તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Supreme Court Has Expressed Concern Over The Dam, Former Minister Uma Bharti Has Also Called It Dangerous

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડમાં હોનારત:ડેમ અંગે સુપ્રીમકોર્ટ ચિંતા વ્યક્ત કરી ચૂકી છે, પૂર્વ મંત્રી ઉમા ભારતી પણ ખતરનાક ગણાવી ચૂક્યાં છે

ચમોલી22 દિવસ પહેલાલેખક: પવન કુમાર
 • કૉપી લિંક
ધૌલીગંગા હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં બચાવ અભિયાન. આશરે 20 કિ.મી. ઉપર પર્વત પરથી એવલાન્ચનો એક ભાગ તૂટી કૃત્રિમ સરોવરમાં પડ્યો. જેનાથી રૈણી સહિત આજુબાજુના ક્ષેત્રમાં વ્યાપક વિનાશ વેરાયો. - Divya Bhaskar
ધૌલીગંગા હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં બચાવ અભિયાન. આશરે 20 કિ.મી. ઉપર પર્વત પરથી એવલાન્ચનો એક ભાગ તૂટી કૃત્રિમ સરોવરમાં પડ્યો. જેનાથી રૈણી સહિત આજુબાજુના ક્ષેત્રમાં વ્યાપક વિનાશ વેરાયો.

ઉત્તરાખંડમાં હોનારતો બાદ કાયમ નદીઓ પરના ડેમ તથા પાવર પ્રોજેક્ટ્સ સામે આંગળી ઊઠતી રહી છે. સુપ્રીમકોર્ટ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. ત્યાં સુધી કે કેન્દ્ર સરકારનું જળ સંસાધન મંત્રાલય 2016માં સુપ્રીમકોર્ટમાં જણાવી ચૂક્યું છે કે ઉત્તરાખંડમાં ગંગા નદી પર કોઇ પણ નવો પાવર પ્રોજેક્ટ પર્યાવરણ માટે જોખમી છે. 2013ની કેદારનાથ હોનારત બાદ એક અરજીના પગલે સુપ્રીમકોર્ટે રાજ્યના 24 પાવર પ્રોજેક્ટ પર રોક લગાવી દીધી હતી. આ કેસ હાલ પણ સુપ્રીમકોર્ટમાં પડતર છે. તે છતાં ઉત્તરાખંડમાં પર્યાવરણના શોષણનો સિલસિલો અટક્યો નથી.

2013ની કેદારનાથ હોનારત બાદ એક અરજીના પગલે સુપ્રીમકોર્ટે રાજ્યના 24 પાવર પ્રોજેક્ટ પર રોક લગાવી દીધી હતી.
2013ની કેદારનાથ હોનારત બાદ એક અરજીના પગલે સુપ્રીમકોર્ટે રાજ્યના 24 પાવર પ્રોજેક્ટ પર રોક લગાવી દીધી હતી.

જૂન, 2013ની હોનારત બાદ સુપ્રીમકોર્ટમાં દાખલ એક અરજી અંગે સુનાવણી વખતે પર્યાવરણ મંત્રાલયનું પહેલાં એમ માનવું હતું કે પાવર પ્રોજેક્ટ્સની પર્યાવરણ પર અસર થશે. 2014ની 13 ડિસેમ્બરે સુપ્રીમકોર્ટે આ મામલે કહ્યું હતું કે આ પાવર પ્રોજેક્ટ્સથી વન અને પર્યાવરણને જોખમ હોય તો તેમને રદ કેમ નથી કરાતા? તેમને મંજૂરી આપનારા અધિકારીઓ સામે પગલાં કેમ નથી લેવાતા? વિકાસકાર્યોમાં પર્યાવરણ સાથે બાંધછોડ ન થવી જોઇએ. કોર્ટે પર્યાવરણલક્ષી જોખમને ધ્યાનમાં રાખીને પ્રસ્તાવિત 39માંથી 24 પ્રોજેક્ટ પર રોક લગાવી દીધી હતી. ત્યાર બાદ કેન્દ્ર દ્વારા દાખલ એફિડેવિટમાં જણાવાયું હતું કે સરકાર બધા વિકાસકાર્યો વૈજ્ઞાનિક ઢબે જ કરાવશે.

આ કેસની સુનાવણી હજુ જારી છે. સુપ્રીમકોર્ટે ગત 28 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારને નિર્દેશ જારી કર્યો હતો કે સરકાર ઇચ્છે તો આ પ્રોજેક્ટ ઇકો-સેન્સેટિવ ઝોનની બહાર અન્ય ક્ષેત્રોમાં શિફ્ટ કરવા અંગે વિચારી શકે છે, જેથી લોકોનો જીવ જોખમમાં ન મુકાય.

ઉમા ભારતીએ કહ્યું હતું- નદીઓનું વહેણ અવિરત હોવું જોઇએ

પૂર્વ મંત્રી ઉમા ભારતી પણ ખતરનાક ગણાવી ચૂક્યાં છે કે અલકનંદા, મંદાકિની, ભાગીરથી અને ગંગા નદીઓ પર કોઇ પણ ડેમ કે પાવર પ્રોજેક્ટ જોખમી હશે.
પૂર્વ મંત્રી ઉમા ભારતી પણ ખતરનાક ગણાવી ચૂક્યાં છે કે અલકનંદા, મંદાકિની, ભાગીરથી અને ગંગા નદીઓ પર કોઇ પણ ડેમ કે પાવર પ્રોજેક્ટ જોખમી હશે.

24 પાવર પ્રોજેક્ટ પર રોક મામલે સુનાવણી દરમિયાન 2016માં તત્કાલીન જળ સંસાધન મંત્રી ઉમા ભારતી દ્વારા દાખલ એફિડેવિટમાં કેન્દ્ર સરકારના વલણથી વિપરીત જણાવાયું હતું કે ઉત્તરાખંડમાં અલકનંદા, મંદાકિની, ભાગીરથી અને ગંગા નદીઓ પર કોઇ પણ ડેમ કે પાવર પ્રોજેક્ટ જોખમી હશે.

1916ની જળ સમજૂતીના આધારે પ્રોજેક્ટની તરફેણ કરી હતી
બીજી તરફ પર્યાવરણ અને ઊર્જા મંત્રાલયોએ એફિડેવિટમાં જણાવેલું કે ડેમ બનાવવાનું જોખમી નથી. આનો આધાર 1916ની સમજૂતી છે, જેમાં જણાવાયું કે નદીઓમાં 1 હજાર ક્યૂસેક પાણીનો ફ્લો જાળવી રખાય તો ડેમ બાંધી શકાય છે. પર્યાવરણ મંત્રાલય આને ઇ-ફ્લો કહે છે.

પૂરતા અભ્યાસ વિના મંજૂરી અપાઇ રહી છે, જે જોખમી બની રહેશે
જળ સંસાધન મંત્રાલયે એફિડેવિટમાં ચેતવણી આપી હતી કે પાવર પ્રોજેક્ટ્સને પૂરતા અભ્યાસ વિના મંજૂરી અપાય છે, જે જોખમી છે. તે સમયે નવા 70 પાવર પ્રોજેક્ટની તૈયારી ચાલી રહી હતી. જળ સંસાધન મંત્રાલયે પણ એફિડેવિટમાં ડેમ અને પાવર પ્રોજેક્ટ્સની અસરોની સમીક્ષાની જરૂર જણાવી હતી.

સુપ્રીમે ચારધામ પ્રોજેક્ટથી નુકસાન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી
ચારધામ પ્રોજેક્ટના કારણે પણ ઉત્તરાખંડમાં પર્યાવરણને ભારે નુકસાન થયું હતું. સુપ્રીમકોર્ટે રચેલી રવિ ચોપડા કમિટીએ તેના રિપોર્ટમાં આ ખુલાસો કર્યો હતો. તે રિપોર્ટના આધારે સુપ્રીમકોર્ટે કેન્દ્રને 7 મી.ના બદલે 5.5 મીટર પહોળા રસ્તા બનાવવા આદેશ કર્યો હતો.​​​​​​​

વહેણ એટલું વિનાશક હતું કે ખડકો, વૃક્ષો અને બોલ્ડર હવામાં ઊડતા દેખાયાં

​​​​​​​

ગામના લોકો સવારનો નાસ્તો કરી ચૂક્યા હતા. કોઈ ખેતરો તરફ જવાની તૈયારીમાં હતું તો કોઈ જરૂરી વસ્તુ ખરીદવા જોશીમઠ માટે નીકળી રહ્યું હતું. ત્યારે અચાનક ભયાનક વિસ્ફોટ થયો. શરૂઆતમાં કોઈને કંઈ સમજાયું નહીં પણ તેના પછી જ્યારે નીચે નદીમાં પ્રલય જોયો તો બધાના હોશ ઊડી ગયા. નદી પર બની રહેલા ડેમની વચ્ચોવચ મજૂરો કામ કરી રહ્યા હતા. અમે બૂમો પાડવાની શરૂઆત કરી. ગામના અમુક પરિવારોનાં ખેતરો નદી કિનારે હતાં. તે ખેતરોમાં જ હતા.

આ વાત જણાવતા ગામના પ્રધાન શોભા રાણા ઘેરા આઘાતમાં જણાય છે. સ્થાનિક નિવાસી ભગવાન રાણા સિંહ કહે છે કે અમે લોકોનો જીવ બચાવવા મરણિયા પ્રયાસ કર્યા પણ અમુક મિનિટોમાં જ બધું સમાપ્ત થઈ ગયું. જોશીમઠ નગરથી 23 કિ.મી. દૂર મલારી બોર્ડર હાઈવે નજીક રૈણી ગામથી આશરે 20 કિ.મી. ઉપર પર્વત પરથી એવલાન્ચનો એક ભાગ તૂટી કૃત્રિમ સરોવરમાં પડ્યો. જેનાથી રૈણી સહિત આજુબાજુના ક્ષેત્રમાં વ્યાપક વિનાશ વેરાયો.

ગ્રામીણો કહે છે કે રવિવારે સવારે 10 વાગ્યે ગ્લેશિયર તૂટ્યું. જેને સૌથી પહેલા પેંગ મુરંડાના લોકોએ જોયું અને આજુબાજુનાં ગામના લોકોએ માહિતી આપવા માટે ઊંચા સ્થાનો પર જઈને હોબાળો મચાવ્યો. હિમસ્ખલનની ઝડપ એટલી વધારે હતી કે રસ્તામાં આવતાં ખડકો, વૃક્ષો, બોલ્ડર બધાં હવામાં ઊડતાં અનેક કિ.મી. નીચે ઋષિ ગંગા નદી તથા ધૌલી નદીના સંગમ સુધી પહોંચી ગયા. 5 હિંચકા બ્રિજ તથા મલારી બોર્ડર હાઈવે પર રૈણીમાં આવેલા મુખ્ય બ્રિજ પણ તણાઈ ગયો. રૈણીમાં આ નદી પર બનેલ 13.2 મેગાવૉટનો ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટ પણ સંપૂર્ણપણે કાટમાળ નીચે દટાઈ ગયો. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો