• Home
  • National
  • Don't tension, these 10 tips, including a home delivery helpline, will help you lockdown

ટેન્શન ન કરો, હોમ ડિલિવરી-હેલ્પલાઈન સહિત આ 10 સુચન લોકડાઉનમાં તમને મદદરૂપ થશે

Don't tension, these 10 tips, including a home delivery-helpline, will help you lockdown
X
Don't tension, these 10 tips, including a home delivery-helpline, will help you lockdown

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 02:57 PM IST

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોનાવાઈરસના કહેરના કારણે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં બંધ થઈ ગયા છે. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે અને લોકોને થોડ દિવસો સુધી ઘરની બહાર ન નીકળવા જણાવ્યું છે. કોરોનાવાઈરસ ખુલ્લામાં અને ભીડમાં ઝડપથી ફેલાય છે, એવામાં સરકાર દ્વારા કરવામાં આવેલું લોકડાઉન કોઈ મોટા સંકટમાંથી બચાવવા માટે કરવામાં આવ્યુ છે.

જોકે લોકોમાં એ વાતની ચિંતા છે કે 21 દિવસ તેઓ ઘરમાં કઈ રીતે રહેશે. એવામાં કોરોનાની બીમારીનો સામનો કરવા જરૂરિયાતનો સામાન મંગાવવા માટે ઘણા પ્રકારની સુવિધાઓ કરવામાં આવી રહી છે, જેથી અગામી 21 દિવસમાં કોઈ મશ્કેલી ન સર્જાય.

1.કોરોનાને લઈને કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવવા માટે સરકારે વોટ્સઅપ નંબર બહાર પાડ્યો છે. તેની પર મેસેજ કરવા પર તમને સાચી માહિતી મળશે, એવામાં કોઈ પણ રીતે ગભરાવવાની જરૂર નથી. +91 90131 51515
2.જો તમે એ વાતને લઈને હેરાન હોવ કે અગામી 21 દિવસ સુધી કઈ રીતે ખાવા-પીવાની વ્યવસ્થા થશે, તો આ અંગે ગભરાવાની જરૂર નથી. આ સમય દરમિયાન તમામ પ્રકારના જરૂરી સામાનોની દુકાન ખુલ્લી રહેશે. એટલે કે અનાજ-કરિયાણું, દૂધ, શાકભાજી અને દવાઓની અછતનો સામનો કરવો પડશે નહિ.  જોકે વિવિધ જગ્યાએ પ્રશાસન તરફથી દુકાન ખોલવાનો સમય નક્કી કરવામાં આવી રહ્યો છે.
3.કેટલાક રાજ્યોની સરકારો લોકોને આ દિવસો દરમિયાન ઘરે બેઠા શાકભાજી, દૂધ અને દવાઓની હોમ ડિલીવરી મળી રહે તેવી કોશિશ કરી રહી છે. તેમને બહાર જવાની જરૂર પડશે નહિ. ઉતર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે રાજ્યમાં હોમ ડિલિવરી માટે 10 હજાર વાહનોની વ્યવસ્થા કરવાની વાત કહી છે.
4.સવાલ એ પણ છે કે ઘરે બેઠા તમે કોરોનાથી કઈ રીતે સુરક્ષિત રહેશો. કોરોના માત્ર કોઈના સંપર્કમાં આવવાને કારણે ફેલાય છે અને તમે ઘરમાં જ રહેશો તો તેની શકયતા ઓછી રહેશે. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બતાવવામાં આવેલા ઉપાય, વારંવાર હાથ ધોવાના, છીંક આવતા પહેલા મોઢા આડે રૂમાલ રાખવો જેવી સુચનાઓનું પાલન કરવાથી કોઈ પણ પ્રકારની બીમારીથી બચી શકાશે
5. જો તમને લાગે છે કે તમારી આસપાસ કોઈ વિદેશમાંથી આવ્યું છે અને તેના કારણે તમને ખતરો છે તો સરકારે કોરોના સાથે જોડાયેલા મામલાઓ માટે ઈમરજન્સી નંબર બહાર પાડ્યો છે, જેની પર 24 કલાકમાં ક્યારે પણ સંપર્ક કરી શકાય છે.
Helpline: 011-23978046 | Toll-Free Number: 1075
Email: [email protected]
6.જે લોકો પાતાના ઘરથી બહાર શહેરમાં કામ કરવા આવે છે, તેમના માટે પણ આ સ્થિતિ ચિંતાજનક છે. એવામાં દેશના અલગ-અલગ હિસ્સામાં ઘણી સરકારો, પ્રશાસન અને પ્રાઈવેટ એનજીઓ દ્વારા ખાવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ વ્યવસ્થા આપને ઉપયોગી થઈ શકે છે. દિલ્હીમાંના સરકારી રૈન બસેરાઓમાં ફ્રીમાં ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
7.નોકરી-બિઝનેસ કરતા લોકો માટે 24 કલાક ઘરમાં રહેવાનું શકય નથી. એવામાં લોકો માટે આ તક છે કે તેઓ તેમના પરિવાર, બાળકોની સાથે સમય પસાર કરી શકશે. આ સમયે વિવિધ પ્રકારની રમતો રમતા રહેવું જોઈએ. જેથી પરિવારમાં કોઈ પણ પ્રકારના ડિપ્રેશનનો માહોલ ન બને.
8.દરેક વખતે દિવાળી, હોળી કે કોઈ બીજા તહેવારના સમયે જ લોકો સફાઈ કરે છે. જોકે આ વખતે સમય છે કે તમે પોતાના ઘરે રહો અને પોતાને વ્યવસ્થ રાખવા માટે કઈક કરતા રહો. એવામાં સૌથી બેસ્ટ છે પોતાના ઘરની સફાઈ કરવી, જેથી તમારું આરોગ્ય સારું રહે.
9.ઘરે રહેવા મળેલા આ સમયમાં તમે એવા મિત્રો સાથે વાત કરી શકો છે, જેની સાથે તમે કામમાં વ્યસ્ત રહેવાના કારણે વાત કરી શકતા નથી. આ રીતે તમે પોતાની જાતને વ્યસ્ત રાખી શકો છો અને ડિપ્રેશનથી બચી શકો છે.
10.પોતાને બિઝી રાખવ માટે તમે બુક વાંચી શકો છો, નેટફ્લિક્સ-પ્રાઈમ જેવા પ્લેટફોર્મ પર ફિલ્મ જોઈ શકો છો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી