• Gujarati News
  • National
  • Stopped A Young Man And Woman Coming From The Wrong Side, Then Slapped The Inspector On The Road.

દિલ્હી પોલીસ પણ સેફ નથી:રોંગ સાઇડથી આવી રહેલાં યુવક-યુવતીને રોક્યાં, તો ઇન્સ્પેક્ટરને રસ્તા પર જ ફડાકાઓ મારી દીધા

18 દિવસ પહેલા

દિલ્હીમાં રસ્તા વચ્ચે યુવક-યુવતીએ ટ્રાફિક-ઈન્સ્પેક્ટર (TI)ને માર મારવાની ઘટના સામે આવી છે. લગભગ અડધો કલાક સુધી ચાલેલી બબાલ દરમિયાન યુવક-યુવતીએ જોરદાર હોબાળો કર્યો હતો. બંનેએ પોલીસ અધિકારીનો કોલર પકડ્યો અને ગાળાગાળી પણ કરી. આ ઘટના દેવલી મોડની છે.

ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે યુવક-યુવતી પોલીસકર્મચારીનો કોલર પકડીને ખેંચી રહ્યાં છે. આ દરમિયાન ત્યાં ઘણી ભીડ પણ ભેગી થઈ ગઈ. ત્યારે બે ટ્રાફિક-પોલીસવાળા પણ આવી ગયા, પરંતુ યુવક-યુવતી તેમના પર ભારે પડતાં જોવા મળ્યાં.

જોકે થોડા સમય પછી TI પોતાને બચાવવામાં સફળ થઈ જાય છે, પરંતુ તેઓ થોડે દૂર જતાં જ યુવક ફરી ઝડપથી તેમની તરફ આવે છે અને મારવાનો પ્રયાસ કરે છે.

યુવકે ઈન્સ્પેક્ટરની સાથે મારામારી કરી. આ દરમિયાન પબ્લિકે તેમને બચાવી લીધા.
યુવકે ઈન્સ્પેક્ટરની સાથે મારામારી કરી. આ દરમિયાન પબ્લિકે તેમને બચાવી લીધા.

પબ્લિકે બચાવ્યા પોલીસકર્મચારીને
પોલીસના જણાવ્યા મુજબ, યુવક-યુવતી સ્કૂટી પર બેસીને રોંગ સાઈડમાંથી આવી રહ્યાં હતાં, જેમને દેવલી વણાંક પર ઊભેલા ઈન્સ્પેક્ટરે રોક્યા. એ બાદ ઉગ્ર ચર્ચા થઈ. જોકે ભીડે ઈન્સ્પેક્ટરને માર ખાતા બચાવી લીધો. તો યુવતીએ પણ આરોપ લગાવ્યો કે ઈન્સ્પેક્ટરને ટ્રાફિક ખોલવાનું કહ્યું, તો તેઓ મારામારી કરવા લાગ્યા.

કાર્યવાહીની તૈયારીમાં પોલીસ
પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, એ યુવતી અને યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ટ્રાફિક નિયમો અને સરકારી અધિકારીઓ સાથે મારામારીના આરોપમાં ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...