તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Supreme Court Says Allahabad High Court To Oversee CBI Probe, Transfer Case To Delhi

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાથરસ મામલો:સુપ્રીમ કોર્ટે કહ્યું- CBI તપાસની દેખરેખ અલ્હાબાદ હાઈકોર્ટ કરશે, કેસ દિલ્હી ટ્રાન્સફર કરવા પર પછીથી વિચાર કરીશું

નવી દિલ્હી/હાથરસ7 મહિનો પહેલા

હાથરસના બુલગઢી ગામમાં દલિત યુવતી સાથે થયેલા કથિત ગેંગરેપ અને હત્યાના મામલામાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મંગળવારે ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન(CBI)ની તપાસની દેખરેખ અલ્હાબાદ હાઈકોર્ટ કરશે.

ચીફ જસ્ટિસ એસ એ બોબડેની બેન્ચે કહ્યું જ્યાં સુધી આ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાનો સવાલ છે, તો પહેલા CBI પોતાની તપાસ પૂરી કરી લે. તે પછી કેસ ટ્રાન્સફર પર નિર્ણય લઈશું. CBI પોતાનો સ્ટેટ્સ રિપોર્ટ અલ્હાબાદ હાઈકોર્ટમાં રજૂ કરશે. પીડિતના પરિવાર અને સાક્ષીઓની સુરક્ષા સહિત આ કેસ સાથે જોડાયેલા તમામ પાસાઓને અલ્હાબાદ હાઈકોર્ટ જોશે.

15 ઓક્ટોબરે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો રિઝર્વ રાખ્યો હતો. આ મામલામાં પીડિત પરિવારના વકીલ સીમા કુશવાહ અને વકીલ ઈન્દિરા જય સિંહે અરજીઓ કરી હતી. તેમણે CBI તપાસની દેખરેખ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ કે હાલના જજ પાસે કરાવવા અને પીડિત પરિવાર-સાક્ષીઓને UP પોલીસની જગ્યાએ કેન્દ્રીય સિક્યોરિટી અપાવવાની અપીલ કરી હતી.

પીડિત પરિવાર અને સાક્ષીઓને મળી છે સુરક્ષા
પીડિત પરિવાર અને સાક્ષીઓને UP સરકારે ત્રણ સ્તરની સુરક્ષા આપી છે. સાક્ષીઓ અને પીડિતના ઘરે CCTV લગાવવામાં આવ્યા છે. નાકા પર અને ઘરની બહાર પોલીસનો પહેરો છે. આ સિવાય સરકારે CRPFની સુરક્ષા અપાવવાનો ભરોસો આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો