તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કાનપુરના બિકરુ ગામમાં વિકાસ દુબે અને તેના સાથીઓએ 8 પોલીસ કર્મચારીઓની હત્યા કરી હતી. ત્યાર બાદ વિકાસ દુબેનું એન્કાઉન્ટર કરાયું હતું. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એક સપ્તાહમાં કમિશન પોતાની તપાસ શરૂ કરે અને બે મહિનામાં તેને પૂરી કરે. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને સલાહ આપી છે કે વિકાસ દુબે એન્કાઉન્ટર જેવી ભૂલ ભવિષ્યમાં ન કરે.
ગત સોમવારે થયેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસ એસએ બોબડેએ વિકાસ દુબેના એન્કાઉન્ટરની તપાસ માટે ફરીવાર કમિશન બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. બુધવારે થયેલી સુનાવણીમાં ઉત્તર પ્રદેશ સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા.
કેસની તપાસ કરી રહેલ જસ્ટિસ શશિકાંત અગ્રવાલ પણ કમિશનમાં હશે. પરંતુ કમિશનની અધ્યક્ષતા બીએસ ચૌહાણ કરશે. તુષાર મહેતાએ કહ્યું કમિશન તપાસ કરશે કે 64 ક્રિમિનલ કેસ હોવા છતા પણ વિકાસ જામીન કે પેરોલ પર બહાર આવવામાં સફળ કેવી રીતે થયો? કોણ તેને રક્ષણ આપી રહ્યું હતું. કોર્ટે કહ્યું કે આ બધા મહત્વના પાસા છે, જેની તપાસ થવી જોઈએ.
પોલીસે સોગંદનામુ રજૂ કર્યું હતું
પોલીસે વિકાસ દુબેના એન્કાઉન્ટરને સાચું ગણાવી સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું. તેમા કહેવામાં આવ્યું હતું કે વિકાસ એન્કાઉન્ટરની તુલના હૈદરાબાદના રેપ આરોપીઓના એન્કાઉન્ટર સાથે ન કરી શકાય. તેલંગાણા સરકારે એન્કાઉન્ટરની તપાસ માટે કમિશનની રચના કરી હતી. ઉત્તર પ્રદેશ સરકારે પણ તપાસ માટે કમિશનની રચના કરી છે.
અરજી કરનારે કમિશનને ગેરકાયદેસર ગણાવ્યું હતું
અરજી કરનારે કોર્ટમાં કહ્યું હતું કે કમિશનની રચના ગેરકાયદેસર છે. સરકારે તે માટે વિધાનસભાની મંજૂરી લીધી નથી, કે ન ઓર્ડિનન્સ પાસ કર્યું છે. જસ્ટિસ શશિકાંત હાઈકોર્ટના રિટાયર્ડ જજ નથી. તેઓએ વિવાદાસ્પદ સ્થિતિમાં પોતાના પદથી રાજીનામુ આપ્યું છે. પોલીસે બદલાની ભાવનાથી ગેંગવોર જેવું વલણ અપનાવ્યું છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.