તે સિવાય સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે નિર્દોષ છોડેલા વ્યક્તિને દોષિત માનવામાં આવે છે. આરોપીને પોક્સો એક્ટ અંતર્ગત 3 વર્ષની સજા આપવામાં આવી છે.

વેણુ ગોપાલે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે યૌન શોષણ કેસમાં એક આરોપીને એવુ કહીને નિર્દોષ છોડ્યો હતો કે, સગીરના પ્રાઈવેટ અંગોને સ્કીન-ટુ-સ્કીન સંપર્ક વગર શોષણ કરવામાં આવ્યું છે તે ગુનો પોક્ટો એક્ટ અંતર્ગત આવતો નછી. અટૉર્ની જનરલ કેકે વેણુગોપાલે આ મુદ્દો સુપ્રીમ કેસમાં ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે હાઈકોર્ટના આ નિર્ણયને બદલીને એક મહત્વનો ચુકાદો આપ્યો છે.

અટૉર્ની જનરલ વેણુગોપાલે કરી આ દલીલો
અટૉર્ની દનરલ વેણુગોપાલે સુનાવણી દરમિયાન તર્ક આપ્યો છે કે, અધિનિયમની કલમ 8 અંતર્ગત સ્કીન-ટુ-સ્કીન સંપર્કનો યૌન શોષણના ગુનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું છે કે, હાઈકોર્ટ જજે એવુ જોયું કે, સગીરાના સ્તનને અડવા માટે 3 વર્ષની સજા વધારે કહેવાય, પરંતુ એવું ના જોયું કે, આવા દરેક પ્રકારના ગુનાની સજામાં ઓછામાં ઓછી સજા 3 વર્ષમી જ નક્કી કરવામાં આવી છે.
વેણુ ગોપાલે કહ્યું કે, આઈપીસી કલમ-354 એક મહિલા સંબંધિત છે તે માત્ર 12 વર્ષની બાળકીના ગુનામાં લાગુ થાય છે એવું નથી. પોક્સે એક ખાસ કાયદો છે, જેનો ઉદ્દેશ તે બાળકોની રક્ષા કરવાનું છે જે વધારે નબળા છે. આ સંજોગોમાં કોઈ એવુ ના કહી શકે કે, આઈપીસીની કલમ-354ની પ્રકૃતિ સમાન છે. વેણુગોપાલે તર્ક આપ્યો છે કે, બોમ્બે હાઈકોર્ટના નિર્ણયનો અર્થ એ છે કે, જો કોઈ એક વ્યક્તિ હાથમાં સર્જિકલ ગ્લવ્સ પહેરીને કોઈ બાળકીનું શોષણ કરે તો તે વ્યક્તિને નિર્દોષ જાહેર કરાશે. તેમણે કહ્યું કે, આવા નિર્ણયોથી અસામાન્ય સંજોગો ઉભા થશે. વેણુગોપાલનું કહેવું છે કે, પોક્સો અંતર્ગત ગુના માટે સ્કીન-ટુ-સ્કીન સંપર્ક થવો જરૂરી નથી.

39 વર્ષના આરોપીએ 12 વર્ષની સગીરાનું શોષણ કરવાનો પ્રયત્ન કર્યો હતો
આ ઘટના નાગપુરની છે. ત્યાં રહેતી 16 વર્ષની સગીરા તરફથી આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઘટના સમયે તેની ઉંમર 12 વર્ષની હતી અને આરોપીની ઉંમર 39 વર્ષની હતી. પીડિતાના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બર 2016માં આરોપી સતીશે તેને જમવાનો સામાન આપવાના બહાને ઘરે લઈ ગયો હતો. તેના બ્રેસ્ટને અડવાની અને તેને નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કર્યો હતો. સેશન કોર્ટે આ કેસમાં પોક્સે એક્ટ અંતર્ગત ત્રણ વર્ષ અને IPC કલમ 356 અંતર્ગત એક વર્ષની સજા આપી હતી. આ બંને સજાઓ એક સાથે થવાની હતી.

શું છે પોક્સો એક્ટ?
પોક્સો એક્ટ અંતર્ગત ખરાબ ઈરાદાથી કોઈ બાળકને અડવું અથવા એવી હરકત કરવી કે જેમાં શારીરિક સંપર્ક હોય તે દરેક ગુના પોક્સો એક્ટ અંતર્ગત યૌન શોષણ ગણવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...