તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Stop The Locust Terror, If Such A Partnership Takes Place In African Countries, The Locust Rage Will End In The World: Kressman

ભારત-પાકિસ્તાનના સંયુક્ત ઓપરેશન:તીડનો આતંક અટકાવ્યો, જો આફ્રિકન દેશોમાં પણ આવી ભાગીદારી થાય તો વિશ્વમાં તીડનો પ્રકોપ ખતમ થઈ જાય: ક્રેસમાન

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: રિતેશ શુક્લ
  • કૉપી લિંક
યુએનની ખાદ્ય અને કૃષિ સંસ્થઆના સિનિયર લોકસ્ટ ફોરકાસ્ટિંગ ઓફિસર કીથ ક્રેસમાનની તસવીર - Divya Bhaskar
યુએનની ખાદ્ય અને કૃષિ સંસ્થઆના સિનિયર લોકસ્ટ ફોરકાસ્ટિંગ ઓફિસર કીથ ક્રેસમાનની તસવીર
  • યુએનના તીડ નિષ્ણાતોએ કહ્યું- આ વર્ષે દેશમાં તીડનો હુમલો નહીંથાય, ગયા વર્ષે 50 કરોડ તીડે તબાહી મચાવી હતી

આ વર્ષે ભારતમાં તીડ હુમલો નહીં કરે. તેનું કારણ છે ઈરાન-પાકિસ્તાનના રસ્તે આવીને આપણા ખેડૂતોના પાકને નષ્ટ કરતા આ તીડ ત્યાં પેદા જ નહીં થાય. આ સફળતા ભારત-પાકિસ્તાનના સંયુક્ત પ્રયાસના કારણે મળી છે.

આ કહેવું છે દુનિયાભરમાં તીડના હુમલા પર નજર રાખતી યુએનની ખાદ્ય અને કૃષિ સંસ્થઆના સિનિયર લોકસ્ટ ફોરકાસ્ટિંગ ઓફિસર કીથ ક્રેસમાનનું. તેઓ કહે છે કે, ગયા વર્ષે ભારત અને પાકિસ્તાને 50 કરોડથી વધુ તીડનું આક્રમણ સહન કર્યું હતું, પરંતુ આ વર્ષે બંને દેશે ભેગા થઈને તીડનો હુમલો નિષ્ફળ બનાવ્યો. ઘણાં ઓછા લોકો જાણે છે કે, પાકિસ્તાનની સરકારી લોકસ્ટ મોનિટરિંગ સંસ્થાઓએ એટલું સારું કામ કર્યું છે કે, બંને દેશના ખેડૂતો નિશ્ચિંત થઈ ગયા છે. આ વર્ષે તેઓ સારા પાકની આશા રાખીને બેઠા છે. કારણ કે, પાકને તીડનો ખતરો નથી. ભારતમાં કૃષિ મંત્રાલય હેઠળ લોકસ્ટ વૉર્નિંગ ઓર્ગેનાઈઝેશન નામની સંસ્થા કાર્યરત છે. આવી જ સંસ્થા પાકિસ્તાનમાં પણ છે.

આઝાદી પહેલા બંને સંસ્થા એક જ હતી. જોકે, વિભાજન પછી પણ આ બંને સંસ્થા એક જ સંસ્થાની જેમ કામ કરે છે. આ બંને સિવાય ઈરાન અને અફઘાનિસ્તાનમાં પણ યુએનની ટીમ તીડનું મોનિટરિંગ કરે છે. મોનિટરિંગનો અર્થ છે ડેટા ભેગો કરવો, એકબીજા સાથે વહેંચવો, જેથી અનુમાન લગાવી શકાય કે, તીડ ક્યાં અને કેટલી માત્રામાં ઉછરી રહ્યા છે. કયા વિસ્તારમાં ખતરાની શક્યતા છે. તેના કારણે જ હુમલો રોકવાની તૈયારીનો સમય મળી જાય છે. ગયા વર્ષે આ બંને સંસ્થા એવી રીતે સાવધ રહી કે, તીડને ઉછરવાની તક જ ના મળી. ક્રેસમાન કહે છે કે, પરિણામે આ વર્ષે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનમાં તીડ ના બરાબર છે. અને જે છે તેને કુદરત જ સંતુલિત કરી લેશે. ઉત્તર-પૂર્વ આફ્રિકા અને સાઉદી અરબમાં પણ હવે સ્થિતિ સામાન્ય છે. ભારતમાં તીડના આક્રમણની શક્યતા દૂર દૂર સુધી નથી દેખાતી.

ભારત-પાકિસ્તાન ડેટા શેર કરીને એક્શન પણ લે છે
કીથ ક્રેસમાન કહે છે કે, તીડ રેતીલી જમીનમાં ઈંડા આપે છે. ભારતમાં તીડની મુશ્કેલી એ છે કે, રાજસ્થાન ઝડપથી હરિયાળું બની રહ્યું છે. તીડ માટે આ‌વી જમીન ઘટી રહી છે. હવે તેમણે ઉછેર માટે જેસલમેરના પશ્ચિમી વિસ્તારો અને પાકિસ્તાની સરહદી વિસ્તારો પસંદ કરવા પડે છે. અહીં જ આ બંને દેશની સંસ્થા કામ કરી રહી છે અને પરસ્પર સહયોગથી ના ફક્ત ડેટા શેર કરે છે, પરંતુ એક્શન પણ લે છે.

તીડનું ઝુંડ એક દિવસમાં 35 લાખ લોકોનું ભોજન ઝાપટી જાય છે
રણપ્રદેશના તીડનું મોનિટરિંગ ફાયર બ્રિગેડ વિભાગ માટે અઘરું કામ છે કારણ કે, તીડ પ્રોફેશનલ સર્વાઈવર છે અને તે માણસની ઉત્તપત્તિ પહેલેથી પૃથ્વી પર છે. તે ઝુંડમાં આવે ત્યારે તેની સંખ્યા કરોડોમાં હોય છે અને એક દિવસમાં તે 35 લાખ લોકોનું ભોજન ઝાપટી જાય છે. તેને મૂળમાંથી ખતમ ના કરી શકાય. તેમને ફક્ત ઝુંડમાં પરિવર્તિત થતાં રોકી શકાય. તેના માટે અનેક દેશોએ સંયુક્ત રીતે કામ કરવું પડે.

અન્ય સમાચારો પણ છે...