પેગાસસ જાસૂસી કેસ:સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ; 10 દિવસની અંદર માંગ્યો જવાબ

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેગાસસ જાસૂસી કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. - Divya Bhaskar
પેગાસસ જાસૂસી કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.
  • સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારતાં જવાબ માંગ્યો

પેગાસસ કેસની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી હતી. નિષ્પક્ષ તપાસની માંગ કરનારી અરજીઑ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતાં કેન્દ્ર સરકારને નોટિસ ફટકારતાં જવાબ માંગ્યો છે. કોર્ટે 10 દિવસની અંદર જવાબ આપવા જણાવ્યુ છે. સુરીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમણે કહ્યું હતું કે આ મામલે કેન્દ્રનો પક્ષ પણ સંભાળવામાં આવશે. ત્યાર બાદ તે આગળનો વિચાર કરશે. પેગાસસ પર સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમનની ખંડપીઠે કેન્દ્ર સરકારને કહ્યું કે અમે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કરે તેવી કોઈ બાબત જાહેર કરવા માંગતા નથી.

કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તમામ આરોપો પાયાવિહોણા
ઉલ્લેખનીય છે કે સોમવારે પણ પેગાસસ જાસૂસી કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું રજુ કરીન કહ્યું હતું કે આ અરજીઓમાં લગાવવામાં આવેલા તમામ આરોપ પાયવિહોણા છે. કેન્દ્રએ કહ્યું હતું કે નિષ્ણાંતોની એક કમિટી આ સમગ્ર કેસની તપાસ કરશે.

સોલિસિટર જનરલે દલીલ કરી હતી કે આ બાબત એક સમિતિ દ્વારા હાથ ધરવામાં આવવી જોઈએ અને જાહેરમાં ચર્ચા કરી શકાતી નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કેટલાક વેબ પોર્ટલ વાતો કરી રહ્યા હતા કે કેટલાક સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે અમારી પાસે છુપાવવા માટે કશું જ નથી. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે.