દિલ્હીમાં ગુરુવારે એક પ્રાઈવેટ સ્કુલમાં એક શિક્ષક અને વિદ્યાર્થીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તે પછીથી અન્ય વિદ્યાર્થીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા. આપના ધારાસભ્ય આતિશે કહ્યું કે આ સમગ્ર મામલા પર સાવધાનીપૂર્વક નજર રાખવામાં આવી રહી છે.
છેલ્લા 24 કલાકમાં નોઈડામાં કોરોનાવાઈરસના 44 કેસ નોંધાયા
આ પહેલા દિલ્હીની નજીક આવેલા નોઈડામાં કોરોનાવાઈરસના ઘણા મામલા પ્રકાશમાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં નોઈડામાં 15 બાળકો કોવિડ પોઝિટિવ આવ્યા છે. તે પછીથી પેરેન્ટ્સની ચિંતા વધવા લાગી છે. નોઈડા પ્રશાસન કુલ 68 સેમ્પલ્સને જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવા જઈ રહ્યું છે. જે બાળકો નોઈડામાં પોઝિટિવ મળ્યા છે, તેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે. આ દરમિયાન નોઈડામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાઈરસના 44 નવા કેસ નોંધાયા છે.
દિલ્હી પહેલા NCRની સ્કુલમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. ગાજિયાબાદ અને સ્કુલોમાં વિદ્યાર્થી અને શિક્ષકો કોરોના સંક્રમિત આવવાના કારણે ઘણી સ્કુલ બંધ કરવામાં આવી છે. કુલ 23 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાના કારણે નોઈડાની 3 સ્કુલ ઓનલાઈન મોડમાં શિફ્ટ થઈ ગઈ છે.
ગૌતમબુદ્ધ નગરના CMO ડો.સુનીલ શર્માએ બહાર પાડેલી એડવાઈઝરીમાં સ્કુલોને પોતાના વિદ્યાર્થીઓમાંથી કોઈનો પણ રિપોર્ટ પોઝિટવ આવવા પર આ અંગેની તાત્કાલિક માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે. સ્કુલોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ વિદ્યાર્થીને ખાંસી, તાવ, ઉલ્ટી જેવી ફરિયાદ હોય તો તાત્કાલિક હેલ્પલાઈન નંબર 1800492211 પર ફોન કરીને સીએમઓ કાર્યાલયને માહિતગાર કરે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.