તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Supreme Court Hearing On Maratha Reservation Continues, Constitutional Bench To Decide Whether More Than 50% Reservation Can Be Granted

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનામતની સીમામાં થઈ શકે છે ફેરફાર:મરાઠા અનામત પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ, બંધારણીય બેન્ચ નક્કી કરશે કે 50% કરતા વધારે અનામત આપી શકાય કે નહીં

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમુક રાજ્યોમાં અત્યારે પણ 50 ટકા કરતાં વધારે અનામત છે, પરંતુ તે અપવાદ તરીકે આપવામાં આવે છે
  • સુપ્રીમ કોર્ટે આ મુદ્દે દરેકને પોતાનો પક્ષ રજૂ કરવા દરેક રાજ્ય સરકારને નોટિસ આપવામાં આવી છે

મરાઠા અનામતના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સતત 9માં દિવસે પણ સુનાવણી ચાલુ છે. પાંચ જજની બંધારણી બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી છે. મહારાષ્ટ્રમાં આરક્ષણની નવી વ્યવસ્થાથી શરૂ થયેલો આ મુદ્દો હવે દેશના દરેક રાજ્યોની અનામત વ્યવસ્થામાં પરિવર્તન લાવી શકે છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જ કોર્ટે દરેક રાજ્યોને તેમનો પક્ષ રજૂ કરવા માટે નોટિસ જાહેર કરી છે. અત્યાર સુધી થયેલી સુનાવણીમાં સીનિયર વકિલ કપિલ સિબ્બલ ઝારખંડ સરકારનો પક્ષ રજૂ કરી ચૂક્યા છે અને પૂર્વ અટૉર્ની જનરલ મુકુલ રોહતગી મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોની પક્ષ કોર્ટમાં રજૂ કરી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટની બંધારણી બેન્ચ નક્કી કરશે કે અનામતની સીમા 50 ટકાથી વધારે હોઈ શકે છે કે નહીં.

પરંતુ મહારાષ્ટ્રમાં બનેલા એક કાયદામાં એવું શું હતું કે જેણે સમગ્ર દેશમાં અનામત વ્યવસ્થા પર ફરી વિચાર કરવાના દરવાજા ખોલી દીધા? આ સવાલના જવાબને સમજવા માટે મરાઠા આરક્ષણની કાયદાકીય યાત્રાને સમજવું જરૂરી છે. મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય લાંબા સમયથી અનામતની માંગ કરતા આવ્યા છે. વર્ષ 2018માં રાજ્ય સરકારે આ માંગ પૂરી કરીને મરાઠા સમુદાયને 16 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારપછી રાજ્યમાં અનામતની સીમા 50 ટકા કરતા વધારે થઈ ગઈ. આ નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો જ્યાં કોર્ટે મરાઠા અનામતને સાચું માન્યું અને તેને 16 ટકાથી ઘટાડીને 12 ટકા અને સરકારી નોકરીમાં 13 ટકા કરી દેવામાં આવ્યું છે.

9 જજની બેન્ચે કહ્યું હતું, કુલ આરક્ષણ 50 ટકાથી વધારે ન હોઈ શકે
આ ચુકાદો આપતી વખતે બોમ્બે હાઈકોર્ટે એવું પણ કહ્યું છે કે, અપવાદ તરીકે કુલ અનામતની સીમા 50 ટકા કરતા વધારે હોઈ શકે છે. હવે આ જ મુદ્દો સૌથી મોટું કારણ બની ગયો છે જેના પર સુપ્રીમ કોર્ટ આટલા દિવસોથી સુનાવણી કરી રહી છે. બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને અમુક લોકોએ એવું કહીને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે કે ઈન્દિરા સાહની આ મુદ્દાના ઐતિહાસીક ચુકાદાની વિરુદ્ધમાં છે. તેથી તેને રદ કરી દેવો જોઈએ.

