તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rock, Covid Death Certificate And Compensation Hit Center In Kerala On 11th Standard Exams Starting September 6

કોરોનાને લઈને સુપ્રીમ કોર્ટનું કડક વલણ:કેરળમાં 6 સપ્ટેમ્બરથી શરૂ થનારી 11માં ધોરણની પરીક્ષા પર રોક, કોવિડ ડેથ સર્ટિફિકેટ અને વળતરને કેન્દ્રને ફટકાર

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમ કોર્ટે કેરળમાં 6 સપ્ટેમ્બરથી 11માં ધોરણની પરીક્ષા ફિઝિકલ રીતે કરાવવાના રાજ્ય સરકારના નિર્ણય પર વચગાળાની રોક લગાવી દીધી છે. રાજ્યમાં વધતા જતા કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખીને કોર્ટે આ નિર્ણય કર્યો છે.

કોર્ટનું કહેવું છે કે કોરોનાના કેસમાં સતત વધારાને કારણે કેરળની સ્થિતિ ચિંતાજનક છે. બાળકોને આ રીતે જોખમમાં ન મૂકી શકાય કેમકે રાજ્યમાં દરરોજ 35 હજાર કેસ સામે આવી રહ્યાં છે. આ મામલે વધુ સુનાવણી 13 સપ્ટેમ્બર થશે.

કેરળમાં કોરોનાના દર્દીના કેસ ઝડપથી વધી રહ્યાં છે
કેરળ દેશનું એકમાત્ર રાજ્ય છે, જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અહીં એક દિવસમાં નવા દર્દીઓની સંખ્યા 32 હજારને પાર પહોંચી ગઈ છે. મોતના આંકડામાં મહારાષ્ટ્ર આગળ છે. અહીં એક દિવસમાં સૌથી વધુ 183 મોત નોંધાયા છે. બુધવારે દેશમાં લગભગ 46 હજાર દર્દીઓ જોવા મળ્યા અને 509 મોત નોંધાયા છે. ચોંકાવનારી વાત એ છે કે તેમાંથી 32,694 કેસ (લગભગ 76%) માત્ર કેરળમાં જ મળ્યા જ્યારે ત્યાં 173 મોત નોંધાયા છે.

ડેથ સર્ટિફિકેટ જાહેર કરવા અંગેની ગાઇડલાઈન તૈયાર કરવામાં મોડું
કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનારા પરિવારોના ડેથ સર્ટિફિકેટ જાહેર કરવા માટે ગાઇડલાઈન તૈયાર કરવામાં મોડું થઈ ગયું છે. જેને લઈને સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. જસ્ટિસ એમઆર શાહ અને ન્યાયમૂર્તિ અનિરૂદ્ધ બોઝની ડબલ બેચે કેન્દ્રને 11 સપ્ટેમ્બર સુધી રિપોર્ટ દાખલ કરવાના નિર્દેશ આપ્યા.

ત્યાં સુધીમાં ત્રીજી લહેર પણ ખતમ થઈ જશે
બેચે કહ્યું કે અમે ઘણાં સમય પહેલાં આદેશ જાહેર કર્યો હતો તેમજ એક વખત સમય પણ વધારી દીધો હતો. જ્યાં સુધીમાં ત્મે ગાઇડલાઈન તૈયાર કરશો ત્યાં સુધીમાં ત્રીજી લહેર પણ ખતમ થઈ જશે. 30 જૂને જાહેર આદેશમાં કોર્ટે કહ્યું હતું કે મોતનું સાચું કારણ કોવિડ-19થી થયું છે તે જણાવવું જોઈએ કે જેથી મૃતક પર નિર્ભર લોકોને સક્ષમ બનાવી શકાય. તેઓને કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ મળી શકે.

10 દિવસનો વધુ સમય આપવાનો કોર્ટનો ઈનકાર
એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્યા ભાટીએ કોર્ટને જણાવ્યું કે અમને ખેદ છે કે અમે એફિડેવિટ ન કરી શક્યા. કોર્ટ 10 દિવસનો વધુ સમય આપે, કેમકે આ મુદ્દે સરકાર સતત એક્સપર્ટ્સ સાથે ચર્ચા કરે છે. જો કે કોર્ટે આ માગને ફગાવી દીધી અને આ દિશામાં અત્યાર સુધીમાં ઉઠાવવામાં આવેલા પગલાંની જાણકારી 11 સપ્ટેમ્બરે આપવાના આદેશ આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...