• Home
  • National
  • Suggestion of government advertisement stop is like economic censorship: INS

ટીકા / સરકારી જાહેરાત નહીં આપવાનું સૂચન આર્થિક સેન્સરશિપ જેવું: આઈએનએસ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ફાઇલ તસવીર.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ફાઇલ તસવીર.
X
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ફાઇલ તસવીર.કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ફાઇલ તસવીર.

  • કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સરકારને જાહેરાત નહીં આપવા સૂચન કર્યું હતું

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 05:04 AM IST

નવી દિલ્હી. ઇન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા બે વર્ષ સુધી સરકારી જાહેરાત નહીં આપવાના કેન્દ્રને કરેલા સૂચનની ટીકા કરી છે.

INSના અધ્યક્ષ શૈલેશ ગુપ્તાએ મીડિયા સંસ્થાઓ તરફથી કહ્યું કે આ સૂચન એક રીતે મીડિયા પર આર્થિક સેન્સરશિપ લાદવા જેવું છે. જ્યાં સુધી સરકારના ખર્ચનો સવાલ છે તો તે ઘણી ઓછી રકમ હોય છે પરંતુ અખબારી જગત માટે આ બહુ મોટી રકમ છે. કોઈપણ જીવંત લોકશાહી માટે તે જરૂરી છે. અખબારો પહેલેથી જ અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યાં છે. મંદી અને ડિજિટલ મીડિયાને કારણે પ્રિન્ટ મીડિયાની પ્રસાર આવકમાં પહેલેથી જ ઘટાડો નોંધાયો છે. એવી સ્થિતિમાં જાહેરાત બંધ કરવાનું સૂચન અખબારો માટે વિનાશકારી હશે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા મીડિયાને અપાતી જાહેરાતો પર બે વર્ષ સુધી પ્રતિબંધ લાદવાનું સૂચન મીડિયા ઉદ્યોગ માટે ઘણું ચિંતાજનક અને વિનાશકારી છે. INSએ કોંગ્રેસને આ સૂચન અંગે ફરી વિચારણા કરી અને તેને પાછું ખેંચવા અનુરોધ કર્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી