• Gujarati News
  • National
  • Supreme Court Orders Bail Of Lakhimpur Khiri Violence Accused Ashish Mishra, Orders Him To Surrender Within A Week

મંત્રી-પુત્ર આશિષ મિશ્રાના જામીન રદ:લખીમપુર-ખીરી હિંસાના આરોપી આશિષ મિશ્રાના જામીન પર સુપ્રીમનો નિર્ણય, એક સપ્તાહમાં આત્મસમર્પણ કરવાનો આપ્યો આદેશ

લખીમપુર ખીરીએક મહિનો પહેલા
  • હિંસામાં કુલ 8 લોકોના મોત થયા હતા

લખીમપુર ખીરી હિંસા કેસના મુખ્ય આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષના જામીન રદ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે સુનાવણી કરતા તેને એક સપ્તાહમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે 10 ફેબ્રુઆરીએ આશિષ મિશ્રાને જામીન આપ્યા હતા. આશિષ 15 ફેબ્રુઆરીએ 129 દિવસો પછી તે જેલમાંથી મુક્ત થયો હતો.

તમને જણાવી દઈએ કે 3 ઓક્ટોબરે લખીમપુર ખીરીના તિકુનિયામાં ખેડૂતોના આંદોલન દરમિયાન હોબાળો થયો હતો. ત્રણ વાહનોએ વિરોધ કરી રહેલા લોકોને કચડી નાંખ્યા હતા આ ઘટનામાં ચાર ખેડૂતો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. વાહન નીચે કચડાઈ ગયેલા ખેડૂતોના પરિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

અરજદારના વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે આશિષને અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા છે. જામીન આપવાનો હાઇકોર્ટનો આદેશ આ ગુનાની ગંભીરતા પ્રમાણે ખોટો છે.

આશિષને 129 દિવસ બાદ 15 ફેબ્રુઆરીએ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.- ફાઇલ ફોટો
આશિષને 129 દિવસ બાદ 15 ફેબ્રુઆરીએ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.- ફાઇલ ફોટો

આશિષ મિશ્રાના જામીન રદ કરવાની માંગ
લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોએ સુપ્રીમ કોર્ટને મુખ્ય આરોપી આશિષ મિશ્રાના જામીન ફગાવવા અને તેને ફરીથી જેલમાં ધકેલવાની માંગ કરી છે. આ પહેલાની સુનાવણીમાં કોર્ટે યુપી સરકારને સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું હતું, ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે.

3 ઓક્ટોબરે લખીમપુરના તિકુનિયામાં આ જ જગ્યાએ હિંસા થઈ હતી. - ફાઇલ ફોટો
3 ઓક્ટોબરે લખીમપુરના તિકુનિયામાં આ જ જગ્યાએ હિંસા થઈ હતી. - ફાઇલ ફોટો

લખીમપુરમાં શું થયું હતુ?
લખીમપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર નેપાળની સરહદને અડીને આવેલા તિકુનિયા ગામમાં 3 ઓક્ટોબર, 2021ના રોજ બપોરે લગભગ ત્રણ વાગ્યે મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા ત્યારે અચાનક ત્રણ વાહનો (થાર જીપ, ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો) ખેડૂતોને કચડી નાખતા પસાર થઈ ગયા હતા. આ ઘટનાને લઈને રોષે ભરાયેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. આ હિંસામાં કુલ 8 લોકોના મોત થયા હતા. તેમાં 4 ખેડૂતો, એક સ્થાનિક પત્રકાર, બે ભાજપના કાર્યકરો સામેલ હતા.

તિકુનિયામાં આયોજિત કાર્યક્રમમાં યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના આગમન પહેલા આ ઘટના બની હતી. આ ઘટના બાદ નાયબ મુખ્યમંત્રીએ તેમનો પ્રવાસ રદ કર્યો હતો.આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની કારે વિરોધ કરી રહેલા ખેડૂતોને કચડી નાખ્યા હતા.

જામીન પર નિર્ણય આવે તે પહેલા જ મંત્રી-પુત્રએ કોર્ટમાં રજુઆત કરી હતી
લખીમપુર હિંસાના આરોપી આશિષ મિશ્રાએ હાલમાં જ જનતા દરબાર યોજીને લોકોની સમસ્યાઓ સાંભળી હતી. બનબીરપુરમાં વિધાનસભામાં આવેલી પોતાની ઓફિસમાં આશિેષે જનતા દરબાર લગાવ્યો હતો. લોકો અહીં જમીન વિવાદ, કબજો જેવી સમસ્યાઓ સાથે આવ્યા હતા. લોકોની સમસ્યાઓ સાંભળીને આશિષે તેના ટ્વિટર પર તસવીરો શેર કરી છે. આશિષના આ ટ્વિટ પર લોકોએ રાજકીય વિચારક, ધર્મના રક્ષક જેવી ટિપ્પણી કરી હતી. આશિષે 16 એપ્રિલે આ જનતા દરબારનું આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...