તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:ગુજરાતના પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી સાંભળવા સુપ્રીમ કોર્ટ રાજી

નવી દિલ્હી7 મહિનો પહેલા
સંજીવ ભટ્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
સંજીવ ભટ્ટ - ફાઇલ તસવીર

ગુજરાતના પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ રાજી થઈ ગઈ છે. આ મુદ્દે જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં સુનાવણી થશે. ભટ્ટે પોતાની આજીવન કારાવાસની સજા રદ કરવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણ, એમ. આર. શાહ અને આર. સુભાષ રેડ્ડીની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી. આ કેસ 1990નો છે. એ વખતે જામજોધપુરના પ્રભુદાસ વૈષ્ણાનીનું પોલીસ અટકાયતમાં મૃત્યુ થઈ ગયું હતું. આ મુદ્દે જામનગરની અદાલતે જૂન 2019માં સંજીવ ભટ્ટને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.

અન્ય સમાચારો પણ છે...