તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Supreme Court Hears Petition Of Anil Deshmukh And Maharashtra Govt, Home Minister's Troubles Escalate

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SCમાં 100 કરોડની વસૂલીનો કેસ:ઉદ્ધવ સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, CBI તપાસ અટકાવવાની અરજી ફગાવતા SCએ કહ્યું- નિષ્પક્ષ તપાસ જરૂરી

5 દિવસ પહેલા
મહારાષ્ટ્ર સરકારે અનિલ દેશમુખના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેમાં હાઇકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો છે.
  • પોલીસ કસ્ટડીમાં રહેલા સચિન વઝેએ એક લેટરમાં દેશમુખ પર વસૂલીનું કરવા માટેના આક્ષેપ લગાવ્યા હતા
  • મારી જોબ અને પોસ્ટ બચાવીને રાખવી હોય તો હું એ જ કરું, જે ગૃહમંત્રી મને આદેશ આપેઃ સચિન વઝે

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. બંનેએ બોમ્બે હાઇકોર્ટના તે ચુકાદાને પડકાર્યો હતો, જેમાં CBI તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. હાઇકોર્ટે આ આદેશ મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા લેવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપો અને 100 કરોડની વસૂલાત અંગે આપ્યો છે.

SCએ કહ્યું કે, આ 2 મોટા પદ પર બેઠેલા લોકો સાથે સંબંધિત મામલો છે. લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે નિષ્પક્ષ તપાસ જરૂરી છે. અમે હાઈકોર્ટના આદેશમાં દખલ નહીં કરીએ.

ચુકાદા પૂર્વે કપિલ સિબ્બલે કહ્યું હતું કે, 'હું ઈચ્છું છું કે સુપ્રીમ કોર્ટ તે નિયમ બનાવી દે કે મોટા પદ પર બેઠેલી વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિ પર આરોપ લગાવે તો તેની સીધી તપાસ થાય. આ અંગે જસ્ટિસ ગુપ્તાએ કહ્યું કે અમને આશા રાખીએ છીએ કે એવી સ્થિતિ ન આવે, જ્યાં DGP ગૃહ પ્રધાન પર આરોપ લગાવે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને હેમંત ગુપ્તાની ડબલ બેંચે બંને અરજીઓ પર સુનાવણી કરી હતી. અનિલ દેશમુખ વતી કોંગ્રેસના નેતા અને વકીલ કપિલ સિબ્બલે અપીલ કરી હતી.

અપડેટ્સ

સિંઘવી: મહારાષ્ટ્રએ CBI માટે સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધી છે. રાજ્ય સરકારને સાંભળવી જોઇએ. જસ્ટિસ કૌલ: 2 મોટી પોસ્ટ પર બેઠેલા લોકોની વાત છે. નિષ્પક્ષ તપાસ જરૂરી છે. સિબ્બલ: આપણે (દેશમુખને) સાંભળવા જોઈએ. જસ્ટિસ ગુપ્તા: શું આરોપીને પૂછવામાં આવે છે કે FIR થાય કે નહીં? સિબ્બલ: કોઈ નક્કર આધાર વિના આરોપ લગાવવામાં આવ્યા. જસ્ટિસ કૌલ: આ આરોપ તે વ્યક્તિનો છે જે ગૃહ પ્રધાનનો વિશ્વાસપાત્ર હતો. જો તેણે આમ ન કર્યું હોત તો તેમને કમિશનર પદ મળ્યું ન હોત. આ રાજકીય દુશ્મનાવટનો કેસ નથી. સિબ્બલ: મને સીબીઆઈ સામે વાંધો છે ન્યાયાધીશ: તમે તપાસ એજન્સી પસંદ કરી શકતા નથી

બોમ્બે હાઈકોર્ટે આપ્યા હતા CBI તપાસના આદેશ
આની પહેલાં બોમ્બે હાઈકોર્ટના મુખ્ય જજ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જીએસ કુલકર્ણીની ખંડપીઠે સોમવારે CBIને કહ્યું હતું કે પૂર્વ મુંબઈ પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા લેટરમાં ઉઠાવેલા મુદ્દાઓ પર 15 દિવસમાં પ્રારંભિક તપાસ પૂરી કરો. નિર્ણયના ગણતરીના કલાકોમાં દેશમુખે રાજીનામું આપી દીધું હતું. એવામાં બુધવારે એન્ટિલિયાકેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા સચિન વઝેએ એક લેટરમાં દેશમુખ પર વસૂલીનું કહેવા માટેના આક્ષેપ લગાવ્યા હતા, જે પરમબીર સિંહે લગાવેલા આરોપોને જોતાં પુષ્ટિ કરી હોય તેમ છે. આ મામલે CBIની ટીમ મુંબઈમાં છે અને ઘણા લોકોનાં નિવેદનો લઈ શકે છે, જેમાં પરમબીર સિંહનું પણ નિવેદન લેવામાં આવશે.

હાઈકોર્ટે કહ્યું હતું કે લોકોમાં વિશ્વાસ બેસે એના માટે CBI તપાસ જરૂરી
બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે આ ઘટનામાં સ્વતંત્ર એજન્સીની તપાસ નાગરિકોના મૌલિક અધિકારોની સુરક્ષા માટે અને તેમનામાં વિશ્વાસ ઊભો કરવા માટે જરૂરી છે. તેની સાથે અદાલતે ભ્રષ્ટાચારના આરોપોની CBI તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આદેશ પછી નેતા દેશમુખે રાજ્ય સરકારને રાજીનામું આપી દીધું હતું અને ત્યાર પછી આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

જોકે હાઈકોર્ટે કહ્યું હતું કે CBIએ તાત્કાલિક ધોરણે FIR નોંધવાની જરૂર નથી, કારણ કે મહારાષ્ટ્ર સરકારે પહેલાંથી આ કેસ માટે એક ઉચ્ચ સ્તરિય સમિતિની રચાના કરી છે. મુખ્ય ન્યાયાધીશ દત્તાએ કહ્યું હતું કે એક ઉચ્ચ સ્તરીય સમિતિ માટે રાજ્ય સરકારમાં લાવવામાં આવેલો સરકારી પ્રસ્તાવ અમને વિશ્વાસ અપાવે છે કે આ કેસમાં કોઈપણ પ્રકારના હસ્તક્ષેપની આવશ્યકતા નથી.

દેશમુખ પર પરમબીર સિંહે આરોપ લગાવ્યા હતા
તમને જણાવી દઈએ કે પરમબીર સિંહે 25 માર્ચના રોજ મુંબઈ હાઈકોર્ટમાં દાખલ કરેલી પોતાની પિટિશનમાં દેશમુખ વિરુદ્ધ CBI તપાસની માગ કરી હતી. પરમબીર સિંહે દાવો કર્યો હતો કે દેશમુખે સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વઝે સહિત અન્ય કર્મી પાસેથી વિવિધ બાર અને રેસ્ટોરાં પાસેથી 100 કરોડથી વધુ રૂપિયાની વસૂલી કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. આ પિટિશન પર હાઈકોર્ટે કહ્યું હતું કે આ અસાધારણ મામલો છે, જેમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની જરૂરત છે.

સચિન વઝેએ પણ લેખિત નિવેદનમાં આ આરોપોની પુષ્ટિ કરી હતી
બુધવારે સચિન વઝેએ એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તેણે કહ્યું હતું કે જાન્યુઆરી 2021માં ગૃહમંત્રી અનિલ દેશમુખે મુંબઈમાં 1650 પબ, બારથી દર મહિને 3 લાખ રૂપિયાનું કલેકશન કરવાનું રહેશે. ત્યારે આના પર મેં અનિલ દેશમુખને કહ્યું હતું કે આ શહેરમાં માત્ર 200 બાર છે.

વધુમાં વઝેએ જણાવ્યું હતું કે મેં ગૃહમંત્રીને આ અંગે ના પાડી દીધી હતી, કારણ કે આ કાર્ય મારી ક્ષમતાની બહારનું હતું. ત્યારે ગૃહમંત્રીના PA કુંદને મને કહ્યું હતું કે અગર મને મારી જોબ અને પોસ્ટ બચાવીને રાખવી હોય તો હું એ જ કરું, જે ગૃહમંત્રી મને આદેશ આપે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો