• Gujarati News
  • National
  • Sukhoi Miraj Rehearsal 2 Days Before PM's Arrival, 30 Fighter Planes Will Show Strength

પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ઉતર્યું હરક્યુલિસ:PMના આગમનના 2 દિવસ અગાઉ સુખોઈ-મિરાઝનું રિહર્સલ, 30 ફાઈટર પ્લેન દેખાડશે શક્તિ

સુલ્તાનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેની એર સ્ટ્રિપ પર રવિવારે બપોર બાદ C-130J હરક્યુલિસ વિમાન ઉતર્યું હતું. વિમાનની જોરદાર ગર્જનાને લીધે આજુબાજુના ગામોના લોકોનું ધ્યાન આ તરફ ખેંચાયું હતું. અત્યારે ટ્રાયલને લીધે ફાઈટર પ્લેન લોકો માટે ભારે ચર્ચાનો વિષય બન્યા છે. દરરોજ ફાઈટર પ્લેન એર સ્ટ્રિપ પર ઉતરી રહ્યા છે. આ ટ્રાયલ 16 નવેમ્બર સુધી ચાલતા રહેશે.

આ અગાઉ 12 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ત્રણ ફાઈટર પ્લેન આવ્યા હતા. તૈયારીનું નિરીક્ષણ કરવાની સ્થિતિ વચ્ચે આ ત્રણેય પ્લેન એક્સપ્રેસ-વે ઉપર ચક્કર લગાવતા રહ્યા હતા. એર સ્ટ્રિપને સ્પર્શ કરી અનેક વખત ઉડ્યા હતા.

ગો એન્ડ ટચ ઓપરેશન અંતર્ગત ફાઈટર પ્લેન એર સ્ટ્રિપ પર ઉતરતા જ ઉડી ગયા
ગો એન્ડ ટચ ઓપરેશન અંતર્ગત ફાઈટર પ્લેન એર સ્ટ્રિપ પર ઉતરતા જ ઉડી ગયા
ટ્રાયલ સમયે એર સ્ટ્રિપ પર લડાકૂ વિમાનો ઉતરતા જોવા મળ્યા
ટ્રાયલ સમયે એર સ્ટ્રિપ પર લડાકૂ વિમાનો ઉતરતા જોવા મળ્યા
12 નવેમ્બરના રોજ ફાઈટર પ્લેને રિહર્સલ માટે ઉડાન ભરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદથી દરરોજ એર સ્ટ્રિપ પર રિહર્સલ થઈ રહી છે
12 નવેમ્બરના રોજ ફાઈટર પ્લેને રિહર્સલ માટે ઉડાન ભરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદથી દરરોજ એર સ્ટ્રિપ પર રિહર્સલ થઈ રહી છે

16 નવેમ્બરના રોજ પૂર્વાંચલ એક્સપ્રેસના લોકાર્પણ પ્રસંગે PM મોદીના આવવાની તૈયારી પૂરજોશમાં છે. આ સમયે એર શો પણ યોજાવાનો છે. તેનું રિહર્સલ થઈ રહ્યું છે. તે હેઠળ વાયુસેનાના સૌથી મોટા ટ્રાન્સપોર્ટ પ્લેનમાં સામેલ હરક્યુલિસને ઉતારવા એર સ્ટ્રિપનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

સુલ્તાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના લોકાર્પણની તૈયારી ચાલી રહી છે
સુલ્તાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના લોકાર્પણની તૈયારી ચાલી રહી છે

આ વિમાનથી આવી શકે છે વડાપ્રધાન
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હરક્યુલિસ વિમાનથી લેન્ડ કરશે. અહીં તમામ જનસભા માટે મોટા પંડાલ તૈયાર કર્યાં છે. આ અગાઉ પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનની આજુબાજુ હોડિંગ પણ લગાવ્યા છે. CM યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો લગાવી સ્વાગત સંદેશ અને લોકાર્પણ કાર્યક્રમ લખવામાં આવ્યા છે. અત્યારે આજુબાજુના વિસ્તારોને સીલ કરવામાં આવ્યા છે. અહીં લોકોને આવવા પર નિયંત્રણ મુકાયા છે.