તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Supreme Court Annoyed With Centre's Manner; Said Construction Should Not Be Done Till Judgment On Pending Applications, Even Trees Should Not Be Cut Down

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર સુનાવણી:કેન્દ્રએ નિર્માણ અને તોડફોડ શરૂ ન કરવાનો ભરોસો આપ્યા પછી સુપ્રીમ કોર્ટેે ભૂમિ પૂજનની પરવાનગી આપી

નવી દિલ્હી4 મહિનો પહેલા

નવા સંસદ ભવનના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની રીત પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. આ કેસમાં દાખલ અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત કન્સ્ટ્રક્શન, તોડફોડ કે ઝાડ કાપવાનું કામ ત્યાં સુધી ન થવું જોઈએ, જ્યાં સુધી પેન્ડિંગ અરજીઓ પર અંતિમ ચુકાદો ન સંભળાવવામાં આવે. કોર્ટે કેન્દ્રને માત્ર 5 મિનિટમાં જ જવાબ આપવા માટે કહ્યું છે.

આ મુદ્દે સરકાર તરફથી ઉપસ્થિત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટેને ભરોસો આપ્યો છે કે કન્સ્ટ્રક્શન કે તોડ-ફોડ કરવામાં આવશે નહિ. તે પછી કોર્ટે ભૂમિ પૂજનની પરવાનગી આપી છે.

પિટિશનર્સના 3 દાવા

  • પ્રોજેક્ટ માટે પર્યાવરણ મંજૂરી ખોટી રીતે આપવામાં આવી છે.
  • કન્સલ્ટન્ટ પસંદ કરવામાં ભેદભાવ કરવામાં આવ્યો.
  • જમીનના ઉપયોગમાં ફેરફારની મંજૂરી ખોટી રીતે આપવામાં આવી છે.

સેન્ટ્રલ વિસ્ટાનું ભૂમિ પૂજન 10 ડિસેમ્બર મોદી કરશે
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શનિવારે જ એ માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે 1 વાગ્યે દિલ્હીમાં સંસદ ભવનના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કરશે. બિરલાએ કહ્યું હતું કે 2022માં દેશની આઝાદીનાં 75 વર્ષ પૂરાં થવા પર અમે નવા સંસદભવનમાં બંને ગૃહોનાં સત્રની શરૂઆત કરીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવા ભવનમાં લોકસભા સાંસદો માટે લગભગ 888 અને રાજ્યસભા સાંસદો માટે 326થી વધુ સીટો હશે. પાર્લમેન્ટ હોલમાં 1224 સભ્ય એકસાથે બેસી શકશે.

સેન્ટ્રલ વિસ્ટાનો માસ્ટર પ્લાન

  • સરકારે રાષ્ટ્રપતિભવનથી ઈન્ડિયા ગેટની વચ્ચે નવી ઈમારતો બનાવવા માટે સેન્ટ્રલ વિસ્ટાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.
  • આ વિસ્તારમાં સેન્ટ્રલ સેક્રેટરિયેટ માટે 10 બિલ્ડિંગ બનાવવામાં આવશે. રાષ્ટ્રપતિભવન, હાલના સંસદભવન, ઈન્ડિયા ગેટ અને રાષ્ટ્રીય અભિલેખાગારની ઈમારતને એવી જ રાખવામાં આવશે.
  • સેન્ટ્રલ વિસ્ટાના માસ્ટર પ્લાનના જણાવ્યા મુજબ, જૂના સંસદભવનની સામે ગાંધીજીની પ્રતિમાની પાછળ નવું ત્રિકોણ સંસદભવન બનશે.
  • એમાં લોકસભા અને રાજ્યસભા માટે એક-એક ઈમારત હશે, જોકે સેન્ટ્રલ હોલ બનશે નહિ. આ ઈમારત 13 એકર જમીન પર તૈયાર થશે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો