આખલાએ વૃદ્ધને હવામાં ઉલાળ્યા:રખડતાં આખલાએ શેરીમાં જતાં વૃદ્ધને હવામાં ઉલાળીને પછાડ્યા, ઉત્તરપ્રદેશના શૉકિંગ CCTV ફૂટેજ

4 મહિનો પહેલા

રસ્તે રઝળતા ઢોરોથી સાવચેત રહેજો, કારણ કે આ રખડતાં ઢોર ગમે ત્યારે તમારા પર હુમલો કરી શકે છે. ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં એક આવી જ ઘટના સામે આવી છે. શેરીમાં ઘરની નજીક એક વૃદ્ધ દર્દી ચાલી રહ્યાં હતા તે દરમિયાન એક આખલાએ પાછળથી દોટ મૂકી તેમને હવામાં ઉલાળ્યા હતા. હવામાં ફંગોળાયા બાદ વૃદ્ધ સીધા જમીન પર પટકાયા હતા જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ ઘટના બાદ આસપાસના રહીશો દોડી આવે છે અને આખલા ભગાડી વૃદ્ધને બચાવી લે છે. ત્યાર બાદ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.