• Gujarati News
  • National
  • Supreme Court Hearing Adjourned Till August 20 As Many Documents Related To Vijay Mallya Case Disappear

સુપ્રીમ કોર્ટમાં માલ્યા કેસની સુનાવણી:વિજય માલ્યા કેસ સાથે જોડાયેલા ઘણા ડોક્યુમેન્ટ ફાઈલમાંથી ગાયબ થતાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 20 ઓગસ્ટ સુધી ટળી

નવી દિલ્હીએક વર્ષ પહેલા

ફરાર વિજય માલ્યાની રિવ્યૂ પિટીશનના કેસમાં નવો વળાંક આવ્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમા સુનાવણી થવાની હતી, પરંતુ કેસ સાથે જોડાયેલા મહત્વના ડોક્યુમેન્ટ ગાયબ થઈ ગયા. તેના કારણે સુનાવણી ટળી હતી.

જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચ હવે સનાવણી 20 ઓગસ્ટના રોજ કરશે. બેંચે ઈન્ટરવન્સ એપ્લીકેશન પર જવાબ માંગ્યો હતો, જે કેસની ફાઈલમાંથી ગાયબ છે. આવામાં પક્ષોએ નવી કોપી દાખલ કરવા માટે કોર્ટમાં સમય માંગ્યો છે. ત્યાર પછી કોર્ટે આગામી તારીખ નક્કી કરી છે.

કોર્ટના આદેશનો અનાદર કરવાનો દોષી હતો
વાસ્તવમાં આ રિવ્યૂ પિટીશન વિજય માલ્યાના કોર્ટના અવમાનના કેસ સાથે જોડાયેલી છે. માલ્યાએ કોર્ટની 14 જુલાઈ 2017ના એ ચુકાદ સામે અરજી દાખલ કરી હતી, જેમા માલ્યાને બેન્કોના 9 હજાર કરોડ બાકી રકમની ચૂકવણીના આદેશનું પાલન ન કરવાનો દોષી માનવમાં આવ્યો હતો. જોકે માલ્યાએ પોતાના બાળકોને 4 કરોડ ડોલર ટ્રાન્સફર કર્યા હતા.

કોર્ટે રજિસ્ટ્રી પાસેથી જવાબ માગ્યો હતો
આ પહેલા સુપ્રીમ કોર્ટે 19 જૂનના રોજ છેલ્લા 3 વર્ષથી માલ્યાની રિવ્યૂ પિટીશનને લિસ્ટ ન કરવાના સંબંધમાં પોતાની રજિસ્ટ્રી પાસેથી ખુલાસો માંગ્યો હતો. બેંચે રજિસ્ટ્રીને કહ્યું હતું કે તે છેલ્લા 3 વર્ષથી પિટીશન સાથે જોડાયેલ ફાઈલ સાથે ડીલ કરી રહેલા અધિકારીઓના નામ સાથેની સંપૂર્ણ વિગતો આપે. કોર્ટે કહ્યું હતું કે રિવ્યૂ પિટીશન પર સુનાવણી પહેલા રજિસ્ટ્રી અમને એ જણાવે કે છેલ્લા 3 વર્ષમાં કેસને કોર્ટમાં લિસ્ટ કેમ ન કરાયો.

અન્ય સમાચારો પણ છે...