રાજસ્થાનના અજમેરમાં બોડી બિલ્ડરને હાઈવે પર સ્ટંટ કરવો ભારે પડ્યો. ફેમસ થવા માટે તેણે સ્ટંટની રીલ બનાવી અને સોશિયલ મીડિયા પર વીડિયો શેયર કર્યો. આ વીડિયો પોલીસ સુધી પહોંચતા જ આરોપીની શોધખોળ શરૂ કરી. પોલીસે સ્ટંટમેનની ધરપકડ કરી. આ મામલો અજમેરના મદનગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નેશનલ હાઈવે-8ના નસીરાબાદ પુલિયાનો છે.
સ્ટેશન ઈન્ચાર્જ નેમીચંદે જણાવ્યું કે, નેશનલ હાઈવે-8 પર નસીરાબાદ કલ્વર્ટ પાસે સિગ્નલ બોર્ડ પર લટકીને સ્ટંટ કરી રહેલા યુવકનો વીડિયો સામે આવ્યો. જેમાં તે બોર્ડ પર પુશ-અપ્સ કરતો જોવા મળે છે. વીડિયો જોતા જાણવા મળ્યું કે આ દરમિયાન ત્યાંથી કેટલાક વાહનો પણ પસાર થઈ રહ્યા હતા. તપાસમાં યુવકની ઓળખ નયા ગામના રહેવાસી નૌરત ગુર્જરના પુત્ર પપ્પુ લાલ ગુર્જર (ઉં.વ. 20) તરીકે થઈ. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ચા વેંચવાનું કામ કરે છે અને તેને બોડી બિલ્ડિંગનો ખૂબ જ શોખ છે. તેણે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે આવું કર્યું છે. તેણે કહ્યું કે, તે લાંબા સમય સુધી બોર્ડ પર લટકતો રહ્યો. જોત-જોતામાં ખબર પડી કે નાની એવી ભૂલથી પણ જીવ જઈ શકે છે. આવા જ પ્રકારની ઘટનાને લઈ અજમેર એસ.પી. ચુનારામ જાટની સૂચનાથી સમગ્ર જિલ્લામાં સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે. રસ્તા પર અથવા અન્ય સ્થળોએ સ્ટંટ કરતી વખતે જે કોઈ વીડિયો અપલોડ કરે છે તેની સામે પોલીસ કાર્યવાહી કરશે. તેમજ હથિયારો સાથે વીડિયો અપલોડ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.