તમિલનાડુ વિધાનસભામાં સોમવારે રાજ્યપાલના સંબોધન દરમિયાન ભારે હોબાળો થયો હતો. રાજ્યપાલ આરએન રવિએ વિધાનસભામાં કહ્યું હતું કે રાજ્યનું નામ તમિલનાડુને બદલે તમિઝગમ રાખવું વધુ સારું રહેશે. આના પર DMK, સહયોગી કોંગ્રેસ અને વિદુથલાઈ ચિરુથિગાલ કાચી (VCK)એ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. હંગામા બાદ રાજ્યપાલ સ્પીચ અધવચ્ચે જ છોડીને ગૃહની બહાર નીકળી ગયા હતા.
DMK સહિત કોંગ્રેસ, VCKએ ગૃહમાં રાજ્યપાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આ ઉપરાંત કહ્યું કે, તેઓ રાજ્યમાં ભાજપ અને RSSની વિચારધારાને થોપશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેટલાક ધારાસભ્યોએ એમ પણ કહ્યું કે આ નાગાલેન્ડ નથી, આ પ્રાઉડ તમિલનાડુ છે.
ભાજપ અધ્યક્ષ તરીકે કામ કરવાનું બંધ કરે રાજ્યપાલ
DMK સાંસદ ટીઆર બાલૂએ કહ્યું કે રાજ્યપાલ રવિએ ભાજપના બીજા પ્રદેશ અધ્યક્ષ તરીકે કામ કરવું બંધ કરવું જોઈએ. તેઓ ભ્રાંતિ, અલગપણું અને સંઘર્ષ પેદા કરવા માટે દરરોજ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરે છે. તેમણે કહ્યું કે રાજ્યપાલ કહે છે કે દ્રવિડ દળોએ 50 વર્ષની રાજનીતિ દરમિયાન લોકોને છેતર્યા છે. આ અત્યંત નિંદનીય છે. તેમણે આ વાત રાજભવનથી નહીં પરંતુ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલાલયમ ખાતેથી કહેવી જોઈએ.
ઓનલાઈન ગેમ્સ પર બેનનું બિલ અટકાવી રહ્યા છે રાજ્યપાલ
વિધાનસભામાં ધારાસભ્યોએ ઓનલાઈન જુગાર પર બેન મૂકવાની પણ માગ કરી હતી. ધારાસભ્યોએ રાજ્યપાલનો વિરોધ કરતા કહ્યું કે રાજ્યપાલે ઓનલાઈન જુગાર પર પ્રતિબંધ લગાવતા બિલને હજુ સુધી મંજૂરી આપી નથી. જો કે, રાજ્યમાં શાસક DMK શાસન અને રાજભવન વચ્ચે કેટલાંક બિલને લઈ ખેંચતાણ જોવા મળી રહી છે, જે રાજ્યપાલ પાસે પેન્ડિંગ છે.
આમાં ઓનલાઈન જુગાર પર બેન લગાવવામાં રમી બેટ્સ જેવી ઓનલાઈન ગેમ્સ સામેલ છે. આના કારણે ડિસેમ્બર 2022 સુધી કુલ 21 બિલ રાજભવન પાસે પેન્ડિંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.