પ્રેમી સાથે મળીને સાસુની હત્યા:સુપ્રીમ કોર્ટે પુત્રવધૂના પ્રેમીને ન આપ્યા જામીન, કહ્યું- મર્ડર માટે ઝેરીલા સાપનો હથિયારની જેમ ઉપયોગ કરનાર સમાજમાં ખુલ્લો ફરે તે યોગ્ય નથી

14 દિવસ પહેલા

પ્રેમિકાની સાસુનો પહેલાં ઓશિકાથી મોઢું દબાવ્યું અને પછી સાપ પાસે કરડાવીને હત્યા કરનાર પ્રેમીની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું- હત્યાની ઘટનામાં ઝેરીલ સાપનો ઉપયોગ હથિયાર તરીકે કરવો તે એક જઘન્ય ગુનો છે. રાજસ્થાનમાં હત્યા માટે કોઈ ઝેરીલા સાપનો ઉપયોગ કરવો અસામાન્ય છે.

કોર્ટે કહ્યું- ગુનાને અંજામ આપવા માટે આરોપીએ ઘણી જ નવી ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. આરોપીને છોડવામાં આવે તે માટે લાયક જ નથી. ચીફ જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોલીની બેંચની સામે આ અનોખો કેસ સામે આવ્યો હતો.

ફૌજીની પત્નીએ પ્રેમી સાથે મળીને ઘટનાને અંજામ આપ્યો
આ સમગ્ર મામલો રાજસ્થાનના ઝુંઝુનૂંના બુહાના તાલુકાના સાંગવા ગામનો છે. એક ફૌજીની પત્નીએ પ્રેમી સાથે મળીને સાસુને હટાવવા માટે એવું ષડયંત્ર રચ્યું કે પોલીસ પણ ચોંકી ગઈ. પહેલાં બંનેએ મળીને ઓશિકાથી સાસુનું મોઢું દબાવવાનો પ્રયાસ કર્યો, તે પછી તેમની પાસે ઝેરીલો સાપ છોડી દીધો. કે જેથી મોતનું કારણ સાંપ કરડવાથી થયું હોવાનું પુરવાર થાય.

આ ષડયંત્રમાં બંને લગભગ મહદ અંશે સફળ પણ થઈ ગયા હતા, પરંતુ પોલીસની સતર્કતા અને કોલ રેકોર્ડને કારણે આખી ઘટના સામે આવી. પોલીસે પુત્રવધૂ અલ્પના જાંગિડ અને તેમના પ્રેમી મનીષ મીણા તેમજ સહયોગી કૃષ્ણકુમાર મીણાની ધરપકડ કરી છે.

3 વર્ષ પહેલાં થયા હતા લગ્ન, સાસુની મનાઈ છતાં પ્રેમી સાથે કરતી હતી વાત
આ સમગ્ર ઘટનાને સમજવા માટે 3 વર્ષ જૂની વાત પર નજર કરીએ. જૂન, 2018માં બુહાના (ઝુંઝુનૂ)ના સાગવા નિવાસી અલ્પના જાંગિડના લગ્ન આર્મીના જવાન સચિન સાથે થયા હતા. તેમની પોસ્ટિંગ આસામમાં થઈ હતી. ઘરમાં અલ્પના, સચિનની મા સુબોધ અને તેમના પિતા રહેતા હતા. પિતા પણ કામને લઈને મોટા ભાગે શહેરથી બહારે જ રહેતા હતા. એવામાં ઘરમાં અલ્પના અને તેની સાસુ સુબોધ જ મોટા ભાગે ઘરમાં રહેતી હતી. અલ્પનાનું ચક્કર જયપુર નિવાસી મનીષ મીણા સાથે હતું.

અલ્પના મોટા ભાગનો સમય મનીષ સાથે ફોન પર વાત કરીને જ પસાર કરતી હતી. વીડિયો કોલ પર પણ બંને વચ્ચે ઘણી વાતચીત થતી હતી. જેની જાણકારી આજુબાજુમાં રહેતા લોકોને પણ થઈ ગઈ હતી. સાસુ તેનો વિરોધ કરતી હતી.અલ્પના ન માની તો એક દિવસ સાસુએ સ્પષ્ટ કહી દીધું કે જો સુધરો નહીં આવે તો તે પોતાના પુત્ર સચિનને સમગ્ર વાત જણાવી દેશે.

જ્યૂસમાં ઊંઘની ગોળી આપી, મોઢું દબાવીને હત્યા કરી પછી સાંપ પાસે પણ કરડાવી
અલ્પનાએ પોતાના પ્રેમી મનીષ મીણાની સાથે મળીને સાસુ સુબોધને હટાવવાની યોજના બનાવી. તેઓએ નક્કી કર્યું કે હત્યાને તે રીતે પાર પાડવામાં આવશે કે સમગ્ર મામલો એક દુર્ઘટના લાગે. અલ્પનાએ મનીષ અને તેના મિત્રની સાથે મળીને જયપુરના સામોદના મદારી પાસેથી ઝેરી સાપ ખરીદ્યો. ઘટનાવાળા દિવસે રસોડામાંથી મનીષ અલ્પનાના ઘરમાં ઘૂસ્યો. સાપને એક બેગમાં રાખ્યો હતો.

2 જૂન 2018નાં રોજ અલ્પનાએ ઊંઘની ગોળી મિક્સ કરીને કેળાનો જ્યૂસ પીવડાવી દીધો. સાસુ ગાઢ નિંદરમાં સુઈ ગયા. જે બાદ અલ્પનાએ પ્રેમી સાથે મળીને સાસુનું મોઢું ઓશિકાથી દબાવી દીધું. આટલું ઓછું હોય તેમ સાપવાળી બેગ પણ તેમના રૂમમાં રાખી દીધી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં, જ્યાં મોતનું કારણ સર્પદંશ જણાવવામાં આવ્યું હતું.

શંકાથી બચવા માટે મદારીને બોલાવીને સાંપ પકડાવ્યો
કોઈને શંકા ન જાય તેથી અલ્પનાએ મદારીને બોલાવ્યો. તેને રૂમમાંથી ઝેરીલા સાપને પકડ્યો અને લઈ ગયો. તેનાથી તે પણ પુરવાર થયું કે ઝેરીલો સાપ રૂમમાં જ હતો. સમગ્ર મામલાને એક દુર્ઘટના પુરવાર કરવામાં બંને સફળ રહ્યાં. ઝુંઝુનૂં પોલીસ પણ આ દુર્ઘટના છે એમ માનીને ચાલતી હતી. પોલીસનું માથું ત્યારે ભમ્યું જ્યારે તેને અલ્પનાની કોલ ડિટેઈલ કઢાવી.

ઘટનાવાળા દિવસે અલ્પના અને મનીષ મીણા વચ્ચે 100થી વધુ વખત વાતચીત થઈ હતી. આજુબાજુમાં પૂછપરછ કરવામાં આવતા સામે આવ્યું કે કલ્પના આખી આખી રાત પોતાના પ્રેમીની સાથે વીડિયો કોલમાં વાત કરતી હતી. તેમજ સાસુએ અનેક વખત પ્રેમી મનીષ મીણાની સાથે પણ જોઈ હતી. પોલીસ તપાસમાં પણ સામે આવ્યું કે બંને લાંબા સમયથી ફોન પર એકબીજાના સંપર્કમાં હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટથી સામે આવ્યું તથ્ય
પોલીસના જણાવ્યા મુજબ સાસુનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો અને તમામ તથ્યો પણ સામે આવ્યા. મોતનું કારણ શ્વાસ ઘુંટાવવાને કારણે થયું હોવાનું રિપોર્ટમાં આવ્યું. સાથે જ સાપનું ઝેર બોડીમાંથી મળ્યું હતું. તેનાથી સ્પષ્ટ થાય છે કે શ્વાસ રુંધાયા બાદ સાપ તેમને કરડ્યો હતો. ઘટનાના લગભગ 7 મહિના બાદ પોલીસે પુત્રવધૂ અલ્પના જાંગિડ, તેના પ્રેમી મનીષ મીણા અને મિત્ર કૃષ્ણકુમાર મીણાની ધરપકડ કરી હતી.

કડક પૂછપરછ થઈ તો પોલીસ મદારી સુધી પણ પહોંચી ગઈ. તે મદારી જ આ કેસમાં સાક્ષી બન્યો. તેને મેજિસ્ટ્રેટની સામે CRPCની કલમ 164 અંતર્ગત નિવેદન આપ્યું કે અલ્પનાના પ્રેમીના કહેવાથી તેને સાપની વ્યવસ્થા કરી હતી.

મનીષના વકીલનો તર્ક
અલ્પનાના પ્રેમી તરફથી એડવોકેટ આદિત્યકુમાર ચૌધરીએ CJIની આગેવાનીવાળી બેંચની સામે દલીલ કરી કે મનીષ મીણા ક્રાઈમ સીન પર હાજર જ ન હતો. તેને કઈ રીતે ષડયંત્રનો ભાગ માની શકાય. જ્યારે તે કોઈને ખ્યાલ જ નથી કે સાપ કોને કરડશે? કોઈ રૂમમાં ઝેરીલો સાપને છોડવાનો તે અર્થ નથી કે સાપને ખ્યાલ છે કે તેને કોઈને કરડવાનું છે. પોલીસે કોલ રેકોર્ડની વિશ્વસનીયતાની પણ તપાસ નથી કરી. મનીષ એક વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ છે.

જામીન આપવાનો ઈનકાર
સુપ્રીમ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવતા કહ્યું કે હત્યાની ઘટનામાં ઝેરીલા સાંપનો ઉપયોગ હથિયાર તરીકે થયો છે જે એક જઘન્ય છે. તમે કથિત રીતે આ ષડયંત્રનો ભાગ હતા અને મદારીની મદદથી તમે હત્યામાં ઉપયોગ સાપની વ્યવસ્થા કરી હતી. તમે આ તબક્કે જામીન પર છોડાવવા માટે લાયક નથી.

પુત્રવધૂ જયપુર તો પ્રેમી અને તેનો સાથી ખેતડી જેલમાં બંધ
પુત્રવધૂ અલ્પના જયપુરની જેલમાં બંધ છે. તેનો પ્રેમી મનીષ મીણા અને સાથી ખેતડી જેલમાં છે. ત્રણેયએ જામીન માટે હાઈકોર્ટમાં પહેલાં અરજી કરી હતી. જામીન ન મળ્યા તો મનીષ મીણાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...