• Home
  • National
  • Invitation to Sunni Waqf Board, Ayodhya social worker Mohammad Sharif, Babri Masjid party party Iqbal for Bhumi Pujan of Ram temple

ભૂમિપૂજન / રામ મંદિરના ભૂમિપૂજનમાં સુન્ની વક્ફ બોર્ડ, અયોધ્યાના સમાજસેવક મોહમ્મદ શરીફ, બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલને આમંત્રણ

Invitation to Sunni Waqf Board, Ayodhya social worker Mohammad Sharif, Babri Masjid party party Iqbal for Bhumi Pujan of Ram temple
X
Invitation to Sunni Waqf Board, Ayodhya social worker Mohammad Sharif, Babri Masjid party party Iqbal for Bhumi Pujan of Ram temple

  • યોગ ગુરુ બાબા રામદેવ, ગાયત્રી પરિવારના પ્રણવ પંડ્યા, કબીર પંથને આમંત્રણ
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતને પણ આમંત્રિત કરાયા

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 04:39 PM IST

અયોધ્યા. રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમમાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ જફર ફારુખી, અયોધ્યાના સમાજસેવક પદ્મ શ્રી મોહમ્મદ શરીફ, બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ પણ સામેલ થાય તેવી શકયતા
સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ તો મસ્જિદના પક્ષમાં શરૂઆતથી જ હતું અને રામ મંદિરની વિરુદ્ધ લડાઈ લડી રહ્યું હતું. તેમ છતાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ જફર ફારુખીને રામ મંદિરના ભૂમિ પૂજન માટેની અતિથિઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

મોહમ્મદ શરીફને પણ મોકલવામાં આવ્યું છે આમંત્રણ
અયોધ્યામાં સમાજસેવક તરીકે જાણીતા મોહમ્મદ શરીફ ખિડકી અલી બેગમાં રહે છે. કેન્દ્ર સરકારે 2020માં પદ્મ શ્રીથી તેમનું સન્માન કર્યું હતું. મોહમ્મદ શરીફ અત્યાર સુધીમાં 5000થી વધુ બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરી ચૂક્યા છે.

રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનમાં તમામ ધર્મો, પંથો, સનાતન ધર્મના શંકરાચાર્યો સિવાય સૂફી સંપ્રદાયોના પ્રમુખોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં ખ્રિસ્તી, જૈન, શીખ, મુસ્લિમ, બૈદ્ધ ધર્મના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ બધાને ફોનથી આમંત્રણ આપવામાં આવ્યું છે.

રામદેવ, મા અમૃતાનંદમયી, પ્રણવ પંડ્યાને પણ આમંત્રણ
શ્રીરામ જન્મભૂમિ મંદિરના ભૂમિ પૂજનમાં સામેલ મુખ્ય અતિથિઓ પર એક નજર કરીએ તો તેમાં યોગ ગુરુ બાબા રામદેવ, ગાયત્રી પરિવારના પ્રણવ પંડ્યા, કબીર પંથ, રામકૃષ્ણ મિશન, કેરળના મા અમૃતાનંદમયી, રામ મંદિર આંદોલનમાં લાંબા સમય સુધી સક્રિય જવાબદારી સંભાળનાર અશોક સિંધલના ભત્રીજા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત અને સંઘના કેટલાક અન્ય પદાધિકારીઓ સિવાય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક અગ્રણી નેતાઓને બોલાવવામાં આવ્યા છે.

કોઠારી બંધુઓના સંબંધીઓને પણ આમંત્રણ
આ સિવાય સમગ્ર દેશના પ્રમુખ ધર્મ સ્થળોના પ્રમુખોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે બાબરી વિધ્વંશ દરમિયાન જીવ ગુમાવનાર કોઠારી બંધુઓની બહેન પૂર્ણિમા કોઠારીને પણ ભૂમિ પૂજન કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી