• Gujarati News
  • National
  • Supreme Court Hearing On Board's Formula: Final Seal Likely To Be Affixed On 30 ઃ 30 ઃ 40 Formula Today

CBSE 12માનું રિઝલ્ટ:બોર્ડે સુપ્રીમ કોર્ટને જણાવ્યું- સ્થિતિ સુધરી તો ઓગસ્ટ-સપ્ટેમ્બર વચ્ચે થઈ શકે છે ઓપ્શનલ એક્ઝામ; રિઝલ્ટ સાથે જોડાયેલા વિવાદને લઈને પેનલ બનાવાશે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • બોર્ડની રિઝલ્ટ તૈયાર કરવા માટે બનેલી 13 સભ્યની કમિટીએ ગત ગુરુવારે કોર્ટમાં પરિણામ જાહેર કરવાની ફોર્મ્યુલા વિશે જણાવ્યું હતું
  • સુપ્રીમ કોર્ટે CBSEને કહ્યું- તમારી સ્કીમ પર સૈદ્ધાંતિક રીતે સહમત, પરંતુ અરજદારોની વાત સાંભળવી પણ જરૂરી
  • મંગળવાર સુધી સુનાવણી મુલતવી

સુપ્રીમ કોર્ટમાં સોમવારે 12મા ધોરણના પરિણામ પર CBSE બોર્ડની ફોર્મ્યુલા પર સુનાવણી થઈ. આ દરમિયાન બોર્ડે કોર્ટમાં નવું સોગંદનામું દાખલ કર્યું. બોર્ડે જણાવ્યું હતું કે 31 જુલાઈએ પરિણામ જાહેર થશે. રિઝલ્ટ સાથે જોડાયેલા વિવાદને લઈને પેનલ બનાવવામાં આવશે. ઓપ્શનલ એક્ઝામ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવશે. જો સ્થિતિ સુધરી તો એક્ઝામ 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે કરાવવામાં આવી શકે છે. ઓપ્શનલ એક્ઝામમાં જરૂરી માર્ક્સને જ ફાઈનલ માનવામાં આવશે.

12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓના મામલે સુપ્રીમ કોર્ટે CBSEને કહ્યું હતું કે અમે તમારી સ્કીમ પર સૈદ્ધાંતિક રીતે સહમતી આપી છે, પરંતુ કેટલીક અરજીઓમાં બોર્ડ પરીક્ષાને રદ કરવાના મામલાને પડકારવામાં આવ્યો છે, તેથી આ અરજદારોની વાત સાંભળવી પણ જરૂરી છે. કોર્ટે માત્ર એ જ અરજી પર સુનાવણી કરશે, જે દાખલ કરવામાં આવી છે. કોર્ટ હવે નવી અરજીઓ પર સુનાવણી નહીં કરે અને રજિસ્ટ્રીને કહેશે કે નવી અરજીઓનો સ્વીકાર ન કરે. સુપ્રીમ કોર્ટ મંગળવારે બપોરે 2 વાગ્યે આ અરજીઓ પર સુનાવણી કરશે. આ દરમિયાન બોર્ડે સૂચવેલી 30ઃ30:40 ફોર્મ્યુલા પર અંતિમ મોહર લાગી શકે છે. બોર્ડની રિઝલ્ટ તૈયાર કરવા માટે બનેલી 13 સભ્યની કમિટીએ ગત ગુરુવારે કોર્ટમાં પરિણામ જાહેર કરવાની ફોર્મ્યુલા વિશે જણાવ્યું હતું.

CBSEની ફોર્મ્યુલા

  • ધો.10ના 5 સબ્જેક્ટમાંથી જે 3માં વિદ્યાર્થીએ સૌથી વધુ સ્કોર કર્યો હશે, તેને જ રિઝલ્ટ તૈયાર કરવા માટે પસંદ કરવામાં આવશે.
  • ધો.11ના પાંચ વિષયો અને ધો.12ના યુનિટ, ટર્મ કે પ્રેક્ટિલમાં પ્રાપ્ત માર્ક્સને રિઝલ્ટનો આધાર બનાવવામાં આવશે.
  • ધો.10 અને 11ના નંબરને 30-30% અને ધો.12ના નંબરને 40 ટકા વેટેજ આપવામાં આવશે.
  • જે બાળકો પરીક્ષા આપવા માગે છે તેમના માટે સ્થિતિ સામાન્ય થવા પર અલગ પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે.

સરકારનો તર્ક- એક્સપર્ટ્સ કમિટીની સાથે ડિઝાઈન કરી ફોર્મ્યુલા
અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે જણાવ્યું હતું કે 1929થી CBSE પોતાની સેવાઓ આપી રહી છે. ઈતિહાસમાં આવું પહેલાં ક્યારેય થયું નથી. આ ફોર્મ્યુલાને અમે એક્સપર્ટ્સ કમિટીની સાથે ડિઝાઈન કરી છે. ધો.10ની બોર્ડ એક્ઝામ અને સબ્જેક્ટ ધો.11 અને 12થી અલગ હોય છે, આ કારણે અમે છેલ્લાં 3 વર્ષ ધો.10, 11 અને ધો.12ને આધાર બનાવ્યો છે.

ધોરણ 12ના પરિણામની ફોર્મ્યુલા
બોર્ડે કહ્યું હતું કે પરિણામમાં ધોરણ 10 અને ધોરણ 11ના માર્ક્સનું વેઇટેજ 30-30 ટકા હશે, જ્યારે ધોરણ 12ના માર્ક્સનું વેટેજ 10 ટકા હશે. ધોરણ 10માં પણ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા હોય છે, પરંતુ વિષય અલગ હોય છે. એવામાં ધોરણ 10ના 5 વિષયોમાંથી મુખ્ય ત્રણ વિષયોના માર્ક્સ જ ઉમેરવામાં આવશે. ત્યાર બાદ ધોરણ 11ની ટર્મ પરીક્ષા, એકમ-પરીક્ષા અને અંતિમ પરીક્ષામાં તમામ 5 વિષયના સરેરાશ ગુણ ઉમેરવામાં આવશે. આ ગુણનું વેઇટેજ 30-30 ટકા રહેશે.

ધોરણ 10ના મુખ્ય ત્રણ વિષયોના આધારે 30 ટકા ગુણ આપવામાં આવશે. ધોરણ 11ના પરિણામના આધારે 30 ટકા ગુણ આપવામાં આવશે, જ્યારે ધોરણ 12ની ઇન્ટર્નલ પરીક્ષાના પરિણામના આધારે 40 ટકા ગુણ આપવામાં આવશે.

ફાઇનલ માર્કશીટ 30-30-40ની ફોર્મ્યુલાના આધાર પર
ત્યાર બાદ ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષા અને પ્રી-બોર્ડ પરીક્ષાના માર્ક્સનું 40 ટકા વેઇટેજ આપવામાં આવશે. આ ત્રણેય માર્ક્સને જોડીને કુલ 100માંથી માર્ક્સ આપવામાં આવશે. વિદ્યાર્થીઓની ફાઇનલ માર્ક્સશીટ આ જ 30-30-40ના ફોર્મ્યુલાના આધાર પર તૈયાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ પોતાની પાછલી પરીક્ષાના માર્ક્સ ચેક કરીને પોતે જાતે પણ પરિણામ તૈયાર કરી શકે છે. બોર્ડ તરફથી પરિણામ 31 જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે.

માર્કિંગ ફોર્મ્યુલા જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તરફથી ફરિયાદો આવી રહી છે કે ધોરણ 11ના ગુણને જરૂર કરતાં વધુ ભાર આપવામાં આવી રહ્યો છે. શક્ય છે કે 11માં વિદ્યાર્થીના ગુણ ઓછા હોય, જેને કારણે ધોરણ 12ની માર્ક્સશીટમાં ગુણ ઓછા આવી શકે.

1 અથવા 2 વિષયમાં નાપાસ વિદ્યાર્થી 'Compartment'ની કેટેગરીમાં બોર્ડે આ બાબતે જણાવ્યું હતું કે માર્કિંગ ફોર્મ્યુલા દ્વારા પરિણામ તૈયાર કરવા પર વિદ્યાર્થીઓ પાસિંગ માર્ક્સ સુધી પણ પહોંચતા નથી, તેમને 'Essential Repeat' એટલે કે 'Compartment'ની કેટેગરીમાં નાખવામાં આવશે. કંપાર્ટમેન્ટની કેટેગરીમાં તે વિદ્યાર્થીઓ હશે, જે 1 અથવા 2 વિષયમાં ફેલ હશે. જ્યારે તેથી વધુ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓએ આખું વર્ષ ફરીથી રિપીટ કરવાનું રહેશે.

નાપાસ વિદ્યાર્થી પાસે બે વિકલ્પ રહેશે
આ સ્થિતિમાં વિદ્યાર્થી સામે બે વિકલ્પ હશે. પ્રથમ એ કે તે કંપાર્ટમેન્ટ પરીક્ષામાં સામેલ કરીને પોતાના માર્ક્સ વધારી શકે છે, જેને આધારે તેનું પરિણામ તૈયાર કરવામાં આવશે. બીજો વિકલ્પ એ કે વિદ્યાર્થીઓ 12ની બોર્ડની પરીક્ષા માટે તેમની શાળામાં અરજી પણ મોકલી શકે છે. મહામારીની સ્થિતિ પર કાબૂ આવ્યા બાદ પરીક્ષાઓ ફક્ત તે જ વિદ્યાર્થીઓ માટે લેવામાં આવશે, જેમણે એ માટે અરજી કરી હશે .વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને તેમનું પરિણામ સુધારી શકે છે.

જણાવી દઈએ કે બોર્ડ પરીક્ષાનું પરિણામ 31 જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે. બોર્ડ દરેક વિદ્યાર્થીની માર્ક્સશીટ તૈયાર કરીને 31 જુલાઈએ એને સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરી દેશે. વિદ્યાર્થીઓ પોતાના રોલ નંબર અને રજિસ્ટ્રેશન નંબર પરથી લૉગ-ઇન કરીને પોતાનું પરિણામ જાણી શકશે.

અન્ય સમાચારો પણ છે...