200 કરોડ રૂપિયાના ઠગના મામલે જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે એકસ્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીસને લેટર લખીને હોળીની શુભેચ્છા પાઠવી છે. આ લેટરમાં તેણે લખ્યું- હું સૌથી શાનદાર, અમેઝિંગ અને બ્યૂટિફુલ વ્યક્તિ જેકલીનને હોળીનું શુભકામનાઓ પાઠવું છું. રંગોના આ તહેવારમાં હું વચન આપું છું કે જે રંગ ફીક્કા પડી ગયા છે અથવા ગાયબ થઈ ગયા છે, તે 100 ગણા થઈને તારી પાસે આવશે.
જેકલીનને કહ્યું- તું મારા માટે કેટલું મહત્ત્વ ધરાવે છે.
સુકેશે લખ્યું, સૌપ્રથમ તો હું મીડિયા મિત્રોને તેમના સપોર્ટ માટે અને હંમેશા મારા વર્ઝનને આગળ મૂકવા બદલ આભાર માનું છું.
તે પછી જેકલીન માટે લખ્યું- બેબી ગર્લ તું જાણે છે કે હું તારા માટે કંઈપણ કરી શકું છું. હું તને પ્રેમ કરું છું બેબી, હસતી રહેજે. તું યોગ્ય રીતે જાણે છે કે તું મારા માટે કેટલું મહત્ત્વ ધરાવે છે. લવ યૂ માય પ્રિન્સેસ. મારી બી, મારી બોમ્મા, મારો પ્રેમ, મારી જેકી- હું તને ખૂબ જ મિસ કરું છું.
દુશ્મનોને પણ શુભેચ્છા પાઠવી, લેટરમાં મંડોલી જેલનું એડ્રેસ લખ્યું
સુકેશે પરિવાર, સમર્થકો, મિત્રો, હેટર્સ, દુશ્મનો અને પોતાની લીગલ ટીમને હોળીની શુભેચ્છા પાઠવી છે. આ લેટર સુકેશે પોતાના એડવોકેટના માધ્યમથી મોકલાવ્યો છે. જેમાં તેણે મંડોલી જેલનું એડ્રેસ લખ્યું છે. સુકેશે આ પહેલાં વેલેન્ટાઇન ડે ઉપર જેકલીનને વિશ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.