• Gujarati News
 • National
 • Students From Std 9 To Std 12 Will Be Able To Go To School With The Permission Of Their Parents, Gym Will Open But Swimming Pool And Sports Activities Will Be Banned.

21 સપ્ટેમ્બરથી શાળા ખુલશે, SOP જાહેર:ધોરણ-9થી ધોરણ 12 સુધી વિદ્યાર્થીઓ માતા-પિતાની મંજૂરીથી શાળા જઈ શકશે, જિમ ખુલશે પણ સ્વીમિંગ પૂલ અને સ્પોર્ટ્સ એક્ટિવિટી પર પ્રતિબંધ

2 વર્ષ પહેલા
 • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ધોરણ 9 થી 12 સુધી અભ્યાસને આંશિક રીતે શરૂ કરવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) જારી કરી
 • શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફને 6 ફૂટનું અંતર જાળવવું પડશે. સતત હાથ ધોવા પડશે, ફેસ કવર પહેવું પડશે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે ધોરણ 9થી ધોરણ 12સુધી અભ્યાસને આંશિક ધોરણે શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) જારી કરી છે. 21 સપ્ટેમ્બરથી વર્ગોમાં અભ્યાસ શરૂ થઈ જશે. મંત્રાલયે કહ્યું છે કે- શાળા પોતાને ત્યાં અભ્યાસ શરૂ કરવા માટે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.

આ નિયમોનું પાલન સૌએ કરવાનું રહેશે
શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફે 6 ફૂટનું અંતર રાખવાનું રહેશે. સતત હાથ ધોવા, ફેસ કવર પહેરવું, છીંક આવતા મોઢા પર હાથ રાખવા, પોતાના આરોગ્યની સતત દેખરેખ રાખવા અને થૂંકવા જેવી બાબતોને લઈ ધ્યાન રાખવાનું રહેશે.

બાળકો સ્કૂલે જશે તો તેણે આ વાતોનું ધ્યાન રાખવું પડશે
1. ફેસ માસ્ક પહેરવું પડશે.
2. બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે.
3. ગમે ત્યાં થૂકી નહીં શકે.
4. સ્વાસ્થ્યનું જાતે ધ્યાન રાખવું પડશે.
5. જ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામા આવશે.
6. થોડી-થોડીવાર પછી હાથ ધોવા પડશે.
7. હાથ ગંદા ન દેખાય તો પણ તેને ધોવા પડશે.
8. ઓનલાઈન અભ્યાસની પરવાનગી ચાલુ રહેશે, તેને પ્રોત્સાહન અપાશે.
9. બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે. પરંતુ વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.
10. સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બલી પર કડક પ્રતિબંધ રહેશે.
11.એસી લાગેલું હશે તો તેનું તાપમાન 24થી 30 વચ્ચે રહેશે.
12. એસીમાં હ્યુમિડિટી લેવલ 40થી 70 ટકા રાખવું.
13. કન્ટેનમેન્ટ ઝોન બહારની સ્કૂલો જ ખોલવાની પરવાનગી અપાશે.
14. સ્કૂલે જનાર વિદ્યાર્થી, શિક્ષક અને સ્ટાફે કન્ટેનમેન્ટ ઝોનમાં જવાથી બચવું પડશે.
15. જિમનો ઉપયોગ ફક્ત ગાઈડલાઈનના આધાર પર જ થઈ શકે છે, પણ સ્વીમિંગ પૂલ બંધ રહેશે.
16. શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.
17. સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન આપવાનું રહેશે.
18. પલ્સ ઓક્સિમીટરની વ્યવસ્થા ફરજિયાત રીતે હોવી જોઈએ, જેથી એન્સિટોમેટીકના ઓક્સિજનના સ્તરની તપાસ થઈ શકે.
19. ઢાકી શયાત તેવા ડસ્ટબિન (કચરાપેટી) હોવી જોઈએ અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.
20. સફાઈ કામદારોને કામ પર લગાવતા પહેલા યોગ્ય તાલીમ આપવાની રહેશે.
21. વિદ્યાર્થી પુસ્તકો, અભ્યાસ સામગ્રીની કોપી, પેન્સિલ, પેન, વોટર બોટલ (પાણીની બોટલ), જેવી સામગ્રી એક-બીજાની સાથે આપ-લે કરી શકશે નહીં
22. પ્રેક્ટિકલના સમયે વિદ્યાર્થી વિવિધ સેક્શનમાં જશે. વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને એક સાથે લેબોરેટરી (પ્રયોગશાળા)માં લઈ જઈ શકાશે નહીં.

શાળા માટે શુ ગાઈડલાઈન રહેશે

 • વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે અલગ-અલગ ટાઈમ સ્લોટની વ્યવસ્થા કરવાની રહેશે.
 • ક્લાસરૂમને બદલે બહાર ખુલ્લામાં અભ્યાસ કરી શકાય છે
 • ઓનલાઈન અને ડિસ્ટન્સ લર્નિંગની વ્યવસ્થા કરવી પડશે
 • શાળા ખોલવામાં આવેે તે અગાઉ સ્કૂલ કેમ્પસ, ક્લાસરૂમ, લેબોરેટરી, વર્ગખંડો, બાથરૂમને સેનિટાઈઝ કરવાના રહેશે.
 • જે શાળા ક્વોરેન્ટિન સેન્ટર તરીકે ફાળવવામાં આવી હતી તેને વધારે સાવચેતી અને કાળજી સાથે સેનિટાઈઝ કરવાની રહેશે.
 • 50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને ઓનલાઈન ટીચિંગ તથા ટેલિ કાઉન્સિંલિંગ માટે શાળા બોલાવી શકાશે.
 • વિદ્યાર્થીઓ માટે બાયોમીટ્રીક એટેન્ડેન્સને બદલે કોન્ટેક્ટલેસ એટેન્ડેન્સની વ્યવસ્થા કરવી પડશે.
 • એક લાઈનમાં જમીન પર 6 ફૂટ અંતર પર માર્કિંગ કરવાનું રહેશે. આ વ્યવસ્થા શાળાની અંદર અને બહારની જગ્યા પર હશે.

લોકોને પ્રવેશ નહીં મળે

 • ક્વોરન્ટિન ઝોનમાંથી વિદ્યાર્થી, શિક્ષક અથવા કર્મચારીઓ શાળા નહીં આવી શકે
 • સિમ્પ્ટોમેટિક વિદ્યાર્થીઓને શાળામાં આવવાની મંજૂરી નહીં અપાય.
 • જો વિદ્યાર્થી, શિક્ષક કે કર્મચારી બિમાર છે તો તેમને કોઈ પણ સંજોગોમાં શાળાએ બોલાવી શકાશે નહીં

વિદ્યાર્થી, શિક્ષક અથવા કર્મચારીઓમાં લક્ષણ મળવાના સંજોગોમાં શુ કરવું

 • તાત્કાલિક તેમને આઈસોલેટ કરવામાં આવશે. જ્યા અન્ય કોઈ વ્યક્તિને જવાની પરવાનગી આપવામાં આવશે નહી
 • માતા-પિતાને આ અંગે જાણ કરવામાં આવે
 • જ્યાં સુધી ડોક્ટર તેનું પરીક્ષણ ન કરે ત્યાં સુધી તેને ફેસ કવર પહેરવા કહેવામાં આવશે
 • તાત્કાલિક નજીકની હોસ્પિટલ અથવા સ્ટેટ હેલ્પલાઈનનો સંપર્ક કરવામાં આવે
 • સંપૂર્ણ પરિસરને ફરીથી ડિસઈન્ફેક્ટેડ કરવામાં આવશે.
 • વિદ્યાર્થીઓ કે શિક્ષક કોઈને માનસિક તણાવ કે માનસિક બિમારી સાથે જોડાયેલા હોય તો તેમના માટે નિયમિત કાઉન્સિલિંગ થશે

આ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ખુલી શકશે

 • સ્કીલ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ
 • હાયર એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુટ કે જ્યાં Phd, ટેકનિકલ તથા પ્રોફેશનલ પ્રોગ્રામ ચાલે છે અને લેબોરેટરી, એક્સપિરીમેન્ટલ વર્કની જરૂર છે. આ સંસ્થાઓ ઉચ્ચ શિક્ષણ વિભાગની સલાહ બાદ ખોલી શકાશે.
 • ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (ITI)
 • નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અથવા સ્ટેટ સ્કીલ ડેવલપમેન્ટ મિશનમાં રજિસ્ટર્ડ શોર્ટ ટર્મ ટ્રેનિંગ સેન્ટર
 • નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ
 • ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ
 • અન્ય ટ્રેનિંગ પ્રોવાઈડર ઈન્સ્ટિટ્યુટ

​​​​​​​ હોસ્ટેલ, રેશિડેન્સિયલ કોમ્પ્લેક્ષ, ગેસ્ટ હાઉસ માટે નિયમ

 • એવા વિદ્યાર્થીઓ કે જે અન્ય શહેરો કે રાજ્યોમાંથી આવેે છે અને તેમની પાસે ઓનલાઈન શિક્ષણ માટે સુવિધા ઉપલબ્ધ નથી તેમને હોસ્ટેલ, ગેસ્ટ હાઉસ અથવા રેસિડેન્શિયલ કોમ્પ્લેક્ષ એલોટ કરી શકાય છે.
 • બહારથી આવી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને 14 દિવસ ક્વોરેન્ટીન થવું પડશે. ત્યારબાદ જ વિદ્યાર્થી વર્ગખંડમાં હાજર રહી શકશે.
 • ઈન્સ્ટિટ્યુટમાં આઈસોલેશનની વ્યવસ્થા હોવી જોઈએ.
 • હોસ્ટેલમાં રહેવા માટે આવતા દરેક વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ ટેસ્ટ થશે. ફક્ત એન્સિષ્ટોમેટીક વિદ્યાર્થીઓને જ હોસ્ટેલમાં રુમ ફાળવવામાં આવશે.
 • જે વિદ્યાર્થીમાં કોરોનાના લક્ષણ દેખાય તેમને ઈન્સ્ટિટ્યુટના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે.
 • એક રૂમમાં બે વિદ્યાર્થીઓની બેડ વચ્ચે ઓછામાં ઓછા 6 ફૂટનું અંતર રાખવામાં આવે
અન્ય સમાચારો પણ છે...