પંજાબના જલંધર શહેરમાં AAP નેતાઓને ખેંચાખેંચી અને ધક્કામુક્કી કરતા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. વિરોધપક્ષના નેતાઓને પાર્ટીમાં જોડાવવા અંગેના આયોજિત કાર્યક્રમમાં માઈક પર બોલવા માટે પાર્ટીના નેતાઓ જ એકબીજા સાથે ઝપાઝપી કરતા જોવા મળ્યા હતા. અહીં સૌથી મોટી વાત એ હતી તેો જલંધરના પ્રભારી મંત્રી ઈન્દ્રબીર સિંહ નિજ્જરની સામે જ ચાલુ કાર્યક્રમમાં ઝપાઝપી કરી રહ્યા હતા, મંત્રી નિજ્જર પણ ચૂપચાપ આ બધો ડ્રામા જોઈ રહ્યા હતા.
બાળકોની જેમ માઈકમાં બોલવા માટે લડ્યા
કોંગ્રેસ અને અકાલીદળના નેતાઓને પાર્ટીમાં જોડાવા બાબતે આયોજીત કાર્યક્રમમાં ધારાસભ્ય રમણ અરોડા ઉમેદવારોના નામ બોલી રહ્યા હતા. કદાચ તેઓ પાર્ટીમાં જોડાયેલા નેતાના નામ બોલ્યા નહોતા. જેથી હાથમાં લિસ્ટ લઈને ઉભેલા જલધંર કેન્ટના પ્રભારી સુરિંદર સિંહ સોઢી ધારાસભ્ય રમણની પાસે આવી ગયા હતા.
તેમણે સીધા જ ધારાસભ્ય પાસેથી માઈક છીનવી લેવાના પ્રયાસ કર્યા હતા. જે બાબતે ધારાસભ્યે તેમને માઈક આપ્યું નહોતું. આ દરમિયાન આપના એક ત્રીજા નેતાની એન્ટ્રી થઈ હતી. તેઓ પાછળથી હાથ લંબાવીને માઈક છીનવીને લઈ ગયા હતા. ત્યારબાદ બંને ધારાસભ્ય અને જલંઘર કેન્ટના પ્રભારી સોઢી એક-બીજા સામે ગુસ્સો કરતા જોવા મળ્યા હતા. આ બધો જ ડ્રામા ખુલ્લેઆમ બધાની સામે જ ચાલી રહ્યો હતો.
ધારાસભ્યોએ કહ્યું- બંનેની લડાઈમાં આખો કાર્યક્રમ ડિસ્ટર્બ થયો
ઝપાઝપીના આ વીડિયોની વચ્ચે ધારાસભ્ય રમણ અરોરાનો અવાજ પણ રેકોર્ડ થઈ ગયો હતો, જેમાં તે કેન્ટના ધારાસભ્ય અને ત્રીજો વ્યક્તિ જે માઈક છીનવી લીધુ હતું, તેને ગુસ્સામાં કહી રહ્યા છે કે તમારા બંનેના કારણે કાર્યક્રમ ડિસ્ટર્બ થયો છે. ઝપાઝપીમાં ગરમાવો આવી ગયેલા વાતાવરણને શાંત કરવા જલંધર પશ્ચિમના ધારાસભ્ય શીતલ અંગુરાલે ધારાસભ્ય રમણ અરોરાનો હાથ પકડીને તેમને પોતાની તરફ ખેંચ્યા હતા.
હારમાં પણ બળજબરીથી માથું ઘુસાડવા ધક્કામુક્કી કરી
કોંગ્રેસનાં નેતાઓને જ્યારે કાર્યક્રમમાં આપ પાર્ટીમાં સામેલ કરાવવામાં આવ્યા, ત્યારે કોંગ્રેસના નેતાઓ પોતાની સાથે એક મોટો હાર લઈને આવ્યા હતા, પણ હાર એટલો મોટો નહોતો કે મંચ પર ઉભેલા તમામ લોકો તેમાં સમાઈ જાય. આ દરમિયાન હારમાં પોત-પોતાનું માથું ઘુસાડવા માટે પણ ધક્કામુક્કી કરવામાં આવી હતી. હારમાં જ્યારે કેન્ટના પ્રભારીની પાઘડી ન સમાઈ ત્યારે તેમણે પાછળથી જ પોતાનો ચહેરો બતાવીને ફોટો પડાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.