તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Supersonic Cruise Missile Fired From BrahMos Navy's Stealth Destroyer, Successfully Targeting Target In Arabian Sea

બ્રહ્મોસનું વધુ એક પરીક્ષણ:સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસ નેવીના સ્ટીલ્થ ડેસ્ટ્રોયર જહાજથી ફાયર કરવામાં આવી, અરબ સમુદ્રમાં ટાર્ગેટને સફળતાપૂર્વક નિશાન લગાવ્યુ

નવી દિલ્હી4 દિવસ પહેલા
INAS ચેન્નાઈથી બ્રહ્મોસ મિસાઈલનું ટેસ્ટ કરવામાં આવ્યુ છે
  • બ્રહ્મોસ મિસાઈલ અવાજ કરતા ત્રણ ગણી ગતિથી પ્રહાર કરી શકે છે, તેની ઝડપ પ્રતિ કલાક આશરે 3,457 કિમી છે

ભારતની સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસે ટેસ્ટનો વધુ એક તબક્કો પસાર કરી લીધો છે. રવિવારે સવારે ચેન્નાઈમાં તેને નેવીના સ્ટીલ્થ ડેસ્ટ્રોયર જહાજ (તેને દુશ્મનની રડાર પડી શકતુ નથી) INS ચેન્નાઈથી ફાયર કરવામાં આવી હતી. તેણે આ ટેસ્ટ ફાયરમાં અરબ સમુદ્રમાં એક ટાર્ગેટને સફળતા પૂર્વક નિશાન લગાવ્યુ હતું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ આ અંગે જાણકારી આપી છે. આ મિસાઈલ અવાજ કરતા ત્રણ ગણી ઝડપથી પ્રહાર કરી શકે છે. તેની ઝડપ પ્રતિ કલાક 3,457 કિમી છે. તે 400 કિમી રેન્જ સુધી નિશાન લગાવી શકે છે.

સુપર સોનિક ક્રૂઝ બ્રહ્મોસ મિસાઈલને જમીન, જહાજ અને ફાઈટર જેટની મદદથી પ્રહાર કરી શકાય છે. મિસાઈલનું પહેલુ એક્સટેન્ડેડ વર્ઝનનું પરીક્ષણ 11 માર્ચ 2017ના રોજ કરવામાં આવ્યુ હતું. બે નદીના નામ પરથી બ્રહ્મોસ નામ પાડવામાં આવ્યુ છે. તેમા ભારતની બ્રહ્મપુત્ર નદીમાંથી 'બ્રહ્મ' અને રશિયાની મોસ્ક્વા નદીમાંથી 'મોસ' લેવામાં આવ્યુ છે.

બે સપ્તાહમાં બીજી વખત મિસાઈલનું ટેસ્ટ
DRDOએ ટેસ્ટ સફળ રહેવા બદલ કહ્યું કે બ્રહ્મોસ એક પ્રાઈમ સ્ટ્રાઈક વેપન છે. તેનાથી આપણા વિશાળ જહાજોને લાંબા અંતર સુધી હવાથી હવામાં પ્રહાર કરવામાં મદદ મળશે. બે સપ્તાહ અગાઉ પણ ઓડિશાના ચાંદીપુરા સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાં તેનું ટેસ્ટ કરવામાં આવ્યુ હતું. તે સમયે પણ તેણે પરીક્ષણના તમામ માપદંડોને સફળતાપૂર્વક પૂરા કરવામાં આવ્યા હતા.

ભારતીય સેનાના કાફલામાં બ્રહ્મોસ સામેલ છે
તેને ભારતના DRDOએ રશિયાની NPO મેશિનોસ્ટ્રોનિયા (NPOM) સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. બ્રહ્મોસ એવી ચોક્કસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલોમાં સામેલ છે કે જે ભારતીય વાયુસેના તથા નૌકાદળના કાફલામાં સામેલ છે. નવી આવૃત્તિના પ્રપુલ્શન સિસ્ટમ, એરફ્રેમ, પાવર સપ્લાઈ સહિત અનેક મહત્વના ઉપકરણ દેશમાં જ વિકસિત કરવામાં આવ્યા છે. તે મુખ્યત્વે સબમરીન, જહાજો અને નોકાઓને નિશાન બનાવવામાં પણ મદદરૂપ બની શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો