દિલ્હી રમખાણો મુદ્દે SC એક્શનમાં:હેટ સ્પિચ અંગે નેતાઓ વિરૂદ્ધ FIR નોંધવાના કેસ સામે 3 મહિનામાં નિર્ણય લો, સુપ્રીમ કોર્ટે દિલ્હી HCને આદેશ આપ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2020 દિલ્હીના રમખાણોના 3 પીડિતોએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી

દિલ્હીના રમખાણો મુદ્દે કથિત હેટ સ્પિચ માટે નેતાઓ સામે FIR નોંધવાની માગ કરતી અરજી સામે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટને નિર્ણય લેવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને 3 મહિનાની અંદર FIR નોંધવા મુદ્દે નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. અરજદારે BJP નેતા કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર, પ્રવેશ વર્મા અને અભય વર્મા વિરૂદ્ધ FIR નોંધવા અને SIT તપાસ કરવા માગને લઈને અરજી કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે આ કેસના સમાધાન અર્થે હાઈકોર્ટને યોગ્ય નિર્ણય પર આવવા સૂચન કર્યું છે.

આ કેસ સામે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે રમખાણોમાં પીડિતોની અરજી મુદ્દે કહ્યું કે તે અત્યારે હાઈકોર્ટને જલદી સુનાવણી કરવા ટકોર કરી શકે છે. તમને જણાવી દઈએ કે 2020 દિલ્હીના રમખાણોના 3 પીડિતોએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી કહ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટ નેતાઓની હેટ સ્પિચના કેસમાં તેમની અરજી સામે સુનાવણી કરી રહી નથી. અરજદારોએ BJP નેતાઓ સામે રમખાણોને ઉશ્કેરવા માટે હેટ સ્પિચ આપવા સામે FIR દાખલ કરવાની માગ કરી છે. પરંતુ હાઈકોર્ટ તેમની અરજી સામે સુનાવણી કરી રહી નથી. હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આદેશ આપ્યો છે કે તેઓ નેતાઓની હેટ સ્પિચના કેસમાં તાત્કાલિક યોગ્ય તારણ કાઢી FIR સામે નિર્ણય સંભળાવે.

3 મહિનામાં કેસ દાખલ કરવા પર નિર્ણય લો
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને કેસનું યોગ્ય તારણ કાઢી નિર્ણય સંભળાવવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે. હવે 3 મહિનાના સમયગાળામાં દિલ્હી હાઈકોર્ટે નિર્ણય લેવાનો છે કે હેટ સ્પિચ કેસમાં નેતાઓ સામે FIR દાખલ થવી જોઈએ કે નહીં. તમને જણાવી દઈએ કે 2020 દિલ્હી રમખાણો દરમિયાન BJP નેતા કપિલ મિશ્રા સામે ઉશ્કેરણીજનક નિવેદનો આપવાનો આક્ષેપ મૂકાયો હતો. વળી BJP નેતા પ્રવેશ શર્મા અને અનુરાગ ઠાકુર સામે પણ હેટ સ્પિચ આપવાનો આક્ષેપ લગાવાયો હતો.

કપિલ મિશ્રાના ઉશ્કેરણીજનક નિવેદનો
તમને જણાવી દઈએ કે તે સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત પ્રવાસે આવ્યા હતા. ત્યારે CAAનો વિરોધ કરી રહેલા લોકોને ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું હતું કે ટ્રમ્પ જ્યાં સુધી ભારતમાં છે, ત્યાં સુધી તેઓ શાંતિ જાળવી રાખશે. પરંતુ જેવા ટ્રમ્પ અમેરિકા પરત ફરશે ત્યારપછી તે પોલીસનું પણ નહીં સાંભળે.

વધુમાં કપિલ મિશ્રાએ જણાવ્યું હતું કે જો પોલીસે જાફરાબાદ અને ચાંદબાગ ખાલી ન કરાવ્યું તો તેમણે રસ્તા પર ઉતરવું પડશે. કપિલ મિશ્રાએ આ નિવેદન CAA સમર્થન રેલીમાં પોલીસની હાજરીમાં આપ્યું હતું. તમને જણાવી દઈએ કે CAAના વિરોધમાં ઉત્તર પૂર્વી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હતા. જે 23 ફેબ્રુઆરીથી 26 ફ્રેબ્રુઆરી વચ્ચે થયા હતા. આમાં 53 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...