• Gujarati News
  • National
  • Sukesh Chandrashekhar Jacqueline Fernandez Leaked Audio Clip Show How Conmen Gypped Former Ranbaxy Promoter Shivinder Singhs Wife For Bail

જેકલીનના કથિત બોયફ્રેન્ડ સુકેશની ગેમ:જેલથી રેનબેક્સીના પૂર્વ પ્રમોટરની પત્નીને ફોન કર્યો, હોમ સેક્રેટરી કહીને 200 કરોડનો ચૂનો લગાડ્યો

એક મહિનો પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસના કથિક બોયફ્રેન્ડ અને કરોડોની મની લોન્ડરિંગમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરની વધુ એક પોલ ઉઘાડી પડી ગઈ છે. આ કેસ રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહની પત્ની પાસેથી 200 કરોડ ઠગ્યાનો છે.

શિવિંદર છેતરપિંડીના આરોપમાં 2017થી દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. સુકેશે હોમ સેક્રેટરી બનીને તેમની પત્ની અદિતિ સિંહને ફસાવ્યાં અને 200 કરોડનો ચૂનો લગાડ્યો છે. ઈડીની ચાર્જશીટમાં સામેલ એક ઓડિયો રેકોર્ડિંગથી સ્પષ્ટ સમજાય છે કે આ ગેમ કેવી રીતે રમવામાં આવી છે.

અમિત શાહનું નામ લઈને પાર્ટી ફંડમાં પૈસા જમા કરવા કહ્યું
આ વાતની શરૂઆત 2019થી થઈ છે. મની લોન્ડરિંગના આરોપમાં જેલમાં બંધ શિવિંદર સિંહની પત્ની અદિતિ સિંહને એક ફોન આવ્યો હતો. બીજી બાજુથી બોલનારી વ્યક્તિએ પોતાના હોમ સેક્રેટરી અજય ભલ્લા તરીકે ઓળખ આપી અને કહ્યું હતું કે તેઓ તેમના પતિને ટૂંક સમયમાં જ જામીન અપાવી શકે છે. આ ફોન કરનાર બીજું કોઈ નહીં, પરંતુ સુકેશ ચંદ્રશેખર જ હતો.
હોમ સેક્રેટરી બનીને વાત કરનાર સુકેશે કહ્યું હતું કે તેની પહોંચ ગૃહમંત્રી અમિત શાહ સુધી છે. તેથી જ તેઓ અદિતિના પતિને જેલમાંથી છોડાવવામાં મદદ કરી શકે છે. એ માટે તેમણે પાર્ટી ફંડમાં દાન કરવાનું રહેશે.

રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહ ઘણા સમયથી જેલમાં બંધ છે.
રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહ ઘણા સમયથી જેલમાં બંધ છે.

સુકેશની વાતમાં ફસાઈને અદિતિએ 200 કરોડ આપી દીધા હતા
સુકેશની વાતમાં આવીને અદિતિએ પાર્ટી ફંડના નામે લગભગ 200 કરોડ આપી દીધા હતા. મહિનાઓ પછી તેને સમજાયું હતું કે કોઈ તેની સાથે ફ્રોડ કર્યું છે. આ આખી છેતરપિંડી સુકેશે જેલમાં બેઠાં બેઠાં કરી હતી. તે 2017થી જેલમાં છે. તેણે 2020થી 2021 સુધીમાં 30 હપતામાં અદિતિ પાસેથી 200 કરોડ લીધા છે.

EDએ ફ્રોડ મામલે અલર્ટ કર્યા
જૂન 2020 સુધી અદિતિને શંકા થવા લાગી હતી. સુકેશને પણ આ વાત સમજાઈ ગઈ હતી. તેણે અદિતિને વિશ્વાસમાં લેવા માટે લૉ સેક્રેટરી અનુપ કુમાર અને તેમના જુનિયર અભિનવના નામે અલગ અલગ લોકો સાથે વાત કરાવી હતી. જુલાઈ 2020માં ઈડીએ અદિતિને તેની સાથે થતી છેતરપિંડી મામલે અલર્ટ કરી હતી. ત્યાર પછી અદિતિએ ફોન કોલ રેકોર્ડ કરવાના શરૂ કર્યા હતા.
અદિતિએ સુકેશ સાથે 11 મહિનમાં કરેલા 84 કોલ રેકોર્ડ્સ ઈડીને સોંપ્યા હતા. ઘટનાનો ઘટસ્ફોટ થયા પછી અદિતિએ સુકેશ ચંદ્રશેખર સામે 200 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

પતિ સાથેની વાતચીતમાં છેતરપિંડીનું રહસ્ય ખૂલ્યું
અદિતિએ જેલમાં બંધ તેના પતિ શિવિંદર સિંહને આખી વાત જણાવી હતી. ત્યારે શિવિંદરે તેને લો સેક્રેટરી સાથે વાત કરવા કહ્યું હતું. ત્યારે અદિતિએ કહ્યું હતું કે ગૃહ સચિવ અજય ભલ્લાએ જ તેમને મળવાનો વાયદો કર્યો છે. અમિત શાહે પર્સનલી તેને કહ્યું હતું કે તેઓ મને કોલ કરશે અને જરૂર પડશે ત્યારે મળશે પણ ખરા. આ આખી વાતથી છેતરપિંડીનો ઘટ્સ્ફોટ થયો હતો.
અદિતિએ જણાવ્યું હતું કે તેણે તેનાં દાગીના અને મિલકત વેચીને 200 કરોડ આપ્યા હતા. ત્યાર પછી પણ તેને ધમકીઓ મળતી હતી. વિદેશમાં ભણતાં તેમનાં બાળકોને પણ નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હતી.

આ કેસમાં લાંચનો એંગલ નથી
સુકેશે જે સરકારી અધિકારીઓનાં નામનો ઉપયોગ કર્યો છે, એમાંથી કોઈએ પણ પોલીસમાં ફરિયાદ કરી નથી. ફ્રોડની રકમનો કોઈ હિસ્સો પણ કોઈ અધિકારીને આપવામાં આવ્યો નથી. તેથી હજી આ કેસમાં કોઈ લાંચનો એંગલ સામે આવ્યો નથી. ઘટનાનો ઘટસ્ફોટ થયા પછી માનવામાં આવે છે કે અદિતિ સુકેશના ઘણા ટાર્ગેટોમાંથી એક હતી.

ફ્રોડના આરોપમાં બંધ છે બંને ભાઈ
શિવિંદર અને તેના ભાઈ માલવિંદર સામે ડિસેમ્બર 2018માં રેલિગેર ફિનવેસ્ટ લિમિટેડે દિલ્હી પોલીસની આર્થિક ગુનાહિત શાખાને ફરિયાદ કરી હતી. મે 2019માં બે સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમના પર 740 કરોડ રૂપિયાના ફ્રોડનો આરોપ છે. બંને ભાઈએ તેમની દવા કંપની રેનબેક્સી જાપાનની એક ફાર્મા કંપનીને 4.6 બિલિયન ડોલરમાં વેચી હતી. બંને ઓક્ટોબર 2019થી તિહાર જેલમાં બંધ છે.

જેક્લીન-સુકેશની ઘણી અંગત તસવીરો પણ જાહેર થઈ છે.
જેક્લીન-સુકેશની ઘણી અંગત તસવીરો પણ જાહેર થઈ છે.

જેક્લીનને આપી છે મોંઘી ગિફ્ટો
તાજેતરમાં જ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિઝને મોંઘી ગિફ્ટો આપવામાં પણ સુકેશ ચંદ્રશેખરનું નામ સામે આવ્યું હતું. બંનેની અમુક અંગત તસવીરો પણ સામે આવી હતી. મની લોન્ડરિંગની તપાસ કરતાં EDના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સુકેશ જેકલીનનો બોયફ્રેન્ડ છે. જોકે જેકલીને આ વિશે ઈનકાર કર્યો છે. ઈડી જેક્લીનને ઘણી વખત પૂછપરછ માટે બોલાવી ચૂકી છે. એ ઉપરાંત તેની પર દેશની બહાર જવાનો પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...