5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી - 2022:યુપી ચૂંટણીમાં કલંકિત ઉમેદવારોનો સક્સેસ રેટ 16% અને સાફ છબિવાળાનો ફક્ત 5%

લખનઉ/જાલંધર/ઈમ્ફાલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપમાં 48% તથા સપામાં 34% કલંકિત સાંસદ-ધારાસભ્ય બની રહ્યા છે

યુપીમાં કલંકિત અને સાફ છબિવાળા નેતાઓ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એડીઆરના રિપોર્ટ મુજબ અહીં ગુનાઇત કેસવાળા ઉમેદવારની જીતવાની સંભાવના 16% છે જ્યારે સાફ છબિવાળાની ફક્ત 5% છે. પાર્ટીઓના હિસાબે જોવામાં આવે તો ભાજપમાં કલંકિતોનો સક્સેસ રેટ સૌથી વધુ 48%, સપામાં 34%, બસપામાં 24% અને કોંગ્રેસમાં 10% છે. ભાજપના 473 કલંકિત ઉમેદવારોમાંથી 225, સપાના 541માંથી 184, બસપાના 527માંથી 125 અને કોંગ્રેસના 325માંથી 31 જીત્યા હતા.

આ આંકડા યુપીમાં યોજાયેલી વિધાનસભા(2007, 2012, 2017) અને 4 લોકસભા ચૂંટણીઓ(2004, 2009, 2014, 2019)ના આધારે છે. કુલ 21,229 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા જેમાં 1,544 સાંસદ-ધારાસભ્ય બન્યા. આ 7 ચૂંટણીમાં સ્વચ્છ છબિવાળા 17,490 ઉમેદવારો ઉતર્યા, તેમાં 940 જ જીત્યા જ્યારે 3,739 કલંકિત નેતાઓમાંથી 604 જીત્યા.

7 ચૂંટણીનો આ ટ્રેન્ડ...ગંભીર કેસવાળા ભાજપમાં 58% જીત્યા, સપા-બસપા-કોંગ્રેસમાં 13%
2004થી 2019 વચ્ચે સાત ચૂંટણીમાં 21,229 ઉમેદવારોમાંથી 2,299એ પોતાના પર ગંભીર અપરાધિક કેસ જાહેર કર્યા. તેમાંથી 380(17%) જીત્યા. પાર્ટીના હિસાબે જોવામાં આવે તો ભાજપના 1,410 ઉમેદવારોમાંથી 279 પર, કોંગ્રેસના કુલ 1102માંથી 174 પર, બસપાના 1,466માંથી 527 અને સપાના 1,329માંથી 325 પર ગંભીર ગુનાઈત કેસ છે. તેમાંથી ભાજપના 163(58%), કોંગ્રેસના 18(10%), બસપાના 71(13%) તથા સપાના 98(7%) જીત્યા.

પૈસાનું કનેક્શન...604 કલંકિત સાંસદ-ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 4.7 કરોડ સુધી
ગુનાઈત કેસવાળા 3,739 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 3.3 કરોડ રહી. જ્યારે એવા 604 સાંસદ-ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 4.37 કરોડ રહી હતી. ગંભીર ગુનાઇત કેસવાળા 4.11 કરોડ રૂપિયા તથા આવા સાંસદ-ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 4.73 કરોડ રૂપિયા રહી. ભાજપના 1,410 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 3.73 કરોડ, કોંગ્રેસના 1,102ની 4.6 કરોડ, બસપાના 1,466ની 4.55 કરોડ તથા સપાના 1,329ની 3.35 કરોડ રૂપિયા છે.

અભ્યાસનું કનેક્શન...ગુનાઈત છબિવાળામાં ઓછું ભણેલા ઉમેદવારો વધુ

  • 1,544 સાંસદો-ધારાસભ્યોમાંથી 513 નેતા 12મું કે તેનાથી ઓછું ભણેલા છે. તેમાં 212(41%) પર ગુનાઈત અને 134 પર ગંભીર ગુનાઇત કેસ છે. સ્નાતક તથા વધુ યોગ્યતાવાળા 1,031 સાંસદ-ધારાસભ્યોમાં 392(38%) પર ગુનાઇત, 246(24%) પર ગંભીર ગુનાઈત કેસ છે.
  • કુલ 21,229માંથી 11,566 12મું કે ઓછું ભણેલા છે. તેમાં 1,722(15%) પર ગુનાઈત કેસ છે. સ્નાતક તથા વધુ યોગ્યતાવાળા 9,663 ઉમેદવારોમાં 2017(21) પર ગુનાઇત કેસ છે.

પંજાબમાં ડેરાનું રાજકીય મહત્ત્વ પણ
પંજાબમાં ચૂંટણી આવતા જ ડેરા ચર્ચામાં આવી જાય છે કેમ કે 10 હજારથી વધુ ડેરામાંથી 300 મોટા ડેરાની ચૂંટણીમાં સીધી અસર થાય છે. ડેરાનો 117 સીટોમાંથી 93 પર પ્રભાવ છે. 47 સીટો પર ડેરાનો એક આદેશ કોઈ પણ પાર્ટીનું સમીકરણ બગાડી શકે છે. 46 સીટો પર પણ તે અંતર લાવી શકે છે. ડેરાની રાજકીય વિંગ ચૂંટણી સમયે સક્રિય થઈ જાય છે. આ વખતે 2.12 કરોડ મતદારો છે. અનુમાન અનુસાર તેમાં 25% એટલે કે 53 લાખ કોઈને કોઇ ડેરા સાથે સંકળાયેલા છે. એટલા માટે નેતા ડેરાના આંટાફેરા કરવાનું શરૂ કરી દે છે. પ્રદેશનાં 2,581 ગામમાં ડેરાની 1.13 લાખ શાખાઓ છે.

3 મોટાં કારણ...ડેરા સાથે એટલા માટે જોડાય છે લોકો
જાતિ-ધર્મ ફેક્ટર
...પંજાબમાં શરૂઆતથી સામંતી પ્રભાવ રહ્યો છે. જેનાથી સામાજિક-આર્થિક અસમાનતા રહી છે. ડેરામાં જાતિ, ધર્મ તથા આર્થિક અસમાનતા રહેતી નથી. અહીં બધા સમાન છે.
નશા ફેક્ટર...રાજ્યમાં નશો હંમેશા મુદ્દો રહે છે. ડેરામાં નશાથી દૂર રહેવા કહેવાય છે એટલા માટે તેમાં મહિલાઓની સંખ્યા વધુ છે. તે પરિવારોના પુરુષોને ડેરામાં લઈને પહોંચે છે.
ગરીબ ફેક્ટર... ડેરાથી સામાજિક કાર્ય પણ વધારે થાય છે. ખાસ કરીને ગરીબ પરિવારોની મદદ આગળ વધીને કરાય છે. એટલા માટે ખાસ કરીને ગરીબ પરિવારો ડેરા સાથે જોડાતા જાય છે.​​​​​​​

મણિપુરઃ પહેલા તબક્કાનું મતદાન રવિવારે, આદિવાસી સંગઠનોએ કહ્યું- તારીખ બદલો
મણિપુર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીએ છે, જેથી વિવાદ જેવી સ્થિિત સર્જાયો છે. રાજ્યના આદિવાસી સંગઠનોએ ચૂંટણી પંચને તારીખ બદલવાની માંગ કરી છે કારણ કે, 27 ફેબ્રુઆરીએ રવિવારે છે. ખ્રિસ્તીઓ માટે આ પ્રેયર અને આરામનો દિવસ છે. પહેલા તબક્કાની 38માંથી 22 બેઠક પહાડી જિલ્લાના એ વિસ્તારોમાં છે, જે એસસી માટે અનામત છે અને ત્યાં મોટા ભાગની વસતી ખ્રિસ્તીઓની છે. ઑલ ટ્રાઈબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર (એટીએસયુએમ)એ કહ્યું છે કે, આદિવાસી રાજ્યની વસતી આશરે 43% છે. જો તારીખ નહીં બદલાય, તો મોટી સંખ્યામાં લોકો મત આપવા નહીં જાય.

અન્ય સમાચારો પણ છે...