• Gujarati News
  • National
  • 9 Accused Arrested, DCP Said Sub inspector Injured In Shooting; The Situation Is Currently Under Control

દિલ્હી હિંસા LIVE:આરોપી અંસાર અને અસલમને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા; અત્યાર સુધીમાં 21 લોકોની ધરપકડ,ક્રાઈમ બ્રાંચ કરશે તપાસ

નવી દિલ્હી3 મહિનો પહેલા

દિલ્હી હિંસાના આરોપીઓને પોલીસે પૂછપરછ બાદ રોહિણી કોર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટે બન્ને મુખ્ય આરોપી અંસાર અને અસલમને પોલીસ રિમાન્ડમાં તથા અન્ય આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે .અહીં તપાસ દરમિયાન ગોળીબારની જગ્યાએથી એક બુલેટનું ખોખું મળી આવ્યું છે. પોલીસની 10 ટીમો હિંસાની તપાસ કરી રહી છે. હવે આ કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર દીપેન્દ્ર પાઠકે કહ્યું કે તપાસ ચાલી રહી છે, ફાયરિંગ કરનારા અંસાર-અસલમ સહિત 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. RAF અને પોલીસ જહાંગીરપુરમાં સતત ફ્લેગ માર્ચ કરી રહી છે.

આગળ વધતા પહેલા તમે નીચે આપવામાં આવેલા પોલમાં ભાગ લઈને પોતાનો મત આપી શકો છો...

પોલીસ અને પીસ કમિટીની બેઠક
DCP નોર્થ વેસ્ટ ઉષા રંગનાનીએ જણાવ્યું કે હિંસામાં આઠ પોલીસ કર્મચારી અને એક નાગરિક ઘાયલ થયા છે. એક સબ ઈન્સ્પેક્ટરને તોફાનીની ગોળી વાગી છે. તે હોસ્પિટલમાં દાખલ છે અને તેની સ્થિતિમાં સુધારો છે. તેમણે વધુમાં જણાવ્યું કે હિંસા પછી અમન કમિટીની બેઠક થઈ હતી. જેમાં લોકોને શાંતિ જાળવવા માટેની અપીલ કરવામાં આવી છે.

હિંસા પછી દિલ્હી પોલીસના અધિકારી અને પીસ કમિટીની વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે બેઠક કરવામાં આવી છે.
હિંસા પછી દિલ્હી પોલીસના અધિકારી અને પીસ કમિટીની વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે બેઠક કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે તોફાનીઓએ અહીં આગ પણ લગાવી હતી. તલવારો અને ફાયરિંગ પણ થયું હતું. આ મામલામાં પોલીસે 14 લોકોની ધરપકડ કરી છે. પહેલા 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પછીથી 5 લોકો ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ વિસ્તારમાં હાલ તણાવ છે. જોકે સ્થિતિ પર કાબુ મેવવી લેવામાં આવ્યો છે. અહીં RAFની બે કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. દિલ્હીના તમામ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ તહેનાત છે અને અહીં હાઈ એલર્ટ છે.

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

તણાવની વચ્ચે સ્થિતિ કાબુમાં
વિસ્તારમાં નાઈટ વિઝન ડ્રોનથી દેખરેખ કરવામાં આવી હતી. સ્પેશિયલ પોલીસ કમિશ્નર દીપેન્દ્ર પાઠકે શનિવારે મોડી રાતે જણાવ્યું કે FIR નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. પાઠકે કહ્યું કે સ્થિતિ સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં છે. સ્થિતિ હવે શાંતિપૂર્ણ છે. અમે લોકોની સાથે સતત સંપર્કમાં છીએ અને શાંતિ જાળવી રાખવા અને અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરી રહ્યાં છે. સુરક્ષા માટે પુરતી સંખ્યામાં પોલીસ અધિકારી અહીં છે.

હિંસાવાળા વિસ્તારમાં સતત RAF પેટ્રોલિંગ કરી રહી છે.
હિંસાવાળા વિસ્તારમાં સતત RAF પેટ્રોલિંગ કરી રહી છે.

અપડેટ્સ...

  • દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે જહાંગીરપુરીમાં થયેલી ઘટનાની નીંદા કરી છે. એલજીએ કહ્યું કે હિંસા કરનાર સામે સખ્ત પગલા લેવામાં આવશે.
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની સુરક્ષાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના ખૂબ જ નીંદનીય છે. દોષિતો પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે.
  • દિલ્હીમાં થયેલી ઘટના પછી ઉત્તરપ્રદેશ સરકારે પણ રાજ્યમાં પોલીસ પ્રશાસનને સતર્કતા રાખવાના નિર્દેશ આપ્યા છે. એડીજી લો એન્ડ ઓર્ડરે કહ્યું કે અમે મોનિટરિંગ કરી રહ્યાં છે.
  • ભાજપ નેતા મનોજ તિવારીએ કહ્યું કે હનુમાન જન્મોત્સવ પર આજે જહાંગીરપુરી દિલ્હીમાં પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટના રાજધાની દિલ્હીમાં એક મોટા ષડયંત્ર અંતર્ગત થઈ રહી છે.
  • કોંગ્રેસે સમગ્ર દેશમાં થઈ રહેલા સાંપ્રદાયિક રમખાણોની વચ્ચે ઈન્ડિયા અગેંસ્ટ હેટ મુવમેન્ટ શરૂ કરી છે. પાર્ટીએ ટ્વિટર પ્રોફાઈલ ચેન્જ કરીને એક નંબર પણ બહાર પાડ્યો છે.

ગૃહમંત્રી અમિત શાહે મેળવી માહિતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાના પાસેથી સ્થિતિની માહિતી મેળવી હતી અને તેમણે લો એન્ડ ઓર્ડર જાળવી રાખવા માટે તમામ જરૂરી પગલા લેવા માટેના નિર્દેશ આપ્યા. ઘટના પછીથી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની પણ સુરક્ષા વધારવામાં આવી છે. અહીં રામનવમીના દિવસે પૂજાને લઈને બે વિદ્યાર્થીઓના ગ્રુપ વચ્ચે મારામારી થઈ હતી.

કઈ રીતે ઘટી ઘટના
જહાંગીરપુરીના કુશલ સિનેમાની પાસે લગભગ 5.30 વાગ્યે શોભાયાત્રા પર અચાનક પથ્થરમારો થયો હતો. તે પછીથી બંને ગ્રુપ વચ્ચે અથડામણ થઈ હતી. ઘણી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી. કેટલાક વાહનોમાં આગ લગાડવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ટીમને પણ તેના કારણે ઈજા થઈ હતી.

દિલ્હી પોલીસના PRO અન્યેશ રાયે કહ્યું કે આ એક પરંપરાગત નીકળતી શોભાયાત્રા હતી. જે દર વર્ષે નીકળે છે. યાત્રાના બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓએ સ્થિતિને સંભાળી હતી. ઘટના પછીથી ઘણા પોલીસ સ્ટેશનમાંથી એડિશનલ પોલીસ ફોર્સને બોલાવવામાં આવી છે. રેપિડ એક્શન ફોર્સે વિસ્તારમાં માર્ચ કરી છે.

તોફાનીઓએ ઘણા વાહનોમાં તોડફોડ કરી હતી.
તોફાનીઓએ ઘણા વાહનોમાં તોડફોડ કરી હતી.
પથ્થરમારામાં ઘણા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.
પથ્થરમારામાં ઘણા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.
અન્ય સમાચારો પણ છે...