મરાઠા અનામત વાળા કેસની સુનાવણી પહેલાં સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજની બેન્ચ કરતી હતી. આ બેન્ચે માન્યું છે કે, આ મુદ્દો માત્ર મહારાષ્ટ્ર અને મરાઠાઓ સુધી સીમિત નથી, પરંતુ દરેક રાજ્યોની અનામત વ્યવસ્થા સાથે જોડાયેલી છે. ત્યારપછી ત્રણ જજની બેન્ચે આ કેસને પાંચ જજની બંછારણી બેન્ચને સોંપી દીધો હતો. હવે આ બેન્ચે નક્કી કરવાનું છે કે, શું અનામતની સીમાને 50 ટકા સુધી વધારી શકાય છે કે નહીં. આ પહેલાં ઈન્દિરા સાહની કેસમાં સુપ્રીમ કોર્ટની નવ જજની બેન્ચે નિર્ણય આપ્યો હતો કે કુલ અનામત 50 ટકા કરતાં વધારે ના હોઈ શકે.

જોકે હાલ અમુક રાજ્યોમાં કુલ અનામત 50 ટકા કરતા વધારે આપવામાં આવી રહ્યું છે. પરંતુ તે એક અપવાદ છે. હવે સુપ્રીમ કોર્ટે એ જ નક્કી કરવાનું છે કે, શું આ સીમાને વધારી શકાય છે કે નહીં અને શિં ઈન્દિરા સાહની કેસના નિર્ણયને પલટાવાનો સમય આવી ગયો છે? જો એવું થશે તો છેલ્લા ત્રણ દશકામાં અનામત મુદ્દે સૌથી મોટી નિર્ણય આવી શકે છે જે સમગ્ર દેશની અનામત વ્યવસ્થામાં પરિવર્તન લાવી શકે છે.

શું છે ઈન્દિરા સાહની કેસ?
દેશમાં હાલની અનામત વ્યવસ્થામાં ઈન્દિરા સાહની કેસની ખૂબ મોટી ભૂમિકા છે. વર્ષ 1980માં બીપી મંડલની અધ્યક્ષતાવાળા આયોગે પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં અન્ય પછાત વર્ગ એટલે કે OBCને 27 ટકા આરક્ષમ આપવાની વાત કરવામાં આવી હતી. તેની સાથે જ અનુસુચિત જાતી અને જનજાતીને 22.5 ટકા અનામત સૂચન પણ મંડળ આયોગને આપ્યો હતો.

અંદાજે એક દશકા સુધી દબાઈ ગયા પછી 1990ના દશકામાં મંડલ આયોગના રિપોર્ટને લાગુ કરવામાં આવ્યો છે. તેની સાથે જ સમગ્ર દેશમાં આંદોલન થવા લાગ્યા અને વીપી સિંહની સરકારે આ જ મુદ્દાના કારણે સત્તા છોડવી પડી. પીવી નરસિમ્હા રાવના નેતૃત્વમાં કોંગ્રેસની જે નવી સરકાર બની તેણે 1991માં આર્થિક આધાર પર 10 ટકા આરક્ષણ સામાન્ય શ્રેણીને આપવાનો આદેશ જાહેર કર્યો હતો.

આજ આદેશને ઈન્દિરા સાહનીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. 9 જજની બંધારણીય બેન્ચે આ મામલે સુનાવણી કરી છે. જસ્ટિસ બીપી જીવન રેડ્ડીની અધ્યક્ષતા વાળી આ બેન્ચે નવેમ્બર 1992માં છ-ત્રણની બહુમતીથી નિર્ણય આપતા પછાત વર્ગ માટે 27 ટકા આરક્ષણને સાચુ માન્યું અને આર્થિક આધાર પર મળતા 10 ટકા અનામતને રદ કરી દીધી. આ નિર્ણયમાં કોર્ટમાં એવું પણ કહી દીધું કે અપવાદને બાદ કરતાં કુલ અનામતની સીમા 50 ટકા કરતા વધારે ના હોઈ શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો