તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Supreme Court Former Judge Markandey Katju Write To Pm Narendra Modi To End Farmers Protest Give 2 Suggestion

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાયદો અને કિસાન:સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કાત્જુએ PM મોદીને લખ્યો પત્ર, કહ્યું- ખેડૂત આંદોલન સમાપ્ત કરવા માટે મારી પાસે 2 સૂચન

4 મહિનો પહેલા
 • જસ્ટિસ કાત્જુએ કહ્યું છે, સરકારે તરત ત્રણેય નવા કૃષિ કાયદા પરત લેવા જોઈએ, તો તેમની નિંદા કરતાં વખાણ વધુ થશે

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જુએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. ચિઠ્ઠીમાં જસ્ટિસ કાત્જુએ પીએમ મોદીને પત્રમાં કહ્યું છે કે ખેડૂતો તરફથી કોર્ટની કમિટીને નકાર્યા પછી સરકારે તરત ત્રણેય નવા કૃષિ કાયદા રદ કરવા જોઈએ અને સાથે જ હાઈ પાવર કિસાન કમિશનનું ગઠન કરવું જોઈએ. જો સરકારે હવે સચેત થઈને પગલાં નહીં લે તો 26 જાન્યુઆરીએ હિંસાનું વાતાવરણ સર્જાઈ શકે છે. આ પત્રમાં કાત્જુએ સરકારને ખેડૂત આંદોલન સમાપ્ત કરવા માટે બે સૂચન પણ આપ્યાં છે.

હદની બહાર થઈ ગયો છે વિરોધ: કાત્જુ
માર્કંડેય કાત્જુએ વડાપ્રધાન મોદીને પત્રમાં લખ્યું છે કે ભારતમાં ખેડૂત આંદોલન અને એનાથી જોડાયેલી સમસ્યાઓ હદની બહાર થઈ રહી છે. ખેડૂત સંગઠનોએ સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી 4 સભ્યની કમિટીમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો છે અને સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી એ 3 કાયદાને રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન સમાપ્ત નહીં થાય.

દિલ્હીમાં ગણતંત્ર દિવસે થઈ શકે છે હિંસા
જસ્ટિસ કાત્જુએ આગળ લખ્યું છે કે મોટી સંખ્યામાં ખેડૂતોએ દિલ્હીની સીમા પર કેમ્પ નાખ્યા છે. તેમણે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં પ્રવેશ કરવાનો અને પોતાનાં ટ્રેક્ટરો સાથે ગણતંત્ર દિવસે પરેડમાં સામેલ થવાનો દૃઢ સંકલ્પ કર્યો છે. સ્પષ્ટ છે કે સરકાર દ્વારા મંજૂરી નહીં આપવામાં આવે અને પરિણામે પોલીસ અને અર્ધસૈન્ય બળ લાઠીચાર્જ અને ગોળીબાર કરશે. ત્યાર પછી હિંસા થઈ શકે છે. તેમણે આગળ લખ્યું છે કે મને આશા છે કે તમે આ હિંસાથી બચવા માગશો. મારી પાસે આ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો ઉપાય છે.

માર્કંડેય કાત્જુએ પીએમ મોદીને આપ્યાં 2 સૂચન
1) સરકારે ત્રણેય નવા કૃષિ કાયદા તરત રદ કરવાનો અધ્યાદેશ જાહેર કરવો જોઈએ. જો તમે આવું કરશો તો દરેક લોકો તમારાં વખાણ કરશે. જો કોઈ પૂછશે કે કાયદો કેમ બનાવવામાં આવ્યો, તો તમે કહી શકશો કે અમે ભૂલ કરી. અમને અમારી ભૂલનો અહેસાસ છે અને હવે એને સુધારી રહ્યા છીએ. દરેક માણસથી ભૂલ થાય. આવું કરવાથી તમારી નિંદા કરતાં તમારાં વખાણ વધારે થશે.
2) એ સાથે જ સરકારે મુખ્ય ખેડૂત સંગઠન, સરકારના પ્રતિનિધિ અને કૃષિ-નિષ્ણાતોના સભ્યોની એક મજબૂત ખેડૂત આયોગની નિમણૂક કરવી જોઈએ, જે ખેડૂતોની સમસ્યાઓના દરેક મુદ્દા પર વિચાર કરીને કર્તવ્ય સાથે કામ કરશે. ખેડૂતોને તેમના પાક માટે પૂરતો ભાવ નથી મળતો. એને કારણે પહેલાં જ 3થી 4 લાખ ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. તેની ખેડૂત સમિતિ દ્વારા ઘણા મહિનાઓ સુધી ચર્ચા કરવી જોઈએ અને પછી બધાની સહમતીથી એક કાયદો બનાવવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો