તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Thieves Stole The Closed Mobile Tower, The Company In Madhya Pradesh Lodged A Complaint With The Police

ચોરીની પરાકાષ્ઠા:ચોર બંધ મોબાઇલ ટાવરની ચોરી કરી ગયા, મધ્યપ્રદેશમાં કંપનીએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
(પ્રતીકાત્મક ફોટો) - Divya Bhaskar
(પ્રતીકાત્મક ફોટો)
  • ટાવર ઉપરાંત તમામ ઉપકરણો, જેવાં કે ટાવર, એની અંદર લાગતા શેલ્ટર SMPS સહિતની સામગ્રીની ચોરી થઈ ગઈ હતી

તમે મોબાઇલ ટાવરમાંથી બેટરી, AC કે પછી સામાન્ય ચોરીની ઘણીબધી ઘટના વિશે સાંભળ્યું હશે, પણ તમે મોબાઈલ ટાવરની ચોરી થઈ હોય એવું ક્યારેય સાંભળ્યું નહીં હોય. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ચોરોએ મોબાઈલ ટાવરની ચોરી કર્યાની ઘટના સામે આવી છે. ચોર ટ્રાન્સપોર્ટનગરમાં આનંદનગર મોબાઈલ ટાવર ખોલીને લઈ ગયા છે.

મોબાઈલના ટાવરની ચોરી કર્યા બાદ ફક્ત સ્ટેન્ડ જ બાકી રહ્યું હતું. આ ઘટના બહોડાપુરના ટ્રાન્સપોર્ટ નગરની છે અને મોબાઈલ ટાવર GTL કંપનીનો છે. હવે આ કંપનીએ તેમના મોબાઈલ ટાવરની ચોરી થયાની પોલીસ ફરિયાદ કરાવી છે. ઉત્તરપ્રદેશના લખનઉના રામચંદ્ર ચિવારી GTL ઈન્ફ્રા કંપનીમાં કામ કરે છે. તેમનું કામ મોબાઈલ ટાવરની દેખરેખ રાખવાનું છે. બહોડાપુરના ટ્રાન્સપોર્ટ નગરમાં આ ટાવર એક ખેતરમાં લગાવવામાં આવ્યો હતો. કંપનીએ અહીં પોતાની કામગીરી સમેટી લેતાં આ મોબાઈલ ટાવર બંધ થઈ ગયો હતો.

જ્યારે GTL કંપની તરફથી એક ટીમ દ્વારા જાન્યુઆરી,2021માં નિરીક્ષણ કરવા ત્યારે એ સમયે આ ટાવર બંધ હતો. ત્રણ દિવસ અગાઉ પણ જ્યારે ટીમ આવી તો જ્યાં મોબાઈલ ટાવર હતો ત્યાં ખાલી મેદાન હતું. મોબાઈલ ટાવરના નામે એક સ્ટેન્ડ લાગેલું હતું. સમગ્ર ટાવરની ચોરીની આ ઘટનાથી કંપનીના કર્મચારીઓને ભારે આશ્ચર્ય થયું હતું. આ અંગે માહિતી મળતાં ચંદ્રપ્રકાશ તિવારી લખનઉથી ગ્વાલિયર પહોંચ્યા હતા. તેમણે જોયું કે ટાવરની જગ્યાએ બધું જ ચોરી થઈ ગયું હતું. તેમણે પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી છે.

ટાવર સહિત તમામ સામગ્રીની ચોરી થઈ ગઈ
ટાવર ઉપરાંત એનાં તમામ ઉપકરણો, જેવાં કે ટાવર, એની અંદર લાગતા શેલ્ટર SMPS, સ્ટેવલાઈઝર, એર કન્ડિશનર વગેરેની ચોરી થઈ ગઈ હતી. ફક્ત ટાવરનું સ્ટેન્ડ જ ત્યાં લાગેલું હતું. એ પણ હવે ગુમ થઈ ગયું છે.

છેલ્લે જાન્યુઆરી મહિનામાં ટાવર કાર્યરત હતો
આ મોબાઈલ ટાવર જાન્યુઆરી બાદ બંધ હતો. ટાવર બંધ થયા બાદ અહીંના સ્ટાફને અન્યત્ર મર્જ કરવામાં આવ્યો હતો. અહીંથી સિક્યોરિટી ગાર્ડ પણ હટાવી લેવામાં આવ્યા હતા. આ સંજોગોમાં આ ટાવરની ચોરી થઈ ગઈ. પોલીસ ઘટનાસ્થળની આજુબાજુના CCTV કેમેરાના ફૂટેજ તપાસી રહી છે, જેથી ચોરોની કોઈ માહિતી મળી શકે.