• Gujarati News
  • National
  • Strict Action Will Be Taken Against Hospitals That Black Market In The Name Of Corona Bed: Kejriwal

દિલ્હી સરકારનો નિર્ણય:કોરોના બેડના નામે બ્લેક માર્કેટિંગ કરનારી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી થશેઃ કેજરીવાલ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (ફાઈલ ફોટો)
  • કોરોનાના દર્દીનો ઈલાજ કરવો જ પડશે, દિલ્હી સરકારનો આદેશ, આદેશ નહીં માનવાના સંજોગોમાં કાર્યવાહી થશે
  • આઈસોલેશન બેડ કોરોના સંદિગ્ધને ન આપવા દિલ્હી સરકારે આદેશ કર્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના બેડની બ્લેક માર્કેટિંગ કરનાર તમામ હોસ્પિટલો સામે કડક પગલાં ભરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે એક વ્યક્તિને પ્રાઈવેટ હોસ્પિટલે બેડ આપવાનો ઈન્કાર કરી દીધો. જ્યારે એક ટીવી પ્રોગ્રામમાં એન્કરે લાઈવ કોલ કર્યો તો પહેલા તો હોસ્પિટલે ઈન્કાર કર્યો, પણ બાદમાં વારંવાર વિનંતી કરી તો આઠ લાખ રૂપિયા માંગ્યા.

દિલ્હીમાં કેટલીક ખાનગી હોસ્પિટલ મહામારીમાં અયોગ્ય કામગીરી કરી રહી છે, તેને બેડની બ્લેક માર્કેટીંગ કહે છે. બ્લેક માર્કેટિંગ એટલા માટે કારણ કે હોસ્પિટલમાં કેટલી બેડ છે તેની જાણકારી લોકો પાસે હોતી નથી, માટે કોરોના એપ લોંચ કરવામાં આવી હતી. એપ લોંચ કર્યા બાદ હવે હોસ્પિટલ જ બેડ અંગેની જાણકારી અપડેટ કરી રહી છે.  કેજરીવાલે કહ્યું કે કેટલાક લોકો માફિયા બની ગયા છે તેમને તોડવામાં સમય લાગી રહ્યો છે. કેટલીક હોસ્પિટલ પાવરફુલ છે, જેમની રાજકીય પક્ષોમાં ઓળખાણ છે, હોસ્પિટલવાળા હવે ધમકી આપી રહ્યા છે પણ ઈલાજ તો કરવો જ પડશે. તે પાર્ટીઓના આકાઓથી કંઈ જ કરાવી શકે તેમ નથી. તમામ પ્રાઈવેટ હોસ્પિટલોના માલીકોને બોલાવવામાં આવી રહ્યા છે. તેમને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે કોરોનાના દર્દીઓનો ઈલાજ કરવો પડશે.

પ્રાઈવેટ હોસ્પિટલોમાં વોલેન્ટીયર્સ બેસશે 
બીજી બાજુ હોસ્પિટલો દ્વારા સારવાર કરવાનો ઈન્કાર કરવાના સંજોગોમાં કેજરીવાલે કહ્યું કે હવેથી એક વોલેન્ટીયર પ્રાઈવેટ હોસ્પિટલમાં બેસશે, જે દર્દીઓને બેડ અપાવવામાં મદદ કરશે. સરકારે આજે આદેશ જારી કર્યો છે. હવેથી કોઈ પણ શંકાસ્પદ દર્દીને દાખલ કે સારવાર કરવાનો હોસ્પિટલ ઈન્કાર કરી શકશે નહીં. જો કોઈ હોસ્પિટલ સરકારના આદેશને માનશે નહીં તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઓછા લક્ષણો કે લક્ષણો વગરના દર્દીને 24 કલાકમાં ડિસ્ચાર્જ કરાશેઃ દિલ્હી સરકાર 
દિલ્હીની હોસ્પિટલોમાંથી સતત કોરોનાના દર્દી તરફથી ફરિયાદ મળી રહી હતી કે તેમને બેડ આપવામાં આવી રહ્યા નથી. તેને લીધે દિલ્હી સરકારે આદેશ આપ્યો છે કે કોઈ પણ કોરોના હોસ્પિટલમાં જો કોઈ શંકાસ્પદ દર્દી દાખલ છે તો તેને અલગ વોર્ડમાં રાખવામાં આવે અને દર્દી માટે આઈસોલેશન બેડ નિર્ધારિત છે તેને કોઈ કોરોનાના શંકાસ્પદને આપવામાં ન આવે.
દિલ્હી સરકારે કહ્યું છે કે સરકારે અગાઉ એક ગાઈડલાઈન જારી કરેલી છે, જેમના ઘરમાં આઈસોલેશનની જગ્યા ન હોય તેને કોરોના કેર-સેન્ટર કે કોવિડ હોસ્પિટલમાં મોકલવામાં આવે. લક્ષણ વગરના કે ખૂબ જ નજીવા લક્ષણો વાળા દર્દીને હોસ્પિટલ 24 કલાકની અંદર ડિસ્ચાર્જ કરે.

અન્ય સમાચારો પણ છે...